Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WhatsApp ની સેવા ખોરવાઈ, લોકોને થઇ રહી છે મેસેજ સેન્ડિંગમાં સમસ્યા

લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp ડાઉન થઈ ગયું છે. ભારતમાં ઘણા લોકોને આ એક્સેસ કરવામાં તકલીફ પડી રહી છે. લોકોને મેસેજ મોકલવામાં અને મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. લોકો ટ્વિટર પર વોટ્સએપ ડાઉન હોવાની ફરિયાદ પણ કરી રહ્યા છે.લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp ભારતમાં અચાનક ડાઉન થઈ ગયું છે અને તેની સેવાઓ પ્રભાવિત થવાને કારણે ઘણા Users પરેશાન થઇ ગયા છે. દિવાળીના તહેવારના બીજા દિવસે અચાનક ઘà
whatsapp ની સેવા ખોરવાઈ  લોકોને થઇ રહી છે મેસેજ સેન્ડિંગમાં સમસ્યા
લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp ડાઉન થઈ ગયું છે. ભારતમાં ઘણા લોકોને આ એક્સેસ કરવામાં તકલીફ પડી રહી છે. લોકોને મેસેજ મોકલવામાં અને મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. લોકો ટ્વિટર પર વોટ્સએપ ડાઉન હોવાની ફરિયાદ પણ કરી રહ્યા છે.
લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp ભારતમાં અચાનક ડાઉન થઈ ગયું છે અને તેની સેવાઓ પ્રભાવિત થવાને કારણે ઘણા Users પરેશાન થઇ ગયા છે. દિવાળીના તહેવારના બીજા દિવસે અચાનક ઘણા યુઝર્સ મેસેજ મોકલવામાં  અસમર્થ રહ્યા અને કેટલાક પોતાના એકાઉન્ટમાં લોગ ઇન કરતી વખતે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. કંપની આ સમસ્યાને વહેલી તકે ઠીક કરે તેવી લોકો આશા રાખી રહ્યા છે. Downdetector પર 10,000 થી વધુ યુઝર્સ, જે વેબસાઇટ્સ અથવા સેવાઓની માહિતી આપે છે અને ટ્રેક ડાઉન કરે છે, તેમણે WhatsApp સાથે સમસ્યાઓની જાણ કરી છે અને મોટા વિસ્તારમાં વર્તમાન ખામીએ યુઝર્સને અસર કરી છે. યુઝર્સને મેસેજિંગ, સર્વર કનેક્શન અને એપ્લિકેશનના અન્ય ભાગોમાં ખામીઓ મળી છે.
Advertisement

વોટ્સએપ ડાઉન (WhatsApp Down) થવાથી યુઝર્સ માઇક્રોબ્લોગિંગ સાઇટ્સ ટ્વિટર (Twitter) અને ફેસબુક (Facebook) પર તેના વિશે લખી રહ્યા છે. યુઝર્સ એકબીજાને પૂછી રહ્યા છે કે શું ખરેખર WhatsAppની સેવાઓને અસર થઈ છે. એવું ભાગ્યે જ બને છે, જ્યારે મેટા પરિવારની એપ્સ (વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ) માં આવી સમસ્યાઓ જોવા મળે છે, પરંતુ અત્યારે વોટ્સએપ ચેટિંગ નથી થઈ રહ્યું અને આ સમસ્યા જલ્દી ઠીક થઇ જાય તેની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
Tags :
Advertisement

.