Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વેસ્ટ ઈન્ડિઝ-આયર્લેન્ડ વચ્ચે આજે કરો યા મરો જેવી સ્થિતિ, જે ટીમ હારશે તે થશે ઘર ભેગી

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં, વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ (WI ​​vs IRE) વચ્ચે આજે એટલે કે શુક્રવારે (21 ઓક્ટોબર) મેચ રમાશે. મેચ હોબાર્ટના બેલેરીવ ઓવલ સ્ટેડિયમમાં IST સવારે 9:30 વાગ્યે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ સુપર 12 માટે ક્વોલિફાય થશે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે બે મેચ રમી છે જેમાં એકમાં ટીમને હાર મળી હતી અને બીજી મેચમાં જીત. વળી આયર્લેન્ડે પણ એક મેચ જીતી છે. આવી સ્થિતિમાં આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાàª
વેસ્ટ ઈન્ડિઝ આયર્લેન્ડ વચ્ચે આજે કરો યા મરો જેવી સ્થિતિ  જે ટીમ હારશે તે થશે ઘર ભેગી
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં, વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ (WI ​​vs IRE) વચ્ચે આજે એટલે કે શુક્રવારે (21 ઓક્ટોબર) મેચ રમાશે. મેચ હોબાર્ટના બેલેરીવ ઓવલ સ્ટેડિયમમાં IST સવારે 9:30 વાગ્યે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ સુપર 12 માટે ક્વોલિફાય થશે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે બે મેચ રમી છે જેમાં એકમાં ટીમને હાર મળી હતી અને બીજી મેચમાં જીત. વળી આયર્લેન્ડે પણ એક મેચ જીતી છે. આવી સ્થિતિમાં આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. 
એક ટીમની વર્લ્ડ કપની સફર આજે થશે ખતમ
T20 વર્લ્ડ કપમાં સુપર 12મા સ્થાન મેળવવા માટે આજે ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાશે. બંને ટીમોએ ક્વોલિફાયર રાઉન્ડમાં અત્યાર સુધી એક-એક મેચ જીતી છે. આ સાથે જ બંનેને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ બંને ટીમ માટે Do or Die જેવી છે. આજે જે ટીમ હારશે તેની વર્લ્ડ કપની સફર આજે સમાપ્ત થઇ જશે. આજે બે મેચ રમાવાની છે જેમા સવારે 9.30 વાગ્યે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાશે જ્યારે બીજી મેચ બપોરે 1.30 વાગ્યે રમાશે. 
Advertisement

હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, આજે રમાઈ રહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

સુપર 12 માટે ક્વોલિફાય થશે
સ્કોટલેન્ડે પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું, પરંતુ પછીની મેચમાં વિન્ડીઝની ટીમે ઝિમ્બાબ્વેને હરાવીને વાપસી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. ઝિમ્બાબ્વે સામે જોસેફે 4 ઓવરમાં 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી જ્યારે હોલ્ડરે 3 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. બીજી તરફ આયર્લેન્ડને પણ પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ પરાજય આપ્યો હતો, પરંતુ ટીમે બીજી મેચમાં સ્કોટલેન્ડને હરાવીને શાનદાર વાપસી કરી હતી. આયર્લેન્ડે ખૂબ જ નજીકની મેચમાં સ્કોટલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. ટીમ માટે કર્ટિસ કેમ્ફે માત્ર 32 બોલમાં 72 રન બનાવ્યા હતા જ્યારે જ્યોર્જ ડોકરેલે 39 રન બનાવ્યા હતા. બંને ટીમો મેચ જીતીને સુપર 12મા પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે મેદાન પર ઉતરશે.
પિચ રિપોર્ટ
હોબાર્ટના બેલેરીવ ઓવલ સ્ટેડિયમની પિચ પર બેટિંગ કરવી સરળ છે. બેટ્સમેન અહીં ઘણા રન બનાવી શકે છે. આ સાથે જ બોલરોને પણ ખૂબ જ સ્પીડ મળે છે અને મેદાન પર ઉછાળો આવે છે. સાથે જ મેદાન પર સ્કોરનો પીછો કરવો સરળ માનવામાં આવે છે. આ મેદાન પર ત્રણ T20 મેચોની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરીને ટીમે બે મેચ જીતી છે. પ્રથમ બોલિંગ કરતી વખતે, એક મેચ જીતવામાં આવી છે. આ મેદાન પર પ્રથમ બેટિંગ કરતા 170 રનનો સ્કોર થયો હતો.
આ મેચમાં બંને ટીમ પ્લેઈંગ ઈલેવન
આયર્લેન્ડ (પ્લેઇંગ ઇલેવન): 
પોલ સ્ટર્લિંગ, એન્ડ્રુ બાલ્બિર્ની (c), લોર્કન ટકર (wk), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્પર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, માર્ક અડાયર, સિમી સિંઘ, બેરી મેકકાર્થી, જોશુઆ લિટલ
વેસ્ટ ઈન્ડિઝ (પ્લેઈંગ ઈલેવન): 
કાયલ મેયર્સ, જોન્સન ચાર્લ્સ, એવિન લુઈસ, બ્રાન્ડોન કિંગ, નિકોલસ પૂરન (w/c), રોવમેન પોવેલ, જેસન હોલ્ડર, અકીલ હોસેન, ઓડિયન સ્મિથ, અલ્ઝારી જોસેફ, ઓબેડ મેકકોય
Advertisement
Tags :
Advertisement

.