રાજકોટમાં બે કોલેજિયન યુવતીઓએ આ શું કર્યું? જાણીને તમે ચોંકી જશો
રાજકોટમાં રેસકોર્સ વિસ્તારમાં ગુરુવારે બે કોલેજિયન યુવતીઓએ એક સાથે ફિનાઇલ પી લેતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે બંને યુવતીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડીને વિવિધ મુદ્દા અંગે તપાસ શરુ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં બે યુવતીઓએ એક સાથે બે યુવતીઓએ ફિનાઇલ પી લીધું હતું. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે તપાસ કરતાં બàª
Advertisement
રાજકોટમાં રેસકોર્સ વિસ્તારમાં ગુરુવારે બે કોલેજિયન યુવતીઓએ એક સાથે ફિનાઇલ પી લેતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે બંને યુવતીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડીને વિવિધ મુદ્દા અંગે તપાસ શરુ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં બે યુવતીઓએ એક સાથે બે યુવતીઓએ ફિનાઇલ પી લીધું હતું. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે તપાસ કરતાં બંને યુવતી પૈકી એકનું નામ તૃપ્તી રુપેશભાઇ કથિરીયા હોવાનું અને અન્ય યુવતીનું નામ ખુશી પ્રવિણ ભાઇ પરસાણા હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે બંનેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી અને ક્યા કારણોસર બંનેએ એક સાથે ફિનાઇલ પીધું તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરી હતી પરતું બંને યુવતીઓએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા જેથી પોલીસ પણ મૂંઝાઇ ગઇ હતી. પોલીસે બંનેએ કેમ ફિનાઇલ પીધું તેની ઉંડી તપાસ શરુ કરી હતી. ભુલથી બંનેએ ફિનાઇલ પી લીધું હતું કે અન્ય કોઇ કારણ હતું તે મુદ્દાની તપાસ શરુ કરી હતી.