વોર્નના સપનામાં આવતા હતા ક્રિકેટના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર
સ્પિન બોલિંગના જાદુગર શેન વોર્ને 52 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. વોર્ન એક એવા જાદુગર કે જેના કરિશ્મા એક પેઢીએ વખાણ્યા છે અને આવનારી ઘણી પેઢીઓ પણ કરશે. શેન વોર્ન 22-યાર્ડ કેનવાસ પર 163-ગ્રામ લાલ બોલ વડે કાંડાનો જાદુ ફેલાવનાર એક મહાન ક્રિકેટર હતા. મહાન સ્પિનરે પોતાની કળાને એવી રીતે ફેલાવી કે પૂરી દુનિયાએ તેની પ્રશંસા કરી. ક્રિકેટના દિગ્ગજ અને પોતાની ધીમી બોલિંગથી બેટ્સમે
સ્પિન બોલિંગના જાદુગર શેન વોર્ને 52 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. વોર્ન એક એવા જાદુગર કે જેના કરિશ્મા એક પેઢીએ વખાણ્યા છે અને આવનારી ઘણી પેઢીઓ પણ કરશે. શેન વોર્ન 22-યાર્ડ કેનવાસ પર 163-ગ્રામ લાલ બોલ વડે કાંડાનો જાદુ ફેલાવનાર એક મહાન ક્રિકેટર હતા. મહાન સ્પિનરે પોતાની કળાને એવી રીતે ફેલાવી કે પૂરી દુનિયાએ તેની પ્રશંસા કરી.
ક્રિકેટના દિગ્ગજ અને પોતાની ધીમી બોલિંગથી બેટ્સમેનોને ચકિત કરનાર ઓસ્ટ્રેલિયન ખેલાડી શેન વોર્નનું હાર્ટ એટેકના કારણે નિધન થતા જ રમતગમત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ચાહકો ખૂબ જ દુઃખી હતા કે તેમનો ફેવરિટ પ્લેયર અચાનક દુનિયાને કેવી રીતે છોડી શકે છે. બોલિંગ દ્વારા શેન વોર્નને વિશ્વભરમાં જે ઓળખ મળી તે દરેક માટે એક મીલના પથ્થરથી ઓછુ નથી. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પણ ઘણી વખત તેમના વખાણ કર્યા છે. સચિન તેંડુલકર અને શેન વોર્ન 1998માં ટેસ્ટ મેચમાં આમનેસામને આવ્યા હતા.
વોર્ન જ્યારે ભારત સામે મેચ રમી રહ્યો હતો ત્યારે બધાને આશા હતી કે, તે સચિન તેંડુલકર પર ભારે પડશે. જ્યારે વોર્ન બોલિંગ કરવા આવ્યો ત્યારે તમામ દર્શકોએ આ ક્ષણોને ખૂબ નજીકથી નિહાળી હતી. એવું લાગતું હતું કે સચિન બેટથી રન બનાવવામાં માહેર છે અને વોર્ન ધીમો જાદુગર છે. વોર્નના પહેલા જ બોલ પર સચિને ચોક્કો ફટકાર્યો હતો. જે જોઇ થોડીવાર માટે વોર્ન પણ ચોંકી ગયો હતો.
વોર્નના મૃત્યુ બાદ ચાહકોના મનમાં સચિન તેંડુલકરની શારજાહમાં રમાયેલી ઐતિહાસિક ઈનિંગ્સનો ખ્યાલ આવી ગયો છે. 1998ના કોકા-કોલા કપમાં, સચિને છેલ્લી બે મેચોમાં શેન વોર્નની બોલિંગ પર તોફાની બેટિંગ કરી હતી. જે પછી વોર્નના સપનામાં પણ 'સચિન' દેખાવા લાગ્યો હતો.
Advertisement