Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનના પરમાણુ હથિયાર બાબતે શું કહ્યું ઇમરાન ખાને

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે તેમને દેશની પરમાણુ સંપત્તિનું રક્ષણ કરવાની શાહબાઝ સરકારની ક્ષમતા પર શંકા છે. જો કે પાકિસ્તાની સેનાએ ગુરુવારે આ આરોપોને ફગાવી દીધા હતા.તાજેતરમાં જ અવિશ્વાસ પ્રસ્તાવ બાદ પીએમ પદ પરથી હટાવવામાં આવેલા ઈમરાન ખાને  પેશાવરમાં એક રોડ શો દરમિયાન નવા પીએમ પર નિશાન સાધ્યું હતું. તેમણે પ્રશ્ન કર્યો કે શું પાકિસ્તાનના પરમાણુ હથિયારો 'લ
પાકિસ્તાનના પરમાણુ હથિયાર બાબતે શું કહ્યું ઇમરાન ખાને
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે તેમને દેશની પરમાણુ સંપત્તિનું રક્ષણ કરવાની શાહબાઝ સરકારની ક્ષમતા પર શંકા છે. જો કે પાકિસ્તાની સેનાએ ગુરુવારે આ આરોપોને ફગાવી દીધા હતા.
તાજેતરમાં જ અવિશ્વાસ પ્રસ્તાવ બાદ પીએમ પદ પરથી હટાવવામાં આવેલા ઈમરાન ખાને  પેશાવરમાં એક રોડ શો દરમિયાન નવા પીએમ પર નિશાન સાધ્યું હતું. તેમણે પ્રશ્ન કર્યો કે શું પાકિસ્તાનના પરમાણુ હથિયારો "લૂંટારા" અને "ચોરો" ના હાથમાં સુરક્ષિત છે. તેમણે આ નિવેદન દરમિયાન નવા ચૂંટાયેલા પીએમ શાહબાઝ શરીફનો પણ ઉલ્લેખ કર્યો. ઈમરાન ખાને કહ્યું કે તેઓ પૂછવા માગે છે કે શું "ષડયંત્ર" હેઠળ સત્તામાં લાવવામાં આવેલા લોકો દેશના પરમાણુ કાર્યક્રમને સુરક્ષિત કરી શકે છે.
જો કે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ, ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડાયરેક્ટર જનરલ (ડીજી), મેજર જનરલ બાબર ઇફ્તિખારે પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના આરોપોને ફગાવી દીધા હતા કે પાકિસ્તાનની પરમાણુ સંપત્તિ માત્ર  એક વ્યક્તીની નથી.
 ઈમરાન ખાને પોતાની હકાલપટ્ટી અંગે દાવો કર્યો હતો કે અમેરિકા તેમની સરકારને પાડીને વિપક્ષને સત્તામાં લાવવા માંગે છે. જોકે, અમેરિકાએ આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા શાહબાઝ શરીફ પાકિસ્તાનના 23માં વડાપ્રધાન બન્યા છે. સંયુક્ત વિપક્ષ તરફથી શાહબાઝ શરીફને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. શાહબાઝ શરીફે દેશના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા. 
Advertisement
Tags :
Advertisement

.