'રકતદાન જીવનદાન બનાસકાંઠા' નામનું વોટ્સએપ ગ્રુપ, 5 મિત્રોથી ગ્રુપ શરૂ થચું
'જનસેવા એ જ પ્રભુસેવા' ને જીવનમાં ઉતારી 'રકતસેવા એજ જનસેવા' સૂત્ર પર ચાલી. બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા યુવકના પ્રયાસ થકી અનેક લોકોને મળ્યું છે નવજીવન. સોશિયલ મીડિયાના દુરપયોગ વિશે તો ઘણુ સાંભળ્યુ પરંતુ અહીં સોશિયલ મીડિયા જ અનેક જરૂરિયાતમંદ લોકો માટે બન્યું છે તારણહાર.સોશિયલ મીડિયાના ઉપયોગ થકી હજારો જિંદગી બચાવી શકાય છે તે વાતને બનાસકાંઠાના રવેલ ગામના યુવકે સાર્થક કરી છે. જે રà
02:27 PM May 14, 2022 IST
|
Vipul Pandya
'જનસેવા એ જ પ્રભુસેવા' ને જીવનમાં ઉતારી 'રકતસેવા એજ જનસેવા' સૂત્ર પર ચાલી. બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા યુવકના પ્રયાસ થકી અનેક લોકોને મળ્યું છે નવજીવન. સોશિયલ મીડિયાના દુરપયોગ વિશે તો ઘણુ સાંભળ્યુ પરંતુ અહીં સોશિયલ મીડિયા જ અનેક જરૂરિયાતમંદ લોકો માટે બન્યું છે તારણહાર.
સોશિયલ મીડિયાના ઉપયોગ થકી હજારો જિંદગી બચાવી શકાય છે તે વાતને બનાસકાંઠાના રવેલ ગામના યુવકે સાર્થક કરી છે. જે રકત ન મળી શકવાના કારણે પાંચ વર્ષ પહેલા હસમુખ પટેલે પોતાની બહેન ગુમાવી હતી. હસમુખભાઈની બહેનને ગંભીર બિમારી હતી અને તેમને દરરોજ બ્લ્ડની જરૂરિયાત રહેતી હતી, છઠ્ઠાદિવસે રકત ન મળવાના કારણે હસમુખભાઈની બહેનનું નિધન થયું. ત્યારે હસમુખભાઈએ નેમ લીધી કે મે તો મારી બહેનડી ગુમાવી પરંતુ અન્ય કોઈ મોભી કે પોતાના વ્હાલસોયા ના ગુમાવે .
હસમુખભાઈ 'રકતદાન જીવનદાન બનાસકાંઠા' નામનું વોટ્સએપ ગ્રુપ કર્યું. 5 મિત્રોથી આ વોટ્સએપ ગ્રુપ શરૂ થચું અને લોકો આ ભગીરથ કાર્યમાં જોડાતા ગયા. આ ગ્રુપ વટવૃક્ષની જેમ સમગ્ર ગુજરાતમાં પ્રસરી ગયું. ક્યાંય પણ કોઈને બ્લ્ડની બોટલની જરૂરિયાત હોય ત્યા આ ગ્રુપમાં મેસેજ મૂકવામાં આવે તેને પહેલા બ્લડબેન્કથી રક્ત પહોંચાડવાનોપ્રયાસ કરાય અને જો એ શક્ય ના બને તો ગ્રુપના જ કોઈ સદસ્ય જરૂરિયાતમંદને લોહી પહોંચાડે છે અને અહીં લાભાર્થીને એક રૂપિયો પણ ચૂકવવો પડતો નથી.
બનાસકાંઠામાં દિયોદર, ભાભર સહિતના વિસ્તારોમાં બ્લડ બેન્ક ન હોવાના કારણે તકલીફ સર્જાતા હોય છે તેવામાં આ વોટ્સએપ ગ્રુપ આશિર્વાદ સમાન સાબિત થાય છે. અત્યાર સુધી હજારથી પણ વધુ દર્દીઓને નવજીવન અપાયું છે. ત્યારે બીજું કોઈ પોતે ભોગવેલી પીડા ન વેઠે તે માટે હસમુખભાઈએ આ ભગીરથ કાર્યનું બીડુ ઝડપ્યું અને સેવાયજ્ઞમાં એક પછી એક જોડાતા ગયા.
Next Article