Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું થશે ઇમરાન ખાનનું ? પાકિસ્તાનના રાજકારણમાં મહત્વનો દિવસ

પાકિસ્તાનના રાજકારણ માટે આજે મહત્વનો દિવસ છે. થોડી વારમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનના ભવિષ્યની જાણ થઇ જશે. સવારે 11 વાગે સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત પર વોટીંગ થશે. ઇમરાન ખાનને વિશ્વાસનો મત જીતવા માટે જાદુઇ 172નો આંકડો પ્રાપ્ત કરવો પડશે. બપોરે 11 વાગે સંસદની કાર્યવાહી શરુ થયા બાદ ભારે હોબાળો થતાં ગૃહની કાર્યવાહી બપોરે 1 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઇ હતી.પાકિસ્તાનમાં 4 દિવસની સુàª
શું થશે ઇમરાન ખાનનું   પાકિસ્તાનના રાજકારણમાં મહત્વનો દિવસ
પાકિસ્તાનના રાજકારણ માટે આજે મહત્વનો દિવસ છે. થોડી વારમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનના ભવિષ્યની જાણ થઇ જશે. સવારે 11 વાગે સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત પર વોટીંગ થશે. ઇમરાન ખાનને વિશ્વાસનો મત જીતવા માટે જાદુઇ 172નો આંકડો પ્રાપ્ત કરવો પડશે. બપોરે 11 વાગે સંસદની કાર્યવાહી શરુ થયા બાદ ભારે હોબાળો થતાં ગૃહની કાર્યવાહી બપોરે 1 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઇ હતી.
પાકિસ્તાનમાં 4 દિવસની સુનાવણી બાદ પાંચ જજોની બેંકે એકમતથી ચુકાદો આપ્યો હતો કે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવાનો ડે.સ્પીકરનો નિર્ણય ગેરકાનૂની હતો અને નેશનલ એસેમ્બલી ભંગ કરવાનો નિર્ણય પણ અસવૈધાંનિક હતો. ત્યારબાદ શનિવારે ઇમરાનખાન સરકારને ફ્લોર ટેસ્ટ કરવા જણાવાયું હતું. 
સવારે 11 વાગે અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન થશે. તે પુર્વે વિપક્ષના નેતા શાહબાજ શરીફ સંસદ ભવન પહોંચી ચુકયા હતા. સાથે સાથે બિલાવલ ભુટ્ટો પણ સંસદમાં પહોંચ્યા હતા. વિપક્ષી દળોએ કહ્યું હતું કે વોટીંગમાં સફળતા મળ્યા બાદ નવા વડાપ્રધાનની ચૂંટણીની માગ કરવામાં આવશે. તે પહેલાની રણનિતી નક્કી કરવા માટે વિપક્ષી દળોએ બેઠક પણ બોલાવી હતી. 
નેશનલ એસેમ્બલીમાં કુલ સાંસદ 342 છે અને ઇમરાનખાન સરકારને ફ્લોર ટેસ્ટ સાબિત કરવા 172 મતની જરુર પડશે પણ ઇમરાનખાનને 142 સાંસદોનું જ સમર્થન મળ્યું છે જયારે વિપક્ષ પાસે 199 સાંસદો હોવાનો દાવો કરાયો છે. 
મતદાનને જેતાં સંસદ ભવનની આસપાસ ભારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સંસદની અંદરની સુરક્ષા એજન્સીઓને  પણ એલર્ટ કરી દેવાઇ છે. થોડી વારમાં ઇમરાનની પાર્ટીના નેતાઓ પણ પહોંચે તેવી શકયતા છે. 
Advertisement
Tags :
Advertisement

.