ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉનાળાના પ્રારંભે જ પાણીનો કકળાટ, દ્વારકા ખંભાળિયા નજીકના ગામોના લોકોને પીવાના પાણી માટે વલખાં

રાજયભરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ પાણીનો પોકાર ઉઠવા માંડયો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પાણીની તીવ્ર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા લોકોની પાણીની સમસ્યાની રજૂઆત સરકાર સુધી પહોંચે તે માટે ખાસ અભિયાન શરુ કરાયું છે. દ્વારકા ખંભાળિયા પાસેના ગામોના લોકોને ભર ઉનાળે પાણી મળતું નથી. પાણી મળે તો ખારુ પાણી મળે છે અને તેથી તેમને પાણી ભરવા 3 કિમી દુર જવુà
11:37 AM Apr 08, 2022 IST | Vipul Pandya

રાજયભરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ પાણીનો પોકાર ઉઠવા માંડયો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પાણીની તીવ્ર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા લોકોની પાણીની સમસ્યાની રજૂઆત સરકાર સુધી પહોંચે તે માટે ખાસ અભિયાન શરુ કરાયું છે. દ્વારકા ખંભાળિયા પાસેના ગામોના લોકોને ભર ઉનાળે પાણી મળતું નથી. પાણી મળે તો ખારુ પાણી મળે છે અને તેથી તેમને પાણી ભરવા 3 કિમી દુર જવું પડે છે. 


પાણી એ લોકોના જીવન માટે પાયાની જરુરીયાત છે, છતાં અતંરિયાળ ગામોના લોકોને પાણી સહેલાઇથી ઉપલબ્ધ નથી. વર્ષોથી પાણીની સમસ્યાને હલ કરી શકાઇ નથી. રાજયના વિવિધ વિસ્તારોમાં ઉનાળાનો પ્રારંભ થતાં જ પાણીની બુમ ઉઠી રહી છે. અંતરીયાળ વિસ્તારમાં પાણીની તીવ્ર સમસ્યા છે. પાણી માટે લોકોને ટળવળવું પડે છે. 
દ્વારકા ખંભાળીયાના નાના માંઢા ગામના લોકોને પાણી માટે હાલાકી ભોગવવી પડે છે. ગામથી 3 કિમી દુર પાણી લેવા જવું પડે છે. પાઇપ લાઇનના પાણી લીકેજના કારણે ખાડા ભરાય છે અને ગામની મહિલાઓને આ ખાડાના દુષીત પાણી ભરવું પડે છે.  આ વિસ્તારમાં રહેતા માલધારી સમાજને મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.  માલધારી સમાજના લોકોને તથા તેમના ઢોરને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. 
ગ્રામજનો કહે છે કે, ગામની મહિલાઓને દુર પાણી ભરવા જવુ પડે છે. 90 વર્ષના વૃદ્ધને 2 કિમી દુર જવું પડે છે. અમને પાણી મળતું નથી. ગામે ગામ હવાડા બનાવ્યા છે પણ તેમાં પાણી ભર્યું નથી તો હવાડા બનાવે શું કામ છે. સરકાર કેમ જોતી નથી કે હવાડામાં પાણી કેમ ભરાતું નથી. તંત્રના બહેરા કાન સુધી  અમારી રજૂઆતો સંભળાતી નથી. 
ગામના રમેશ માલધારીએ આરોપ લગાવ્યો કે ગામના સરપંચના મળતીયાને ડાઇરેકટ કનેકશનથી પાણી મળે છે પણ વખતો વખતની રજૂઆત પછી પણ અમને પાણી  મળતું નથી. ઘણી રજૂઆત બાદ પાણી મળે છે તે પાણી ખારું હોય છે અને પાણી પીવાલાયક મળતું નથી.  ગામની મહિલાઓ કહે છે કે ખુલ્લીદાદાગીરી કરીને ગ્રામજનોને તંત્ર દ્વારા પાણી અપાતુ નથી.  અને જણાવાય છે કે જયાં રજૂઆત કરવી હોય ત્યાં  કરો. ગ્રામજનોએ પાણી મુદ્દે ભારે આક્રોષ વ્યકત કર્યો હતો. 
                                                                                                                                                                                                                                                                                           

Tags :
DwarkaGujaratFirstWaterProblem
Next Article