રેસ્ક્યુ દરમિયાન સેફ્ટી બેલ્ટ તૂટતા યાત્રી નીચે પટકાયો, હજુ પણ 12 લોકો ટ્રોલીમાં ફસાયા, જુઓ વિડીયો
ઝારખંડમાં દેવઘરથી 22 કિમી દૂર ત્રિકુટ ખાતે રોપ-વે તૂટી જવાના કારણે થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 38 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જો કે હજુ પણ 12 જેટલા લોકો ફસાયેલા છે. સોમવારે સેનાના હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે. આ બચાવ કામગીરી દરમિયાન એક અકસ્માત સર્જાયો હતો. જ્યારે એક વ્યક્તિને ટ્રોલીમાંથી બહાર કાઢીને હેલિકોપ્ટરની અંદર લઈ જવામાં આવી રહ્યો હતો. ત
02:52 PM Apr 11, 2022 IST
|
Vipul Pandya
ઝારખંડમાં દેવઘરથી 22 કિમી દૂર ત્રિકુટ ખાતે રોપ-વે તૂટી જવાના કારણે થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 38 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જો કે હજુ પણ 12 જેટલા લોકો ફસાયેલા છે. સોમવારે સેનાના હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે. આ બચાવ કામગીરી દરમિયાન એક અકસ્માત સર્જાયો હતો. જ્યારે એક વ્યક્તિને ટ્રોલીમાંથી બહાર કાઢીને હેલિકોપ્ટરની અંદર લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે તેનો સેફ્ટી બેલ્ટ તૂટી જવાના કારણે તે નીચે પટકાયો હતો.
લગભગ દોઢ હજાર કિમી ઉંચે હેલિકોપ્ટરમાંથી નીચે ખીણમાં પડલા તે વ્યક્તિનું મોત થયું છે. હાલ ત્રણ ટ્રોલીમાં 12 લોકો ફસાયા છે. અંધારાના કારણે બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે.
મળતી માહિતી અનુસાર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક વ્યક્તિને ફસાયેલી ટ્રોલીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બચાવ ટીમ તેને ચેતક હેલિકોપ્ટર પર લાવી રહી હતી. હેલિકોપ્ટર પર લાવવામાં આવતો તે દરમિયાન જ તે વ્યક્તિનો હાથ છુટી ગયો તો સેફ્ટી બેલ્ટ પણ તૂટી ગયો. જેના કારણે તે વ્યક્તિ ખીણમાં પટકાયો હતો. જેથી તેનું મોત નીપજ્યું છે. આજે પણ બચાવ કામગીરી પુરી નથી થઈ. હાલમાં ત્રિકૂટમાં ત્રણ ટ્રોલીમાં 12 લોકો ફસાયા છે. 24 કલાક કરતા વધુ સમયથી ફસાયેલા આ લોકોને ભોજન અને પાણી આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
એરફોર્સ અને NDRFના જવાનોએ ત્રિકૂટ પર ફસાયેલા લોકોને બચાવવા માટે આ ઓપરેશનને કમાન્ડ કર્યું છે. 2000 ફૂટની ઊંચાઈએ ફસાયેલી ટ્રોલીઓમાંથી લોકોને ખૂબ જ ઝડપથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. પરંતુ 19 નંબરની ટ્રોલી અઘરામાં ફસાઈ ગઈ છે. આ જગ્યાએથી જમીનની ઊંડાઈ ઘણી વધારે છે. રેસ્ક્યુ ઓપરેશન ટીમનું કહેવું છે કે આવી સ્થિતિમાં તેને જમીનની બાજુથી બચાવી શકાય તેમ નથી. આ બચાવમાં હેલિકોપ્ટરથી એર રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
Next Article