Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાતીય સંબંધ બાદ પીરિયડ્સ મિસ્ થઈ જાય તો શું કરી શકાય?

પહેલી વખત જાતીય સંબંધ બાંધ્યા બાદ ઘણી બધી એવી બાબતો કે અનુભવો થતા હોય છે, કે તેનો જવાબ શોધવા માટે ખૂબ જ પ્રયત્નો કરતા રહીએ છે. ઘણી વખત એવું પણ થાય કે પહેલી વખત સંબંધ બાંધ્યા બાદ કંઈક ચૂક તો નથી થઈ ગઈને તે બાબતે વિચારતા જ રહી જાય છે. તેમજ આ અનુભૂતિના મહિનો વીતિ ગયા બાદ તેના પરિણામની પણ ચિંતા રહી જતી હોય છે. ઘણાને મહિના બાદ દિવસો મિસ્ થઈ જાય એટલે એ ચિંતા વધુ વધવા લાગે છે. પરંતુ જો આવા સંજોગ
03:09 PM Jul 26, 2022 IST | Vipul Pandya
પહેલી વખત જાતીય સંબંધ બાંધ્યા બાદ ઘણી બધી એવી બાબતો કે અનુભવો થતા હોય છે, કે તેનો જવાબ શોધવા માટે ખૂબ જ પ્રયત્નો કરતા રહીએ છે. ઘણી વખત એવું પણ થાય કે પહેલી વખત સંબંધ બાંધ્યા બાદ કંઈક ચૂક તો નથી થઈ ગઈને તે બાબતે વિચારતા જ રહી જાય છે. તેમજ આ અનુભૂતિના મહિનો વીતિ ગયા બાદ તેના પરિણામની પણ ચિંતા રહી જતી હોય છે. ઘણાને મહિના બાદ દિવસો મિસ્ થઈ જાય એટલે એ ચિંતા વધુ વધવા લાગે છે. 
પરંતુ જો આવા સંજોગામાં એવું લાગે છે કે તમને ગર્ભ રહેશે, અને તમારે આ ગર્ભ નથી રાખાવો, તો તેવા સંજોગોમાં શું કરશો? જો તમે હમણાં મા બનવા ન માગતા હોવ તો શું કરશો? આ સાથે એ પણ જાણો કે જો તમે ગર્ભ પડાવવા કે ગર્ભ ન રહે માટે જરૂરી દવા માટે શું કરશો? તેમજ સહવાસથી ગર્ભ ન રહે એ માટે કોઇ સારી દવા લઈ શકાય ખરી? 
એક્સપર્ટ અનુસાર સૌ પ્રથમ આપ મહિનો પુરો થાય તેની રાહ જોવો. અને જો દસ એક દિવસ ઉપર ચઢી ગયા હોય અને પિરિયડ્સમાં ન થાવ તો પેશાબની ચોક્કસ તપાસ કરાવી લો. જો એમાં પ્રેગ્નન્સી રહેલ હોય તો ડોક્ટરની સલાહ મુજબ દવા લો. આ માટે ડોક્ટરની રૂબરુ મુલાકાત લેવી ખૂબ જ જરૂરી છે. અત્યારે કોઇ જ દવા ના લેવી જોઇએ. ગર્ભ ન રહે તે માટેની દવા સમાગમના 72 કલાકની અંદર લેવાની હોય છે. પણ હવે તે સમય જતો રહ્યો છે. આ દવાને ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ કહેવામાં આવે છે. તેથી હવે અત્યારે આ દવા લેવાથી કોઇ જ ફાયદો થશે નહી.
જો આપના લગ્ન ના થયેલ હોય તો ભવિષ્યમાં સમાગમ વખતે તમારા માટે નિરોધનો પ્રયોગ ઉતમ રહેશે. તેનાથી ગર્ભ રહેવાની શક્યતા 99% નથી રહેતી. સાથે સાથે જાતીય બીમારીઓથી પણ રક્ષણ મળશે. જો આપનાં લગ્ન થઇ ગયા હોય તો આ પતિ-પત્ની સાથે મળીને કોઇ એક નિર્ણય પર આવી શકો છે. આપ ત્રણ કે પાંચ વર્ષ જેટલા સમય માટે પણ મા બનવા નથી માગતા, તેટલા સમય મર્યાદાની કોપર-ટી પહેરી શકો છો. અથવા તો આપનાં પતિ કોન્ડોમનો પ્રયોગ કરે તો આપ બંને માટે સુરક્ષિત છે. હવે નિર્ણય આપ બંનેએ આંતરિક સહમતિથી કરવાનો રહેશે કે આપ ગર્ભ ધારણ ન થઇ જાય તે માટે કયુ સાધન ઉપયોગ કરવાં ઈચ્છો છો..
Tags :
CondomcoupleGujaratFirstPrecautionSex
Next Article