Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં આ શું થયું? હોસ્પિટલની છત પર અધધ...મૃતદેહો

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં દિવસેને દિવસે સ્થિતિ ખરાબ બનતી જઇ રહી છે. પાકિસ્તાનના મુલતાનથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક હોસ્પિટલમાં ત્યજી દેવાયેલી મોટી સંખ્યામાં લાશો મળી આવી છે. જે બાદ પાકિસ્તાની પ્રશાસને ઘટનાનું સંજ્ઞાન લઈને તપાસ શરૂ કરી છે.હોસ્પિટલની છત પર લાશોનો ઢગલોપાકિસ્તાનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાકિસ્તાનના મુલતાનમાં એક હોસ્પિટલની છત àª
પાકિસ્તાનમાં આ શું થયું  હોસ્પિટલની છત પર અધધ   મૃતદેહો
ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં દિવસેને દિવસે સ્થિતિ ખરાબ બનતી જઇ રહી છે. પાકિસ્તાનના મુલતાનથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક હોસ્પિટલમાં ત્યજી દેવાયેલી મોટી સંખ્યામાં લાશો મળી આવી છે. જે બાદ પાકિસ્તાની પ્રશાસને ઘટનાનું સંજ્ઞાન લઈને તપાસ શરૂ કરી છે.
હોસ્પિટલની છત પર લાશોનો ઢગલો
પાકિસ્તાનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાકિસ્તાનના મુલતાનમાં એક હોસ્પિટલની છત પરથી અનેક ત્યજી દેવામાં આવેલી લાશો મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટના બાદ પાકિસ્તાન સરકાર એક્શનમાં આવી ગઈ અને તુરંત જ તપાસના આદેશ આપ્યા છે. મહત્વનું છે કે, નિસ્તર મેડિકલ યુનિવર્સિટીની ટીચિંગ હોસ્પિટલનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ખુલ્લામાં સડી રહેલા મૃતદેહો જોવા મળી રહ્યા છે. આ મૃતદેહોને ઉપરના માળે અને જૂના લાકડાના ખાટલા પર ફેંકી દેવામાં આવ્યા હતા. 
Advertisement

લોકોમાં આક્રોશ ફેલાયો
નિસ્તર હોસ્પિટલના તબીબી અધિક્ષકને લખેલા પત્રમાં, એક વિભાગ અધિકારીએ જણાવ્યું હતું કે, "મુલતાનની નિસ્તર હોસ્પિટલના ટેરેસ પર મૃતદેહો સડી રહ્યા હોવાની એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે. એક સક્ષમ અધિકારીએ આ અંગે કાર્યવાહી કરી છે. આ ભયાનક ઘટનાને ગંભીરતાથી લઈ આ મામલે ઝીણવટભરી તપાસની માંગ કરી છે.
ખુલ્લા આકાશમાં છોડી દેવામાં આવી લાસો
નિસ્તાર મેડિકલ યુનિવર્સિટીના પ્રવક્તા ડૉ.સજ્જાદ મસૂદે આ હૃદયદ્રાવક ઘટના પર નિવેદન બહાર પાડ્યું અને દાવો કર્યો કે ખુલ્લા આકાશ નીચે મૃતદેહો સડવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સજ્જાદે કહ્યું કે, આ મામલાની તપાસ કરવા માટે અલગ-અલગ તપાસ સમિતિઓની રચના કરવામાં આવી છે અને ટેરેસ પર આટલી સંખ્યામાં મૃતદેહો હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, ટેરેસ પર માત્ર ચાર જ મૃતદેહો હતા જેને ખુલ્લા આકાશમાં છોડી દેવામાં આવ્યા હતા. આનો ઉપયોગ તબીબી વિદ્યાર્થીઓના શિક્ષણ માટે થઈ શક્યો હોત.
Tags :
Advertisement

.