Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં આ વર્ષે કેવો રહેશે વરસાદ, શું કહે છે હવામાન વિભાગ?

ઉનાળાની ગરમીથી દેશવાસીઓ હવે કંટાળી ગયા છે. ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવમાન વિભાગ દ્વારા એક સારા સમાચાર સામે આવ્યા છે. દેશમાં આ વર્ષે કેવો અને કેટલો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે જાણકારી આપી છે. ઉનાળાની ગરમીનો હવે છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. ચોમાસાએ આખરે કેરળમાં દસ્તક આપી દીધી છે. સમગ્ર દેશમાં તેની અસર પણ દેખાઇ રહી છે. ભારતમાં ચોમાસાની આ સિઝનમાં
દેશમાં આ વર્ષે કેવો રહેશે વરસાદ  શું કહે છે હવામાન વિભાગ
ઉનાળાની ગરમીથી દેશવાસીઓ હવે કંટાળી ગયા છે. ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવમાન વિભાગ દ્વારા એક સારા સમાચાર સામે આવ્યા છે. દેશમાં આ વર્ષે કેવો અને કેટલો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે જાણકારી આપી છે. 
ઉનાળાની ગરમીનો હવે છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. ચોમાસાએ આખરે કેરળમાં દસ્તક આપી દીધી છે. સમગ્ર દેશમાં તેની અસર પણ દેખાઇ રહી છે. ભારતમાં ચોમાસાની આ સિઝનમાં અગાઉના અંદાજ કરતાં વધુ વરસાદ થવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે. IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ ચોમાસાની સિઝનમાં સરેરાશ વરસાદ લાંબા ગાળાની સરેરાશના 103 ટકા રહેવાની શક્યતા છે. 
IMD એ એપ્રિલમાં કહ્યું હતું કે, દેશમાં સામાન્ય વરસાદ પડશે, જે લાંબા ગાળાની સરેરાશના 99 ટકા હશે. જોકે, હવે ચોમાસાની મોસમ માટે અપડેટેડ લાંબા ગાળાની આગાહીને બહાર પાડતા, મહાપાત્રાએ કહ્યું, "દેશના મોટાભાગના ભાગોમાં સારો વરસાદ જોવા મળશે." જ્યારે ઉત્તર-પૂર્વ પ્રદેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂને તેના નિર્ધારિત સમયથી ત્રણ દિવસ પહેલા રવિવારે કેરળ પહોંચ્યું હતું.
દેશના બાકીના ભાગોમાં પણ ચોમાસુ નિર્ધારિત તારીખના ત્રણથી ચાર દિવસ પહેલા કે પછી પહોંચી શકે છે. હવામાનશાસ્ત્રીઓના મતે આ વખતે બંગાળની ખાડીમાં અચાનક આવેલા તોફાન બાદ ચોમાસું 22 મેની નિર્ધારિત તારીખના એક સપ્તાહ પહેલા 15 મેના રોજ આંદામાન-નિકોબાર ટાપુઓ પર પહોંચી ગયું હતું. દર વર્ષની જેમ આ વખતે પણ વરસાદ પડશે, પરંતુ વરસાદના દિવસો ઓછા રહેશે. પહેલા 50-60 દિવસ વરસાદ પડતો હતો. હવે તે માત્ર 35-40 દિવસમાં થઈ રહ્યો છે. હવે ઓછા દિવસોમાં ઘણો વરસાદ પડે છે.
વળી, દિલ્હીમાં ભારે વરસાદ અને વાવાઝોડાના એક દિવસ પછી, મંગળવારે સવારે તાપમાનનો પારો સામાન્ય કરતાં સાત ડિગ્રી નીચે 20.4 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો હતો. હવામાન વિભાગે દિવસના અંતે વાદળછાયું આકાશ સાથે હળવો વરસાદ અથવા ઝરમર ઝરમર વરસાદની આગાહી કરી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર, દિલ્હીમાં મંગળવારે સવારે 8.30 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 18 મીમી વરસાદ નોંધાયો છે. 
સોમવારે લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મંગળવારે સવારે 8.30 વાગ્યે લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી સેલ્સિયસ અને સંબંધિત ભેજ 100 ટકા નોંધાયું હતું.
Advertisement
Tags :
Advertisement

.