Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જોજો ધ્યાન રાખજો! વર્ષ 2023 સમગ્ર વિશ્વ માટે સાબિત થઇ શકે છે સૌથી ખરાબ, IMFએ આપી ચેતવણી

નવા વર્ષની શરૂઆત સારી થાય તેની દુનિયાભરના લોકો આશા રાખતા હોય છે. પરંતુ તાજેતરમાં મળી રહેલા સમાચાર મુજબ આ વર્ષ દુનિયા માટે ખરાબ સાબિત થવાનું છે. જીહા, આ અંગે આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ એટલે કે IMF (International Monetary Fund) એ ચેતવણી આપી છે. આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (IMF) એ ચેતવણી આપી છે કે આ વર્ષે વિશ્વનો 1/3 ભાગ મંદીની ઝપટમાં આવશે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા, યુરોપિયન યુનિયન અને ચીન મ
07:31 AM Jan 03, 2023 IST | Vipul Pandya
નવા વર્ષની શરૂઆત સારી થાય તેની દુનિયાભરના લોકો આશા રાખતા હોય છે. પરંતુ તાજેતરમાં મળી રહેલા સમાચાર મુજબ આ વર્ષ દુનિયા માટે ખરાબ સાબિત થવાનું છે. જીહા, આ અંગે આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ એટલે કે IMF (International Monetary Fund) એ ચેતવણી આપી છે. આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (IMF) એ ચેતવણી આપી છે કે આ વર્ષે વિશ્વનો 1/3 ભાગ મંદીની ઝપટમાં આવશે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા, યુરોપિયન યુનિયન અને ચીન માટે આ વર્ષ ખૂબ જ મુશ્કેલ રહેવાનું છે.
નવું વર્ષ પાછલા વર્ષ કરતાં વધુ મુશ્કેલ સાબિત થશે : IMF
IMFના પ્રમુખ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ આ અંગે ચેતવણી આપી છે. ક્રિસ્ટાલિનાએ કહ્યું છે કે, વર્ષ 2022માં વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશ (1/3) ભાગ મંદીની ઝપટમાં આવી જશે અને નવું વર્ષ પાછલા વર્ષ કરતાં વધુ મુશ્કેલ સાબિત થશે. તેમણે કહ્યું કે, વર્ષ 2023માં અમેરિકા, યુરોપિયન યુનિયન અને ચીન ધીમી અર્થવ્યવસ્થાનો સામનો કરશે. તેમણે આ વાત એવા સમયે કરી છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધના 10 મહિના પછી પણ તેના અંતના કોઈ સંકેત દેખાતા નથી. આ સિવાય ચીનમાં વધતી જતી મોંઘવારી, ઊંચા વ્યાજદર અને કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં, મોનેટરી ફંડે 2023 માટે આર્થિક વૃદ્ધિના અનુમાનમાં ઘટાડો કર્યો હતો. વૈશ્વિક સંસ્થાએ જણાવ્યું હતું કે, "વૈશ્વિક વિકાસ દર 2022માં ઘટીને 3.2 ટકા અને 2023માં 2.7 ટકા થવાની ધારણા છે, જે 2021માં છ ટકા હતો." વૈશ્વિક નાણાકીય કટોકટી અને કોવિડ-19 રોગચાળાના સમયને બાદ કરતાં, 2001 પછી વૃદ્ધિનું આ સૌથી નબળું વલણ છે.
વિશ્વની ત્રણેય મોટી અર્થવ્યવસ્થાઓ એકસાથે ધીમા પડી રહ્યા છે : IMF
IMFના પ્રમુખ જ્યોર્જિવાએ કહ્યું, "આગામી એક-બે મહિનાનો સમય ચીન માટે મુશ્કેલ રહેશે અને ચીનમાં વૃદ્ધિની પ્રાદેશિક અને વૈશ્વિક વૃદ્ધિ પર નકારાત્મક અસર પડશે." તેમણે વધુંમાં કહ્યું કે, વિશ્વની ત્રણેય મોટી અર્થવ્યવસ્થાઓ અમેરિકા હોય કે યુરોપિયન દેશો કે ચીન બધાં તમામ એકસાથે ધીમા પડી રહ્યા છે. ક્રિસ્ટાલિનાએ કહ્યું કે તેની અસર ખૂબ જ ઊંડી થવાની છે. જે દેશોમાં મંદી નથી ત્યાં પણ 2023 લાખો લોકો માટે મંદી જેવું લાગશે. યુક્રેનમાં યુદ્ધ અને ઝડપથી વધી રહેલા વ્યાજ દરો વચ્ચે IMFએ તેના વૈશ્વિક વૃદ્ધિ અનુમાનને જુલાઈમાં 2.9 ટકાથી ઘટાડીને ઓક્ટોબરમાં 2.7 ટકા કર્યો હતો.
ચીનની સૌથી ખરાબ હાલત થશે
IMFના પ્રમુખે કહ્યું કે, 2023ની શરૂઆત વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન માટે સૌથી ખરાબ રહેશે. તેમણે કહ્યું, 'આગામી કેટલાક મહિના ચીન માટે ખૂબ જ મુશ્કેલ થવાના છે. તેનાથી ચીનના વિકાસ પર નકારાત્મક અસર પડશે. વળી, તે ક્ષેત્ર અને વિશ્વ પર પણ તેની નકારાત્મક અસર પડશે. તાજેતરના ડેટા અનુસાર, વર્ષ 2022 ના અંતમાં, ચીનની અર્થવ્યવસ્થામાં ઘટાડો થયો છે. ડિસેમ્બર મહિના માટે PMI (પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ) માં સતત ત્રીજા મહિને ઘટાડો નોંધાયો છે. ચાઇના ઇન્ડેક્સ એકેડમીના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરમાં સતત છઠ્ઠા મહિને 100 શહેરોમાં મકાનોના ભાવમાં ઘટાડો થયો હતો. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે દેશ નવા યુગમાં પ્રવેશી રહ્યો છે. આવી સ્થિતિમાં દેશમાં નવા પ્રયાસો અને એકતાની જરૂર છે.
ભારત વિશે શું છે આગાહી?
જ્યોર્જિવાએ ભારત વિશે સીધી રીતે કોઈ આગાહી નથી કરી, પરંતુ કહ્યું કે મંદીની અસર તમામ દેશોમાં જોવા મળશે. જોકે IMF ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ઓક્ટોબરમાં કહ્યું હતું કે ભારત વર્ષ 2023માં સમગ્ર વિશ્વમાં પોતાની છાપ છોડી દેશે. ભારત આ મુશ્કેલ સમય છતાં વર્તમાન અંધકારમાં એક તેજસ્વી સ્થળ કહેવાને પાત્ર છે કારણ કે તે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. જ્યોર્જિવાએ કહ્યું હતું કે ભારત માળખાકીય સુધારામાં આગળ છે અને ડિજિટાઇઝેશનમાં નોંધપાત્ર સફળતા મેળવી છે.
આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયામાં બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા, ચાર લોકોના થયા મોત, ત્રણ ઈજાગ્રસ્ત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
1/3World2023RecessionAlertGlobleEconomyGujaratFirstIMFIMFAlertInternationalMonetaryFundKristalinaGeorgievaRecessionRecessionFearWarnedWorldEconomy
Next Article