Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

WhatsAppના એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યું છે રસપ્રદ ફીચર, આ રીતે થશે ઉપયોગ

મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ કંપની વોટ્સએપે એન્ડ્રોઇડ યુઝર્સ માટે મેસેજ રિએક્શન ફીચર શરૂ કર્યું છે. વોટ્સએપના આ ફીચરમાં યુઝર્સને 6 રિએક્શન ઈમોજી મળશે જે મેટાના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ છે.જો તમે પણ વ્હોટ્સએપનો વધુ ઉપયોગ કરો છો, તો તમારે પણ આ સુવિધાઓનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તમે ટાઈપ કર્યા વગર ઈમોજી મોકલીને તમારો રિએક્શન મà«
02:31 AM May 13, 2022 IST | Vipul Pandya
મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ કંપની વોટ્સએપે એન્ડ્રોઇડ યુઝર્સ માટે મેસેજ રિએક્શન ફીચર શરૂ કર્યું છે. વોટ્સએપના આ ફીચરમાં યુઝર્સને 6 રિએક્શન ઈમોજી મળશે જે મેટાના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ છે.
જો તમે પણ વ્હોટ્સએપનો વધુ ઉપયોગ કરો છો, તો તમારે પણ આ સુવિધાઓનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તમે ટાઈપ કર્યા વગર ઈમોજી મોકલીને તમારો રિએક્શન મેસેજ મોકલનાર વ્યક્તિને કહી શકો છો. ટૂંક સમયમાં તમામ યુઝર્સને મળશે આ ફીચર - WhatsApp અનુસાર ભારતમાં મેસેજ રિએક્શન ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે. જે કેટલાક યુઝર્સના વોટ્સએપ એકાઉન્ટમાં પણ એક્ટિવ થઈ ગયું છે.  WhatsAppએ  સ્પષ્ટતા કરી છે કે, આ સપ્તાહના અંત સુધીમાં તમામ યુઝર્સના વોટ્સએપ એકાઉન્ટમાં મેસેજ રિએક્શન ફીચર શરૂ કરવામાં આવશે.
જો તમે પણ આ ફીચરનો ઉપયોગ કરવા માંગો છો, તો તેના માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. જે પછી તમારા વોટ્સએપ એકાઉન્ટમાં મેસેજ રિએક્શન ફીચર પણ એક્ટિવેટ થઈ જશે. આવો જાણીએ આ સ્ટેપ્સ વિશે...
  • સૌથી પહેલા તમારું WhatsApp એકાઉન્ટ ખોલો.
  • પછી ચેટ અથવા ગ્રુપ ચેટ ઓપન કરો.
  • કોઈપણ મેસેજને થોડીવાર માટે દબાવો અને તમારી સામે પ્રતિક્રિયાના 6 ઇમોજી દેખાશે.
  • તમે મેસેજના પ્રતિસાદ અનુસાર તમારી પસંદગીના ઇમોજી પર ક્લિક કરીને પ્રતિક્રિયા આપી શકો છો.
Tags :
emojiGujaratFirstWhatsAppwhatsappemojifeaturesWhatsAppUpdate
Next Article