Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બાઈડનના યુક્રેન પ્રવાસ બાદ પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું, કરી આ મહત્વપૂર્ણ જાહેરાત, તો પશ્ચિમી દેશોને લઈને કરી આ વાત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે રાષ્ટ્રને સંબોધન કર્યું. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ પર, તેમણે કહ્યું કે, 'અમે આ સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહ્યા છીએ, અમે શાંતિપૂર્ણ રીતે વાત કરી રહ્યા હતા, પરંતુ અમારી પીઠ પાછળ ખૂબ જ અલગ દૃશ્ય તૈયાર કરવામાં આવી રહ્યું હતું.ઝેલેન્સકી અને બાઈડેનની મુલાકાતઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનની યુક્
03:22 PM Feb 21, 2023 IST | Vipul Pandya
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે રાષ્ટ્રને સંબોધન કર્યું. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ પર, તેમણે કહ્યું કે, "અમે આ સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહ્યા છીએ, અમે શાંતિપૂર્ણ રીતે વાત કરી રહ્યા હતા, પરંતુ અમારી પીઠ પાછળ ખૂબ જ અલગ દૃશ્ય તૈયાર કરવામાં આવી રહ્યું હતું.
ઝેલેન્સકી અને બાઈડેનની મુલાકાત
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનની યુક્રેનની મુલાકાતના એક દિવસ બાદ પુતિનનું આ નિવેદન સામે આવ્યું છે. તેમના સંબોધનમાં, વ્લાદિમીર પુટિને પશ્ચિમ પર સંઘર્ષ ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સોમવારે સરપ્રાઈઝ વિઝિટ પર કિવ પહોંચ્યા હતા, જ્યાં તેમણે તેમના યુક્રેનિયન સમકક્ષ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઝેલેન્સકીએ બંને નેતાઓનો ફોટો શેર કર્યો અને કહ્યું કે, બાઈડેનની મુલાકાત તમામ યુક્રેનિયનો માટે સમર્થનનો અત્યંત મહત્વપૂર્ણ સંકેત છે. એક અહેવાલ અનુસાર, બિડેન પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડુડાને મળવા ગયા હતા. આ પછી તે અચાનક યુક્રેન પહોંચી ગયો.
રશિયા વિદેશી આર્થિક સંબંધોને વિસ્તારશે
તેમણે એશિયામાં ભારત, ચીન વગેરે દેશો સાથે વેપારને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર-દક્ષિણ કોરિડોર (INSTC)ના વિસ્તરણની પણ જાહેરાત કરી હતી. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, રશિયા વિદેશી આર્થિક સંબંધોને વિસ્તારશે અને નવા લોજિસ્ટિક કોરિડોર બનાવશે. તેઓ ભારત, ઈરાન, ચીન, પાકિસ્તાન જેવા દેશો સાથે આર્થિક સંબંધો વધારવા માટે ઉત્તર-દક્ષિણ કોરિડોરનો વિકાસ કરશે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર ભાર મૂકતાં પુતિને કહ્યું કે, 'અમે ભારત, ઈરાન, પાકિસ્તાન સાથે સહયોગ વધારવાની આશા રાખીએ છીએ. અમે ભારત સાથેના અમારા વેપારને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર-દક્ષિણ કોરિડોર (INSTC)નું નિર્માણ કરવાનું ચાલુ રાખીશું.
પુતીનના સંબોધનના અંશો
  • અમે અમારી જમીન માટે કોઈ પણ હદ સુધી જઈશું, અમને સપોર્ટ કરનારાઓનો ખુબ ખુબ આભાર. યૂદ્ધમાં શહીદ જવાનોને નમન, તેમના માટે ખાસ ફંડ બનાવવામાં આવશે.
  • પશ્વિમની વિચારધારા નાઝીઓની જેવી છે. જેમ નાઝીઓ લડતા તેવી રીતે જ લડી રહ્યાં છે. અમે ઐતિહાસિક ન્યાય માટે લડી રહ્યાં છીએ.
  • આવનારી પેઢીને યુદ્ધથી બચાવવાની છે  અને શપથ લઈએ છીએ કે દેશને બચાવીને રાખીશું, રશિયાની જનતાનો સાથ આપવા માટે આભાર.
  • સરહદ પર આપણું આક્રમણ તેજ થશે આપણે આપણી પેઢીની રક્ષા માટે લડી રહ્યાં છીએ. પશ્ચિમના દરેક ખોટા મનસૂબાઓ નાકામ કરીશું
  • અમે કોઈનો જીવ લેવા નથી માંગતા અમે ઈચ્છીએ છીએ કે શાંતિપૂર્ણ રીતે આ યુદ્ધનો હલ આવે.
  • યુક્રેન સાથે યુદ્ધ અમારો છેલ્લો વિકલ્પ હતો, રશિયાને તોડવાના પુરા ષડ્યંત્રો થયાં. પશ્ચિમ યુક્રેનને ખોટી રીતે પ્રોવેકેટ કરી રહ્યું છે. અમેરીકા સમસ્યાના ઉકેલ આવે એ તરફી નથી
  • પશ્ચિમી દેશો રશિયાના ભાગલા ભાડવા માંગે છે. યુદ્ધ માટે ટ્રિલિયન ડોલર આપવામાં આવી રહ્યાં છે
  • USએ  તમામ આંતરરાષ્ટ્રીય સમજુતીઓથી હાથ ઉંચા કરી દીધાં. અમેરીકાએ સિરિયા અને ઈરાક જેવી રમત રમી છે.
  • અમે અમારું ઘર અમારો દેશ અને અમારી જમીન બચાવી રહ્યાં છીએ. ડિસેમ્બરમાં જ ડોનબાસમાં યુદ્ધની તૈયારી હતી.
  • પશ્ચિમે દુનિયામાં પેનિક ફેલાવ્યું, પશ્ચિમ હંમેશાથી જ ખોટી રીતે તોડવાનો પ્રયાસ કરતું રહ્યું છે. શાંતિના પ્રસ્તાવ પર પશ્ચિમે વાત આગળ વધવા ના દીધી
  • અમેરીકા અને યૂરોપ જેટલા હથિયાર આપશે જંગ એટલી જ ચાલશે. આ જંગથી અનેક પરિવારના માળા વિખાયા. જેલેન્સ્કીએ પોતાના લોકોને દગો આપ્યો
આ પણ વાંચો - જાવેદ અખ્તરે પાકિસ્તાનને ધોઇ નાખ્યું, વાયરલ થયો વીડિયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmericaChinaGujaratFirstGujaratiNewsIndiaINSTCInternationalNewsPakistanPutinAddresstheNationrussiarussiaukrainewarukraineUSAVladimirPutin
Next Article