ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આર્થિક સંકડામણથી પરેશાન વ્યક્તિએ આખરે આ શું કર્યું ? જાણો

મહારાષ્ટ્રના નાગપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણથી પરેશાન આ વ્યક્તિએ પોતાની પત્ની અને પુત્ર સાથે આત્મહત્યાના ઈરાદે આગ લગાવી હતી. આ દર્દનાક ઘટનામાં તેની પત્ની અને પુત્ર બચી ગયા છે. પરંતુ આગ લાગનાર વ્યક્તિનું મોત થયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, પત્ની અને પુત્ર સાથે લંચ કરવા માટે નીકળ્યા હતા, પરંતુ તેણે પોતાના પર અને તેની પત્ની અને પુત્ર પર પેટ્રોલ છાંટà
11:56 AM Jul 20, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્રના નાગપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણથી પરેશાન આ વ્યક્તિએ પોતાની પત્ની અને પુત્ર સાથે આત્મહત્યાના ઈરાદે આગ લગાવી હતી. આ દર્દનાક ઘટનામાં તેની પત્ની અને પુત્ર બચી ગયા છે. પરંતુ આગ લાગનાર વ્યક્તિનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પત્ની અને પુત્ર સાથે લંચ કરવા માટે નીકળ્યા હતા, પરંતુ તેણે પોતાના પર અને તેની પત્ની અને પુત્ર પર પેટ્રોલ છાંટીને પોતાને આગ ચાંપી દીધી હતી. જોકે પત્ની અને પુત્રએ કોઈક રીતે કારનો દરવાજો ખોલીને આગ પર કાબૂ મેળવી લીધો હતો ,જોકે કારની અંદર રામરાજ બળીને ખાખ થઈ ગયો હતો. પોલીસ હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટ કાર પાસે પડેલી બેગમાં અંદર હતી. જેમાં રામરાજે લખ્યું છે કે તે આર્થિક તંગીથી પરેશાન હતો અને તેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. 
અકસ્માતમાં કાર ચાલક રામરાજ ગોપાલકૃષ્ણ ભટ્ટ ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ પામ્યા. જયારે  પત્ની સંગીતા ભટ્ટ અને પુત્ર નંદન ભટ્ટ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓ વાઠોડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. 
Tags :
FinancialCrisisGujaratFirstpersontroubled
Next Article