વેસ્ટઈન્ડિઝે T20 વિશ્વકપ માટે ટીમ કરી જાહેર, આ સ્ટાર ખેલાડીઓ બહાર
ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વિશ્વકપમાં હવે એક મહિનાનો સમય બાકી છે. આ ટૂર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલિયા, ભારત, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. આ ક્રમમાં બે વખતની ટી20 વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે બુધવાર, 14 સપ્ટેમ્બરે પોતાની ટીમ જાહેર કરી છે. પરંતુ આ ટીમમાં ઘણા ટી20 સ્ટારને જગ્યા મળી નથી.
બોર્ડે સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ અને સુનીલ નરેન જેવા ખેલાડીઓને વિશ્વકપની ટીમમાં પસંદ કર્યા નથી. વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આઈસીસી ટી20 વિશ્વકપ માટે પસંદ કરાયેલા 15 ખેલાડીઓમાં સ્ટાર ઓપનર એવિન લુઈસની વાપસી થઈ છે. લુઈસ 2021માં રમાયેલ ટી20 વિશ્વકપ બાદ પ્રથમવાર ટીમમાં વાપસી કરી રહ્યો છે. ટીમમાં યાનિક કૈરિયા અને રેમન રીફરના રૂપમાં બે અનકેપ્ડ ખેલાડી પણ છે.
વેસ્ટઈન્ડિઝ આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપ 2022ના પ્રથમ રાઉન્ડમાં પોતાની પ્રથમ મેચમાં 19 ઓક્ટોબરે ઝિમ્બાબ્વે સામે રમશે. વેસ્ટ ઈન્ડિઝના ગ્રુપમાં સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ અન્ય ટીમો છે. ગ્રુપ-બીની ટોપની બે ટીમો સુપર-12માં સામેલ થશે. વિશ્વકપ પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 5 ઓક્ટોબર અને 7 ઓક્ટોબરે બે મેચોની ટી20 સિરીઝ ઓસ્ટ્રેલિયા સામે રમશે.
ટી20 વિશ્વકપ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ
નિકોલસ પૂરન (કેપ્ટન), રોવમૈન પોવેલ, યાનિક કૈરિયા, જોનસન ચાર્લ્સ, શેલ્ડન કોટરેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, એવિન લુઈસ, કાઇલ મેયર્સ, ઓબેદ મેકોય, રેમન રેફર, ઓડિયન સ્મિથ.