ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત અને રાજસ્થાનના લોકોના વખાણ કરતા મુંબઈ શહેર વિશે આ શું બોલી ગયા મહારાષ્ટ્રના રાજ્યપાલ

મુંબઈ જેને દેશની આર્થિક રાજધાની કહેવાય છે તે વિશે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ એક એવું નિવેદન આપ્યું છે જે હાલમાં ખૂબ ચર્ચામાં છે. તેઓ પોતાના નિવેદનને લઈને વિવાદોમાં ફસાયા છે. તેમણે શુક્રવારે મુંબઈના ઘેરી વેસ્ટમાં આયોજિત એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો ગુજરાતી અને રાજસ્થાની લોકોને મુંબઈમાંથી કાઢી મુકવામાં આવ
05:53 AM Jul 30, 2022 IST | Vipul Pandya
મુંબઈ જેને દેશની આર્થિક રાજધાની કહેવાય છે તે વિશે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ એક એવું નિવેદન આપ્યું છે જે હાલમાં ખૂબ ચર્ચામાં છે. તેઓ પોતાના નિવેદનને લઈને વિવાદોમાં ફસાયા છે. તેમણે શુક્રવારે મુંબઈના ઘેરી વેસ્ટમાં આયોજિત એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. 
તેમણે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો ગુજરાતી અને રાજસ્થાની લોકોને મુંબઈમાંથી કાઢી મુકવામાં આવશે તો પૈસા નહીં બચે, ત્યારે મુંબઈ દેશની આર્થિક રાજધાની કેવી રીતે બની રહેશે. રાજ્યપાલના આ નિવેદનનો હવે ખૂબ વિરોધ થઈ રહ્યો છે. રાજ્યપાલે કહ્યું કે, મુંબઈને દેશની આર્થિક રાજધાની બનાવવામાં રાજસ્થાની-ગુજરાતી સમુદાયોનું યોગદાન નોંધપાત્ર છે. 

શિવસેના અને મનસેએ રાજ્યપાલના આ નિવેદનનો વિરોધ કર્યો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને રાજ્યપાલના નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી શિંદે પર નિશાન સાધતા તેમણે કહ્યું- 'CM શિંદે.. સાંભળો.. આ તમારું મહારાષ્ટ્ર અલગ છે.. જો થોડું પણ સ્વાભિમાન બાકી હોય તો હવે રાજ્યપાલનું રાજીનામું માગી લો.. દિલ્હીની સામે તમે કેટલું ઝૂકશો?'

બીજી તરફ કોંગ્રેસ નેતા સચિન સાવંતે તેમના પર કટાક્ષ કરતા કહ્યું કે, આ ભયાનક છે કે રાજ્યના રાજ્યપાલ તેમના જ રાજ્યના લોકોને બદનામ કરે છે. તેમના શાસનકાળ દરમિયાન રાજ્યપાલની સંસ્થાનું સ્તર અને મહારાષ્ટ્રની રાજકીય પરંપરાનું સ્તર ખરાબ થયું છે, પરંતુ મહારાષ્ટ્રનું પણ સતત અપમાન થયું છે. 
શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ મહારાષ્ટ્રના લોકોની મહેનતનું "અપમાન" કરવા બદલ રાજ્યપાલ પાસેથી તાત્કાલિક માફી માંગવાની માંગ કરી છે. તેમણે કહ્યું, "તે મહારાષ્ટ્રના લોકો અને મરાઠી માનુષની મહેનતનું અપમાન છે, જેમણે રાજ્યને દેશનું અગ્રણી રાજ્ય બનાવવા માટે રાત-દિવસ કામ કર્યું છે. રાજ્યપાલે તાત્કાલિક માફી માંગવી જોઈએ.
આ પણ વાંચો - શિંદે કેબિનેટનું માળખું ફાઈનલ, 65-35 ફોર્મ્યુલા પર મંત્રીઓ બની શકે
Tags :
controversyGujaratFirstMaharashtraMaharashtraGovernorMUMBAI
Next Article