ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

US ની સંસદમાં ઘૂસણખોરી પર શું બોલ્યા James Lankford

ઓક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023 વચ્ચે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવા બદલ US માં રેકોર્ડ 96,917 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. US Customs and Border Protection (UCBP) department ના નવીનતમ ડેટામાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. ગેરકાયદેસર રીતે યુએસ બોર્ડર...
06:31 PM Nov 03, 2023 IST | Hardik Shah

ઓક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023 વચ્ચે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવા બદલ US માં રેકોર્ડ 96,917 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. US Customs and Border Protection (UCBP) department ના નવીનતમ ડેટામાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. ગેરકાયદેસર રીતે યુએસ બોર્ડર પાર કરતા પકડાયેલા ભારતીયોની સંખ્યામાં પાછલા વર્ષોની સરખામણીમાં પાંચ ગણો વધારો થયો છે. ડેટા અનુસાર, 2019-20માં 19,883 ભારતીયો ઝડપાયા હતા. 2020-21માં 30,662 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે 2021-22માં આ સંખ્યા 63,927 હતી.

અમેરિકી સેનેટર James Lankford એ મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે અમેરિકા આવતા લોકો પર ચિંતા વ્યક્ત કરી હતી. લેન્કફોર્ડે કહ્યું કે લોકો ઘણી ફ્લાઈટ્સ બદલીને મેક્સિકો પહોંચે છે અને પછી ત્યાંની ગેંગ તેમને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરાવે છે. તેમણે કહ્યું કે દુનિયાભરમાંથી લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા આવી રહ્યા છે અને અમારી સિસ્ટમનું શોષણ કરી રહ્યા છે અને તેને અંકુશમાં લેવા માટે નીતિ બનાવવી ખૂબ જ જરૂરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmericaGujarat Firstinfiltration of the US ParliamentJames LankfordUS Parliament