Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એવું તો શું થયુ કે WhatsAppએ 22 લાખ એકાઉન્ટ બ્લોક કર્યા?

મેસેજિંગ પ્લૅટફૉર્મ વૉટ્સઍપે તેની પોતાની ફરિયાદ નિવારણ ચૅનલ દ્વારા અને નિયમોના ભંગ કરવાની મળેલી ફરિયાદો પર કાર્યવાહી કરતાં જૂન મહિનામાં ૨૨ લાખથી વધુ ભારતીય અકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.જે અંતર્ગત મે મહિનામાં ૧૯ લાખ, એપ્રિલમાં ૧૬ લાખ તેમ જ માર્ચ મહિનામાં આવા પ્રતિબંધિત ખાતાઓની સંખ્યા ૧૮.૦૫ લાખ હતી. ગયા વર્ષે આઇટી મામલે જે નિયમ ગયા વર્ષે અમલમાં મૂકવામાં આવ્યા હતા એ મુજબ અગ્રà
એવું તો શું થયુ કે whatsappએ 22 લાખ એકાઉન્ટ બ્લોક કર્યા
મેસેજિંગ પ્લૅટફૉર્મ વૉટ્સઍપે તેની પોતાની ફરિયાદ નિવારણ ચૅનલ દ્વારા અને નિયમોના ભંગ કરવાની મળેલી ફરિયાદો પર કાર્યવાહી કરતાં જૂન મહિનામાં ૨૨ લાખથી વધુ ભારતીય અકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
જે અંતર્ગત મે મહિનામાં ૧૯ લાખ, એપ્રિલમાં ૧૬ લાખ તેમ જ માર્ચ મહિનામાં આવા પ્રતિબંધિત ખાતાઓની સંખ્યા ૧૮.૦૫ લાખ હતી. ગયા વર્ષે આઇટી મામલે જે નિયમ ગયા વર્ષે અમલમાં મૂકવામાં આવ્યા હતા એ મુજબ અગ્રણી ડિજિટલ પ્લૅટફૉર્મે દર મહિને આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં  આવ્યું હતું. 
વૉટ્સઍપ દ્વારા એને યુઝર દ્વારા મળેલી ફરિયાદ તેમ જ પ્લૅટફૉર્મના દુરુપયોગને રોકવા માટે એણે બનાવેલા નિયમોના અનુસંધાનમાં આ પગલા લેવામાં આવ્યાં હતાં. વૉટ્સઍપના પ્રવક્તાએ કહ્યું કે વર્ષોથી અમે અમારા પ્લૅટફૉર્મનો યુઝ કરતા યુઝર્સને સુર​ક્ષિત રાખવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને અન્ય ટેક્નૉલૉજી, ડેટા સાયન્ટિસ્ટ અને નિષ્ણાતોની મદદ લઈ રહ્યા છીએ. જૂન મહિનામાં ૬૩૨ જેટલી ફરિયાદો મળી અને ૬૪ જેટલાં અકાઉન્ટ સામે કાર્યવાહી પણ કરાઈ હતી. 

આ કારણોસર પ્રતિબંધિત કરી શકાય છે:

  • યૂઝર્સે એવા લોકોને મેસેજ ન કરવા જોઈએ જે તેમને મેસેજ ન કરવાની ચેતવણી આપે છે. જો કોઈ વ્યક્તિ ચેતવણી આપ્યા પછી પણ આવું કરવાનું ચાલુ રાખે છે, તો કંપની તેના પર પ્રતિબંધ મૂકશે.
  • જો તમે WhatsAppનો ઉપયોગ કરીને બલ્ક મેસેજ, ઓટોમેટેડ મેસેજ અથવા ઓટો ડાયલ કરો છો, તો તે તમને પ્રતિબંધિત કરી શકે છે. અમે તમને જણાવી દઈએ કે વોટ્સએપ અનિચ્છનીય સ્વચાલિત સંદેશાઓ મોકલતા એકાઉન્ટ્સને શોધવા અને પ્રતિબંધિત કરવા માટે મશીન લર્નિંગ ટેક્નોલોજી અને યુઝર રિપોર્ટ્સ બંનેનો ઉપયોગ કરે છે.
  • કોઈનો નંબર શેર કરવો અથવા તેમની સંમતિ વિના ડેટાનો ઉપયોગ કરવો પણ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. 
  • જો તમે કોઈને અશ્લીલ વીડિયો કે મેસેજ મોકલો છો, તો તમારું એકાઉન્ટ બૅન થઈ જશે એટલું જ નહીં પરંતુ તમને જેલના સળિયા પાછળ પણ ધકેલી દેવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.