Whatsapp ના નવા ફિચર્સે મચાવી ધૂમ, હવે તમે 2 GB સુધીની ફાઈલ પણ કરી શકશો ટ્રાન્સફર
આજનો જમાનો ટેકનોલોજી અને ઈન્ટરનેટનો ચાલી રહ્યો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ ઈન્ટરનેટ અને સોશિયલ
મીડિયાનો ઉપયોગ કરતો થયો છે. તેમા પણ ખાસ કરીને વોટ્સએપ. આ વોટ્સએપ સોશિયલ મીડિયા
એપ સૌથી લોકપ્રિય છે. WhatsApp તેના વપરાશકર્તાઓને ખુબ
જ સારી સુવિધાઓ આપી રહ્યું છે. WhatsApp સમયાંતરે અપડેટ્સ બહાર
પાડીને યુઝર્સ માટે કંઈક નવું લાવતું રહે છે. હાલમાં જ એવું સાંભળવામાં આવ્યું છે કે તેના નવા અપડેટ સાથે WhatsApp કંઈક એવું લાવવા જઈ રહ્યું છે જે અત્યાર સુધી
વપરાશકર્તાઓને અત્યાર સુધી આપવામાં આવ્યું નથી. WABetaInfoના એક રિપોર્ટ અનુસાર WhatsApp એક નાનું ટેસ્ટ કરી રહ્યું છે જેમાં યુઝર્સ હવે એપ
પર 2GB ની સાઇઝ સુધીની ફાઇલો શેર કરી શકશે.
તમને જણાવી દઈએ કે આ
ટેસ્ટ હાલમાં આર્જેન્ટીનામાં WhatsAppના iOS બીટા વર્ઝન 22.7.0.76 પર કરવામાં આવી રહ્યો
છે. ચાલો આ નવા ફીચર વિશે વિગતવાર જાણીએ. હવે ચાલો જાણીએ કે આ અપડેટ સાથે શું નવું
WhatsApp લાવી રહ્યું છે. અમે તમને અગાઉ કહ્યું તેમ WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જે તમને એપ પર
મોટી ફાઇલોને સરળતાથી શેર કરવાની મંજૂરી આપશે. જ્યાં અત્યાર સુધી તમે માત્ર 100MB સુધીની ફાઇલો જ શેર કરી શકતા હતા હવે તમે 2GB સુધીની ફાઇલો આરામથી
મોકલી શકશો.
વોટ્એપમાં મોટી ફાઈલો
શેર ન થઈ શકતા મોટાભાગના યુઝર્સ ટેલિગ્રામમાં શિફ્ટ થઈ રહ્યા છે. ટેલિગ્રામ એક
મેસેજિંગ એપ પણ છે જ્યાં તમને એક સાથે મોટી ફાઇલો મોકલવાનો વિકલ્પ મળે છે. WhatsAppના નવા અપડેટ બાદ હવે આ પ્લેટફોર્મ પર પણ આ ફીચર
આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં આ ફીચર ફક્ત iPhone યુઝર્સ માટે જ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે અને તે
બધા યુઝર્સ માટે ક્યારે લાવવામાં આવશે તે અંગે કંઈ કહી શકાય નહીં.