ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લો બોલો! AAP નેતાનો પોતાની જ પાર્ટી સામેનો વિરોધ જુઓ, ચઢી ગયા ટાવર પર

ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી ઘણા નેતાઓ નારાજ થતા જોયા હશે તો ઘણા નેતાઓ પાર્ટીથી નારાજ થઈને રાજીનામું આપે છે અને ઘણા પાર્ટી બદલી નાખે છે. આમ આદમી પાર્ટી (AAP)ના ભૂતપૂર્વ કાઉન્સિલર હસીબ-ઉલ-હસન આજે પાર્ટીની કથિત ખોટી નીતિઓનો વિરોધ કરવા દિલ્હીના શાસ્ત્રી પાર્ક મેટ્રો સ્ટેશનની સામેના હાઈ ટેન્શન વાયર ટાવર પર ચઢી ગયા હતા. ટિકિટ ન મળતા નેતા થયા નારાજજણાવવામાં આવી રહ્યું છે કે, આમ આદમી પાર્ટીન
09:34 AM Nov 13, 2022 IST | Vipul Pandya
ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી ઘણા નેતાઓ નારાજ થતા જોયા હશે તો ઘણા નેતાઓ પાર્ટીથી નારાજ થઈને રાજીનામું આપે છે અને ઘણા પાર્ટી બદલી નાખે છે. આમ આદમી પાર્ટી (AAP)ના ભૂતપૂર્વ કાઉન્સિલર હસીબ-ઉલ-હસન આજે પાર્ટીની કથિત ખોટી નીતિઓનો વિરોધ કરવા દિલ્હીના શાસ્ત્રી પાર્ક મેટ્રો સ્ટેશનની સામેના હાઈ ટેન્શન વાયર ટાવર પર ચઢી ગયા હતા. 
ટિકિટ ન મળતા નેતા થયા નારાજ
જણાવવામાં આવી રહ્યું છે કે, આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર હસીબ-ઉલ-હસન આજે પાર્ટીની કથિત ખોટી નીતિઓના વિરોધમાં દિલ્હીના શાસ્ત્રી પાર્ક મેટ્રો સ્ટેશનની સામે એક હાઈ ટેન્શન વાયર ટાવર પર ચઢી ગયા હતા. તેમનો આરોપ છે કે પાર્ટીએ તેમને ટિકિટ પણ નથી આપી અને કાગળો પણ રાખી દેવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, તેમને આગામી MCD લડવા માટે ટિકિટ આપવામાં આવી ન હોતી અને તે પછી તેમણે આત્મહત્યા કરવાની ધમકી આપી હતી અને આ સ્ટ્રક્ચર પર ચઢી ગયા હતા.

AAPએ પ્રથમ યાદીમાં 70 મહિલાઓને ટિકિટ આપી
AAP એ દિલ્હી MCD ચૂંટણી માટે 134 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી. 134ની યાદીમાં 70 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે પૂર્વ ધારાસભ્ય વિજેન્દર ગર્ગને MCD ચૂંટણીમાં AAP તરફથી નારાયણાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસમાંથી AAPમાં આવેલા દિલ્હીના સૌથી વરિષ્ઠ કાઉન્સિલર મુકેશ ગોયલ આદર્શ નગર વોર્ડમાંથી ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ગુડ્ડી દેવીને તિમારપુરના મલકાગંજથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
AAP નેતાઓ વિરુદ્ધ FIRની માગણી 
ટિકિટ કાપવાથી નારાજ આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર ટાવર પર ચઢી ગયા અને કૂદવાની ધમકી આપવા લાગ્યા. આ પછી પોલીસે તેમને સમજાવવાની ઘણી કોશિશ કરી. નીચે ઊભી રહેલી પોલીસ AAP નેતાને નીચે ઉતરવાની અપીલ કરતી રહી, પરંતુ તેઓ તેમના અસલ કાગળો અને AAP નેતાઓ વિરુદ્ધ FIR મેળવવાની માગણી કરતા રહ્યા. ભૂતપૂર્વ કાઉન્સિલરે આક્ષેપ કર્યો હતો કે, પક્ષના નેતા દુર્ગેશ પાઠક દ્વારા તેમના અસલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. આ સાથે તે ટાવર પર ચઢી ગયા અને હાઈવોલ્ટેજ ડ્રામા કરવા લાગ્યા.
આ પણ વાંચો - શું તમારા ઘરે પાલતું કૂતરું છે? તો આ નિયમ ધ્યાનથી વાચી જજો, નહીંતો થશે મોટું નુકસાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AAPAAPLeaderElectionGujaratFirstMCDMCDElectionTransmissionTower
Next Article