Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું પંજાબના CM ભગવંત માનને ફ્લાઇટમાંથી ઉતારી દેવાયા? વિપક્ષનો દાવો

શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. સુખબીર બાદલે દાવો કર્યો છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને લુફ્થાંસા એરલાઈન્સમાંથી નીચે ઉતારી દેવાયા હતા.સુખબીર બાદલના કહેવા પ્રમાણે, એરલાઈન્સે આ પગલું એટલા માટે લીધું કારણ કે સીએમ માને એટલો દારૂ પીધો હતો કે તેઓ ઉભા પણ થઈ શકતા ન હતા. બાદલે મીડિયા રિપોર્ટ્સને ટાંકીને આ à
શું પંજાબના cm ભગવંત માનને ફ્લાઇટમાંથી ઉતારી દેવાયા  વિપક્ષનો દાવો
શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. સુખબીર બાદલે દાવો કર્યો છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને લુફ્થાંસા એરલાઈન્સમાંથી નીચે ઉતારી દેવાયા હતા.સુખબીર બાદલના કહેવા પ્રમાણે, એરલાઈન્સે આ પગલું એટલા માટે લીધું કારણ કે સીએમ માને એટલો દારૂ પીધો હતો કે તેઓ ઉભા પણ થઈ શકતા ન હતા. બાદલે મીડિયા રિપોર્ટ્સને ટાંકીને આ દાવો કર્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી ભગવંત માનને વિમાનમાંથી ઉતારી દેવાના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે.
ભગવંત માન તાજેતરમાં જ જર્મની ગયા હતા. દરમિયાન, સુખબીર બાદલે ટ્વિટ કર્યું છે કે મુખ્યમંત્રી સાથેના મુસાફરોને ટાંકીને આઘાતજનક મીડિયા અહેવાલો બહાર આવ્યા છે કે પંજાબના સીએમ ભગવંત માનને લુફ્થાંસા એરલાઇન્સમાંથી ઉતારી દેવાયા હતા.  કારણ કે તેમણે ખૂબ દારૂ પીધો હતો. જેના કારણે ફ્લાઈટ ચાર કલાક મોડી પડી હતી. તેમણે કહ્યું કે આ અહેવાલ સમગ્ર વિશ્વમાં પંજાબીઓને શરમાવનારો છે.
સુખબીર બાદલે આગળ લખ્યું કે ચોંકાવનારી વાત એ છે કે પંજાબ સરકાર મુખ્યમંત્રીને લઈને આવા અહેવાલો પર મૌન છે. અરવિંદ કેજરીવાલે આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ. ભારત સરકારે પગલાં લેવા જોઈએ કારણ કે તેમાં પંજાબી અને રાષ્ટ્રીય ગૌરવ સામેલ છે. જો તેમને વિમાનમાંથી ઉતારી દેવાયા હોય તો ભારત સરકારે પોતાના જર્મન સમકક્ષ પાસે આ મુદ્દો ઉઠાવવો જોઈએ. બીજી તરફ બ્રિકમસિંહ મજીઠીયાએ પણ આ મામલે ભગવંત માન પર કટાક્ષ કર્યો છે.
Advertisement

AAPએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આપ દ્વારા કહેવાયું  કે મુખ્યમંત્રી તેમના નિયત કાર્યક્રમ મુજબ દિલ્હી પરત ફર્યા છે. આ આરોપો પાયાવિહોણા છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી માને 18 સપ્ટેમ્બરના રોજ જર્મનીથી ફ્લાઇટ લીધી હતી. તેઓ 19 સપ્ટેમ્બરે દિલ્હી પરત ફર્યા હતા. વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા અને ખોટો પ્રચાર છે.
આ તરફ વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ આ અહેવાલો પર તપાસની માંગ કરી છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ ભગવંત માનને ફ્રેન્કફર્ટમાં ઉતારવામાં આવ્યા હતા કારણ કે તેઓ મુસાફરી કરવાની સ્થિતિમાં ન હતા. તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સમક્ષ આ મુદ્દો ઉઠાવવાની માંગ કરી છે, જેથી તેનું કારણ જાહેર કરી શકાય.
બીજેપી સાંસદ પરવેશ વર્માએ ટ્વીટ કરીને કહ્યું કે, ભગવંત માને કેજરીવાલને વચન આપ્યું હતું કે તે ભારતમાં દારૂને હાથ નહીં લગાડે, વિદેશમાં નહીં.
Tags :
Advertisement

.