આર્થિક સંકડામણથી પરેશાન વ્યક્તિએ આખરે આ શું કર્યું ? જાણો
મહારાષ્ટ્રના નાગપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણથી પરેશાન આ વ્યક્તિએ પોતાની પત્ની અને પુત્ર સાથે આત્મહત્યાના ઈરાદે આગ લગાવી હતી. આ દર્દનાક ઘટનામાં તેની પત્ની અને પુત્ર બચી ગયા છે. પરંતુ આગ લાગનાર વ્યક્તિનું મોત થયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, પત્ની અને પુત્ર સાથે લંચ કરવા માટે નીકળ્યા હતા, પરંતુ તેણે પોતાના પર અને તેની પત્ની અને પુત્ર પર પેટ્રોલ છાંટà
મહારાષ્ટ્રના નાગપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણથી પરેશાન આ વ્યક્તિએ પોતાની પત્ની અને પુત્ર સાથે આત્મહત્યાના ઈરાદે આગ લગાવી હતી. આ દર્દનાક ઘટનામાં તેની પત્ની અને પુત્ર બચી ગયા છે. પરંતુ આગ લાગનાર વ્યક્તિનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પત્ની અને પુત્ર સાથે લંચ કરવા માટે નીકળ્યા હતા, પરંતુ તેણે પોતાના પર અને તેની પત્ની અને પુત્ર પર પેટ્રોલ છાંટીને પોતાને આગ ચાંપી દીધી હતી. જોકે પત્ની અને પુત્રએ કોઈક રીતે કારનો દરવાજો ખોલીને આગ પર કાબૂ મેળવી લીધો હતો ,જોકે કારની અંદર રામરાજ બળીને ખાખ થઈ ગયો હતો. પોલીસ હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
Advertisement
मौत से भी डरावनी है आर्थिक तंगी !!
तभी तो आर्थिक तंगी से परेशान नागपुर के एक व्यक्ति ने परिवार सहित अपनी कार को ही आग लगा दी।
गनीमत है पत्नी और बेटा बच गए लेकिन परिवार के मुखिया रामराज भट्ट की मौत हो गई।@ndtvindia pic.twitter.com/uxKFBlr4ha— sunilkumar singh (@sunilcredible) July 20, 2022
પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટ કાર પાસે પડેલી બેગમાં અંદર હતી. જેમાં રામરાજે લખ્યું છે કે તે આર્થિક તંગીથી પરેશાન હતો અને તેના કારણે તેણે આ પગલું ભર્યું હતું.
અકસ્માતમાં કાર ચાલક રામરાજ ગોપાલકૃષ્ણ ભટ્ટ ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ પામ્યા. જયારે પત્ની સંગીતા ભટ્ટ અને પુત્ર નંદન ભટ્ટ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓ વાઠોડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.