Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ વખતે રક્ષાબંધનનું શું છે મૂહુર્ત, જાણો રક્ષાબંધન સાથે જોડાયેલી રાજા બલિની વાર્તા વિશે

રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે આ વખતે બહેનો ભદ્રાતિથિના કારણે રક્ષાબંધનને લઈને મૂંઝવણમાં છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 12 ઓગસ્ટે ઉજવવામાં આવશે. શ્રાવણ માસની પૂર્ણિમા 11મી ઓગસ્ટે  10:38 વાગ્યે શરૂ થશે અને 12મી ઓગસ્ટે સવારે 7:06 વાગ્યે સમાપ્ત થશે. ભાદ્રા તિથિ પૂર્ણિમા સાથે થઈ રહી છે. 11 ઓગસ્ટે ભદ્રાની સ્થિતિ રાત્રે 8:53 સુધી રહેશે. 12મીએ પૂર્ણિમા તિથિ સૂર્યોદય સમયે હશે અને આ દિવસ સમગ્ર દિàª
આ વખતે રક્ષાબંધનનું શું છે મૂહુર્ત  જાણો રક્ષાબંધન સાથે જોડાયેલી રાજા બલિની વાર્તા વિશે
રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે આ વખતે બહેનો ભદ્રાતિથિના કારણે રક્ષાબંધનને લઈને મૂંઝવણમાં છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 12 ઓગસ્ટે ઉજવવામાં આવશે. શ્રાવણ માસની પૂર્ણિમા 11મી ઓગસ્ટે  10:38 વાગ્યે શરૂ થશે અને 12મી ઓગસ્ટે સવારે 7:06 વાગ્યે સમાપ્ત થશે. ભાદ્રા તિથિ પૂર્ણિમા સાથે થઈ રહી છે. 11 ઓગસ્ટે ભદ્રાની સ્થિતિ રાત્રે 8:53 સુધી રહેશે. 12મીએ પૂર્ણિમા તિથિ સૂર્યોદય સમયે હશે અને આ દિવસ સમગ્ર દિવસ માટે પૂર્ણિમાનો વાસ માનવામાં આવશે. જેથી તમામ ભાઈ-બહેનો આખો દિવસ રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે. 12 ઓગસ્ટે પૂર્ણિમાની તારીખ હોવાથી, 12 ઓગસ્ટે  રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શ્રેષ્ઠ રહેશે.
રક્ષાબંધનની દંતકથા...
ધાર્મિક કથાઓ અનુસાર, જ્યારે રાજા બલિએ અશ્વમેધ યજ્ઞ કર્યો હતો, ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો અને રાજા બલિને ત્રણ પગલા જમીન દાનમાં આપવા કહ્યું હતું. રાજાએ ત્રણ પગપલા જમીન આપવાની હા પાડી હતી. રાજાએ હા પાડી કે તરત જ ભગવાન વિષ્ણુએ કદ વધાર્યું અને આખી પૃથ્વીને ત્રણ પગલામાં માપી અને રાજા બલિને રહેવા માટે પાતાળ લોક આપી દીધું.
ત્યારે રાજા બલિએ ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગ્યું કે  હું જ્યાં પણ જોઉં બસ પ્રભુ આપને જ જોઉં. સૂતા-જાગતા દરેક ક્ષણે હું બસ આપને જ જોવા માંગુ છું. ભગવાને રાજા બલિને આ વરદાન આપ્યું અને રાજા સાથે પાતાળલોકમાં રહેવા લાગ્યા.
ભગવાન વિષ્ણુ રાજાની સાથે રહેવાને કારણે દેવી લક્ષ્મી ચિંતિત થઈ ગયા અને તેમણે નારદજીને આખી વાત કહી. ત્યારે નારદજીએ માતા લક્ષ્મીને ભગવાન વિષ્ણુને પરત લાવવાનો માર્ગ જણાવ્યો. નારદજીએ માતા લક્ષ્મીને કહ્યું કે તમે રાજા બલિને તમારો ભાઈ બનાવો અને ભગવાન વિષ્ણુને માંગી લો.
નારદજીની વાત સાંભળીને માતા લક્ષ્મી વેશ બદલીને રાજા બલિ પાસે ગયા અને તેમની પાસે જતા જ રડવા લાગ્યા. જ્યારે રાજા બલિએ માતા લક્ષ્મીને રડવાનું કારણ પૂછ્યું તો માતાએ કહ્યું કે તેનો કોઈ ભાઈ નથી તેથી તે રડી રહી છે. રાજાએ લક્ષી માતાની વાત સાંભળી અને કહ્યું કે આજથી હું તારો ભાઈ છું. ત્યારબાદ માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી અને તેમની પાસે ભગવાન વિષ્ણું માંગી લીધા. એવું માનવામાં આવે છે કે ત્યારથી ભાઈ-બહેનનો આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે.
Advertisement
Tags :
Advertisement

.