Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત સરકારના નળ સે જળના દાવાઓની પોલ ખુલી, જેતપુરના લોકો ટેન્કરની વાટે

રાજ્ય સરકાર ગુજરાતમાં પાણીના મામલે ઘરે ઘરે નળ મારફતે પાણી મળતું હોવાની વાત કરે છે અને ટેંકર લેસ ગુજરાત બન્યું હોવાં દાવા કરે છે પરંતુ રાજકોટ જિલ્લાનાં જેતપુરમાં આ વાત પોકળ સાબિત થઇ છે. જેતપુરમાં આવેલ દાતાર નગરમાં પાણીની પાઇપ લાઇન હોવા છતાં પાણી વિહોણા રહેશે તેમજ વીરા શકિતમાં લોકોને દરરરોજ 10 થી વધુ ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે.લોકોની માગ છે કે હવે ટેન્કરના બદલે લાઈન à
11:25 AM Apr 16, 2022 IST | Vipul Pandya
રાજ્ય સરકાર ગુજરાતમાં પાણીના મામલે ઘરે ઘરે નળ મારફતે પાણી મળતું હોવાની વાત કરે છે અને ટેંકર લેસ ગુજરાત બન્યું હોવાં દાવા કરે છે પરંતુ રાજકોટ જિલ્લાનાં જેતપુરમાં આ વાત પોકળ સાબિત થઇ છે. જેતપુરમાં આવેલ દાતાર નગરમાં પાણીની પાઇપ લાઇન હોવા છતાં પાણી વિહોણા રહેશે તેમજ વીરા શકિતમાં લોકોને દરરરોજ 10 થી વધુ ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે.
લોકોની માગ છે કે હવે ટેન્કરના બદલે લાઈન મારફતે લોકોને પાણી આપવામાં આવે તે જરૂરી છે. જેતપુરનાં દાતાર નગરના લોકોને નગરપાલિકાની પીવાના પાણીની લાઈન હોવા છતાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી પૂરો ફોર્સનાં  મળવાને કારણે  પૂરતું પાણી નથી મળી રહ્યું. જેથી સ્થાનિકોએ વાપરવાના પાણી માટેનાં છૂટકે ટેન્કર મારફતે પાણી મંગાવુ પડી રહ્યું છે તેમજ પીવાના પાણી માટે મહિલાઓને બેડાં લઈને પાણી ભરવા જવું પડી રહ્યું છે. બીજા વિસ્તારની વાત કરીએ તો જેતપુરનાં વીરા શકિત સ્લમ વિસ્તાર રેલવે લાઇનને અડીને આવેલ હોઈ આ વિસ્તારમાં ધાર વિસ્તારમાં હોવાને કારણે નગરપાલિકાની પીવાના પાણીની પાઇપ લાઇન નાખી શકાતી નથી. જેતપુર નગરપાલિકા દ્વારા પાંચ - છ દિવસે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ લોકોને ટેંકરનું પાણી પુરુ પડતું ન હોવાના કારણે ટેન્કરની રાહ જોવી પડી રહી છે. વધુ વસ્તી ધરાવતા લોકો પાણી વગર અકળાઈ રહ્યા છે. 
 
ટેન્કર પણ મોંઘા થયા.
મોંઘવારી વધી રહી છે પેટ્રોલ-ડિઝલના ભાવ વધતાની સાથે જ પરિવહન પણ મોંઘું થયું છે. ખાનગી પાણીના ટેન્કરો ગત વર્ષ સુધીમાં અઢીસોથી ત્રણસો રૂપિયા મળી જતા હતા. હાલમાં પાંચ હજાર લીટર પાણીનું ટેન્કર 400થી માંડીને 500 રૂપિયામાં મળી રહ્યું છે. વિસ્તારનું અંતર અને સમયને ધ્યાને લઇને જુદાજુદા ભાવો લેવાઇ રહ્યા છે. 
 
ભાદર -1 માં ભરપૂર પાણી છતાં જેતપુરની પછાત વિસ્તાર પાણી વિહોણો
 જેતપુર પાસે આવેલ ભાદર-1 ડેમમાં હાલ 26.60 ફૂટ જેટલો પાણી ભરેલ હોઈ તેમજ ઉનાળુ  પાક માટે 2000 હેકટર જમીન માટે સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવી રહ્યું હોય  તેમજ આ ડેમમાંથી અનેક વિસ્તારો અને પીવાના પાણી માટે સ્ત્રોત આપેલ હોય તેમ  છતાં જેતપુર નવાગઢ નગરપાલિકાનાં તંત્રના કારણે પછાત વિસ્તાર પાણી માટે વલખા મારી રહ્યો છે. આ વિસ્તાર નગરપાલિકામાં આવી ગયો છે. નગરપાલિકા વિવિધ ટેક્સ લોકો ભરતા થઇ ગયા પરંતુ પીવાના પાણી માટે હાલમાં પણ લોકો પાણીના ટેન્કર પર નભી રહ્યા છે. નગરપાલિકા પીવાના પાણીની લાઇનો પણ છે પરતું ફોર્સનાં કારણે પાણી ધીમું આવતું હોઈ પાણી પૂરું થતું નથી અનેક રજૂઆતો કરી છતાં હજુ સુધી પાણીનો પ્રશ્ન હલ નથી થયો આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. 
 
જેતપુરના છેવાડાનો દાતાર વિસ્તારની સ્થાનિક મહિલાએ જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી પાણીની પારાયણ છે નગરપાલિકાના સત્તાધીશોને અનેક રજૂઆતો કરવા છતાં પાણી આપવામાં ઠાગઠૈયા કરી રહ્યા છે. દરરોજની રોજી રોટી મેળવવા માટે મહેનત કરીએ પણ એ તમામ કમાણી પાણીનાં ટેન્કર મગાવવામાં જતાં રહે છે. ઘરના સભ્યો વધુ હોવાથી ટેન્કર મારફતે પાણી મગવામાં આવે છે તે પણ પૂરું નથી થતું. દાતાર નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ઘણી જગ્યાએ પીવા માટે પાણીની પાઇલાઇનજ નથી પીવાના પાણી માટે વલખા મારવા પડે છે ઉમર થઈ ગઈ હોવા છતાં બાજુમાં આવેલ વિસ્તારમાં પાણીના બેડા લઈને પાણી ભરવા જવું પડે છે. નગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી પીવાના પાણી માટે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી સ્થાનિકોની માંગ છે કે વ્હેલી તકે પાણી આપવામાં આવે. 
 
તંત્રએ આપી આ બાંહેદરી  
જેતપુરના પછાત વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનાં કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો તેમજ મહિલાઓના આક્ષેપો તેમજ અનેક રજૂઆતનાં પગલે નગરપાલિકાના વોટર વર્ક્સના ચેરમેન ન સંપર્ક કરતા કહ્યું કે આ વિસ્તાર જે ઊંચાઈ ઉપર આવેલ છે જેથી આ સમસ્યા સર્જાઈ રહી છે.તેમજ સરકારની  યોજના નલ પે જલ યોજના અંતર્ગત આ વિસ્તારને તાત્કાલિક અસરથી આવરી લેવામાં આવશે તેમજ આ સમસ્યાનું વ્હેલી તકે નિવારણ કરવામાં આવશે 
Tags :
GujaratGujaratFirstJetpurnagarpalikanalsejalRAJKOTwatershortage
Next Article