Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ પૂર્વની આરટીઓ કચેરીમાં હેડ કેશિયરે કેવું કૌભાંડ આચર્યું? જાણો

અમદાવાદ પૂર્વ આરટીઓ કચેરીના હેડ કેશિયરે કચેરીની સરકારી આવકની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એપ્રિલ 2021 થી ફેબ્રુઆરી 2022 સુધી કેશિયરે 1.83 કરોડની ઉચાપત કરી હતી, જેમાથી 89 લાખ જમા ન કરાવતા આ ફરિયાદ નોધાઈ છે.જોકે આરોપી હેડ કેશિયર ફરાર થતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.કચેરીના ઓડિટમાં કૌભાડ છતું થયુંઅમદાવાદ પૂર્વ આરટીઓમાં થયેલી કરોડો રૂપિયાની ઉચાપત થતા સરકારી તંત્ર હરકતમાં આવ્યુ છે.આ
11:44 AM Apr 11, 2022 IST | Vipul Pandya
અમદાવાદ પૂર્વ આરટીઓ કચેરીના હેડ કેશિયરે કચેરીની સરકારી આવકની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એપ્રિલ 2021 થી ફેબ્રુઆરી 2022 સુધી કેશિયરે 1.83 કરોડની ઉચાપત કરી હતી, જેમાથી 89 લાખ જમા ન કરાવતા આ ફરિયાદ નોધાઈ છે.જોકે આરોપી હેડ કેશિયર ફરાર થતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
કચેરીના ઓડિટમાં કૌભાડ છતું થયું
અમદાવાદ પૂર્વ આરટીઓમાં થયેલી કરોડો રૂપિયાની ઉચાપત થતા સરકારી તંત્ર હરકતમાં આવ્યુ છે.આરટીઓના હેડ કેશિયર એમ.એન.પ્રજાપતિએ કાવતરું રચી સરકારી રકમની ઉચાપત કરી છે.આરોપીએ 1 એપ્રિલ 2021 થી શરૂ કરી 5 ફેબ્રુઆરી 2022 સુધીમાં એક કરોડ ૮૩ લાખ થી વધુ ની ઉચાપત કરી હતી.જોકે ઓડિટ સમયે આ હકીકત સામે આવતા ટુકડે ટુકડે 94 લાખથી વધુની રકમ ભરપાઈ કરી છે તેમ છતાં 89 લાખ રૂપિયા ન ભરતા ફરિયાદ નોંધવામાં આવી હતી. મહત્વનું છે કે ફરિયાદ થાય તે પહેલા જ આરોપી ફરાર થઇ ગયો છે.જેથી પોલીસે તેની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
કેશિયરની મોડસ્ ઓપરેન્ડી શું હતી
આરોપી હેડ કેશિયર એમ.એન પ્રજાપતિની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ, તો આરોપી એક દિવસમાં આરટીઓની કુલ ૩૫ થી ૪૦ જેટલી ટેક્સની રસીદ બનાવતા હતા પરંતુ સરકારી ચોપડે માત્ર ૨૦ રસીદ બતાવી અન્ય રૂપિયા પોતાના ખિસ્સામાં ભરતા હોવાનું બહાર આવ્યું છે.ફરિયાદીએ તપાસ કરતા ઓડિટ સમયમાં આવા ૨૮ જેટલા રિપોર્ટ સામે આવ્યા છે. જેમાં આરટીઓ ટેક્ષની ઓછી આવક સરકારી ચોપડે બતાવી ઉચાપત કરવામાં આવી હતી, જેથી પોલીસે હેડ કેશિયર વિરુદ્ધ ગુનો નોંધી સરકારી નાણાંની ઉચાપત કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આરોપીને ફરાર થવામાં સમય મળ્યો 

મહત્વનું છે કે એક વર્ષ કરતા લાંબા સમયથી આ ઉચાપત કરવામાં આવતી હતી.પરંતુ સમયસર ઓડિટ અને તપાસ ન થતા આરોપીને લાંબો સમય મળ્યો અને ઉચાપતની રકમ પણ વધી ગઈ.જોકે હજી 89 લાખ જેટલી સરકારી રકમ રિકવર કરવાની બાકી છે.

Tags :
GujaratFirstPoliceFIRRTOScame
Next Article