Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોબાઇલ પર ગેમ રમતા પુત્રને પિતા વઢ્યા તો પુત્રએ આ શું કર્યું?

ઉત્તર પ્રદેશની સંગમ નગરી પ્રયાગરાજમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. જ્યાં મોબાઇલ પર ગેમ રમી રહેલા પુત્રને પિતા વઢતા  નારાજ થયેલા 9માં ધોરણના વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પિતાએ વિદ્યાર્થીને મોબાઇલ પર ગેમ  રમવા બાબતે વઢ્યા હતા. મોડી રાતે જ્યારે પિતા પુત્રને મોબાઇલમાં ગેમ રમવા બાબતે વઢ્યા તો નારાજ થઇને તે પોતાની રુમમાં જતો રહ્યો હતો અને પંખા સાથે ગળે ફાંસો લàª
મોબાઇલ પર ગેમ રમતા પુત્રને પિતા વઢ્યા તો પુત્રએ આ શું કર્યું
ઉત્તર પ્રદેશની સંગમ નગરી પ્રયાગરાજમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. જ્યાં મોબાઇલ પર ગેમ રમી રહેલા પુત્રને પિતા વઢતા  નારાજ થયેલા 9માં ધોરણના વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પિતાએ વિદ્યાર્થીને મોબાઇલ પર ગેમ  રમવા બાબતે વઢ્યા હતા. મોડી રાતે જ્યારે પિતા પુત્રને મોબાઇલમાં ગેમ રમવા બાબતે વઢ્યા તો નારાજ થઇને તે પોતાની રુમમાં જતો રહ્યો હતો અને પંખા સાથે ગળે ફાંસો લગાવી દીધો હતો. 
સવારે જ્યારે પરિવારે દરવાજો ખખડાવ્યો ત્યારે દરવાજો ખુલ્યો ન હતો જેથી બારી ખોલીને જોવામાં આવતાં પરિવારના હોશકોશ ઉડી ગયા હતા. બાળકની લાશ પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળી હતી. આ મામલે તત્કાળ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને દરવાજો તોડીને લાશનો કબજો લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. 
બાળકના પિતા રઘુનાથ પ્રસાદ ગુપ્તાએ કહ્યું કે તે રેલવેમાં કામ કરે છે અને પરિવાર સાથે કર્નલગંજ વિસ્તારમાં રહે છે. તેમને બે પુત્રો છે , જેમાંથી નાનો પુત્ર 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેનું ધ્યાન ભણવામાં ન હતું અને મોબાઇલમાં ગેમ રમવામાં વધુ હતું. મંગળવારે રાત્રે તે ભોજન કરતી વખતે પણ મોબાઇલમાં ગેમ રમતો હતો જેથી તેઓ પુત્રને આ બાબતે વઢ્યા હતા. 
પિતા વઢતા પુત્ર નારાજ થઇને ખાધા વગર જ પોતાના રુમમાં જતો રહ્યો હતો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પરિવારે વિચાર્યું કે સવાર સુધી તેનો ગુસ્સો ઉતરી જશે પણ તેમને જાણ ન હતી કે આટલી નાની વાત પર તે પોતાનું જીવન ટૂંકાવી દેશે. પિતા વારંવાર કહી રહ્યા હતા કે કાશ તેઓ તેને વઢ્યા ના હોત તો તેમનો પુત્ર આજે જીવીત હોત.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મોબાઇલ પર ગેમ રમવા બાબતે ટોકવા માટે પુત્રએ તેની માતાની હત્યા કરી હતી. આ પ્રકારના ચોંકાવનારા બનાવ વધી રહ્યા છે ત્યારે માતા પિતાએ પણ સાવચેત રહેવાની જરુર છે.
Advertisement
Tags :
Advertisement

.