હાર્દિક પટેલના મનમાં શું? કોંગ્રેસનો હાથ છોડી કમળ પકડશે કે પછી ઝાડુ પર સવાર થશે?
ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ રાજનીતિ શરૂ થઇ ગઇ છે. વર્ષ 2017માં જે ત્રણ ચહેરા (હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર) એ રાજ્યમાં લોકોના વખાણ અને ચોતરફ સરકાર વિરુદ્ધ વંટોળ ઉભુ કર્યું હતું, તે આ વર્ષે જોવા મળી રહ્યું નથી. જેનું કારણ આપણે સૌ જાણીએ જ છીએ કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, તો બીજી તરફ à
01:17 PM May 03, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ રાજનીતિ શરૂ થઇ ગઇ છે. વર્ષ 2017માં જે ત્રણ ચહેરા (હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર) એ રાજ્યમાં લોકોના વખાણ અને ચોતરફ સરકાર વિરુદ્ધ વંટોળ ઉભુ કર્યું હતું, તે આ વર્ષે જોવા મળી રહ્યું નથી. જેનું કારણ આપણે સૌ જાણીએ જ છીએ કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, તો બીજી તરફ આ વર્ષે હાર્દિક પટેલ (Hardik Patel) ના ભાજપમાં જવાની ચર્ચાએ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું છે.
પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા હાર્દિક પટેલને આજે ઓળખની જરૂર નથી. તે વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ ચહેરો હતો. પરંતુ જો આ વર્ષની વાત કરવામાં આવે તો જાણે પાણીનું વહેણ બદલાયું હોય તેમ તેમના શબ્દોથી ભાજપ (BJP) પક્ષ માટે વખાણ જ નીકળી રહ્યા છે. જે પક્ષ માટે હંમેશા કડવા બોલ નીકળી રહ્યા હતા તે માટે આજે મીઠો સ્વર નીકળી રહ્યો છે. જેને લઇને રાજ્યની રાજનીતિમાં પણ ગરમાવો આવ્યો છે. જે રીતે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ અલ્પેશ ઠાકોરના સૂર બદલાયા અને આખરે તેમણે કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો તેવી જ રીતે હાર્દિક પટેલ પણ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનું કમળ સ્વીકારશે તેવી જનમુખે ચર્ચાઓ થઇ રહી છે. જોકે, હાર્દિક પટેલ કોંગ્રેસ છોડવાની વાતને નકારતા રહ્યા છે. પરંતુ કહેવાય છે ને રાજનીતિમાં કોઇ કોઇનું દોસ્ત કે દુશ્મન નથી હોતું. જો હાર્દિક પટેલ ભાજપમાં જવાનું વિચારે પણ છે તો સવાલ એ પણ ઉભો થાય છે કે શું ભાજપ તેને પાર્ટીમાં સ્વીકારશે?
તાજેતરમાં હાર્દિક પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ છે, ત્યારે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પાર્ટીનું સભ્યપદ હજુ લીધું નથી. પરંતુ પંજા પર ચૂંટણી લડવાની તેમણે જાહેરાત કરી છે. હાર્દિકે તાજેતરમાં જ ભાજપનાં ખૂબ વખાણ કર્યા હતા અને તેમની પોતાની પાર્ટી પર તેમની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે હાર્દિક ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ તેઓ તેનો ઇનકાર કરતા આવ્યા છે. તો હાર્દિકના ભવિષ્યનું શું થશે? ભાજપમાં તેમનો પ્રવેશ કેમ મુશ્કેલ છે? તો શું તે આમ આદમી પાર્ટી (AAP)માં જોડાઈ શકે? આવા સવાલોથી હાલમાં હાર્દિક પટેલ ઘેરાયેલા છે.
છેલ્લા થોડા સમયથી હાર્દિક કોંગ્રેસથી નારાજ છે અને સમય સમય પર આ વાતના સંકેત પણ મળ્યા છે. ગુજરાત કોંગ્રેસની નેતાગીરીની કરેલી ટીકા હોય કે પછી આદિવાસી સંમેલનના પસ્ટરમાંથી કોંગ્રેસ પ્રમુખનું નામ જ ગાયબ હોય. તો ગઇકાલે જ હાર્દિકે પોતાના ટ્વિટરના બાયો પરથી કોંગ્રેસનું નામ અને પોતાનો હોદ્દો દૂર કરી દીધો છે. ત્યારબાદથી એવી અટકળોએ વધારે જોર પકડ્યું છે કે કદાચ હાર્દિક ચૂંટણી પહેલા હાથનો સાથ છોડી દેશે. આ સિવાય કોંગ્રેસ તરફથી પણ એવું જ વલણ દાખવવામાં આવી રહ્યું છે. તે કોંગ્રેસ નેતાઓના હાર્દિક વિશેનવા નિવેદનો હોય કે પછી કોંગ્રેસના પોસ્ટરોમાંથી હાર્દિકનું નામ ગાયબ થવાની વાત હોય. ટૂંકમાં ેક વાત સ્પષ્ટ છે કે ક્યાંક હાર્દિક પટેલ અને કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું છે.
આ સિવાય એક એવી વાત પણ સામે આવી રહી છે કે હાર્દિક પટેલ પાટીદાર અગ્રણી નરેશ પટેલના નિર્ણયની રાહ જોઇને બેઠો છે. નરેશ પટેલ રાજકારણમાં આવવાને લઇને નિર્ણય જાહેર કરશે ત્યારબાદ જ તેના ાધારે હાર્દિક પણ પોતાનો નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે વરેશ પટેલના પણ કોંગ્રેસમાં જોડાવાની અટકળો ચાલી રહી છે, પરંતુ તેઓ મગનું નામ મરી નથી પાડતા. ઉપરાંત તેમણે સ્વીકાર્યુ પણ હતું કે હાર્દિક પટેલ તેમને મળ્યા હતા અને કોંગ્રેસમાં થતી તેમની સમસ્યા વિશે વાત કરી હતી.
Next Article