વીવીએસ લક્ષ્મણને ટીમ ઈન્ડિયામાં મળી શકે છે સૌથી મોટી જવાબદારી
IPL 2022 ટૂર્નામેન્ટની મજા લેતા દર્શકોને જલ્દી જ ભારતીય ટીમ એક સાથે રમતા જોવા મળશે. ભારતીય ટીમ IPL 2022 પછી 9 થી 19 જૂન સુધી દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચોની હોમ T20 શ્રેણી રમશે. જોકે, અહીં એક મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, વીવીએસ લક્ષ્મણ ભારતીય ક્રિકટ ટીમના કોચના રૂપમાં જોવા મળી શકે છે. એવા અહેવાલ છે કે, વીવીએસ લક્ષ્મણ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ઘરેલું T20 શ્રેણી અને
IPL 2022 ટૂર્નામેન્ટની મજા લેતા દર્શકોને જલ્દી જ ભારતીય ટીમ એક સાથે રમતા જોવા મળશે. ભારતીય ટીમ IPL 2022 પછી 9 થી 19 જૂન સુધી દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચોની હોમ T20 શ્રેણી રમશે. જોકે, અહીં એક મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, વીવીએસ લક્ષ્મણ ભારતીય ક્રિકટ ટીમના કોચના રૂપમાં જોવા મળી શકે છે.
એવા અહેવાલ છે કે, વીવીએસ લક્ષ્મણ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ઘરેલું T20 શ્રેણી અને આયર્લેન્ડ વિરુદ્ધ બે મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના કોચ બની શકે છે. આ કઇંક એવું જ છે કે જે રીતે ગયા વર્ષે રાહુલ દ્રવિડના હાથમાં ઈન્ડિયા બી ટીમની કમાન સોંપવામાં આવી હતી. મહત્વનું છે કે, ભારતીય ટીમ પણ 16 જૂને ઈંગ્લેન્ડ જવા રવાના થવાની છે, જ્યાં તેણે 24 જૂનથી લેસ્ટરશાયર સામે વોર્મ-અપ મેચ અને પછી બર્મિંગહામમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે. ઈંગ્લેન્ડમાં 1 જુલાઈથી 5 જુલાઈ સુધી રમાનારી ટેસ્ટ મેચ બાદ ટીમ અહીં લિમિટેડ ઓવરોની શ્રેણી પણ રમશે. પરંતુ તારીખોના ઓવરલેપને કારણે બોર્ડ ફરી એકવાર ગયા વર્ષની જેમ બે ટીમો પસંદ કરી શકે છે.
વળી એવી અટકળો પણ ચાલી રહી છે કે, BCCI દક્ષિણ આફ્રિકા સામેની હોમ T20 અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે બે અલગ-અલગ ટીમો પસંદ કરી શકે છે. ટીમ ઈન્ડિયાના નિયમિત કોચ રાહુલ દ્રવિડ ઈંગ્લેન્ડના પ્રવાસ પર વરિષ્ઠ ખેલાડીઓની સાથે રહેશે જ્યારે વીવીએસ લક્ષ્મણને દક્ષિણ આફ્રિકા અને આયર્લેન્ડ વિરુદ્ધ બે મેચની T20 શ્રેણી માટે ઈન્ડિયા B ટીમનો કોચ બનાવવામાં આવી શકે છે. વેબસાઇટ ઇનસાઇડ સ્પોર્ટ્સ અનુસાર, BCCIના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, બોર્ડ વીવીએસ લક્ષ્મણને દક્ષિણ આફ્રિકા T20 શ્રેણી અને આયર્લેન્ડ વિરુદ્ધ T20 શ્રેણીમાં કોચની જવાબદારી નિભાવવા માટે કહી શકે છે.
મળી રહેલી માહિતી અનુસાર, રાહુલ દ્રવિડ ભારતની ટેસ્ટ ટીમની સાથે જશે, જે સૌપ્રથમ લેસ્ટરમાં 24-27 જૂન દરમિયાન ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. આ પછી, તે બર્મિંગહામમાં બેન સ્ટોક્સની કેપ્ટન્સીમાં ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમ સામે ટકરાશે. દરમિયાન રાહુલ દ્રવિડના સ્થાને વીવીએસ લક્ષ્મણને ટીમ સાથે આયર્લેન્ડ જવું પડશે. લક્ષ્મણ હાલમાં બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લક્ષ્મણને કોચિંગનો બહોળો અનુભવ છે.
Advertisement