વિરાટ-બાબર અને બાકી નવ લાકડીના ટૂકડા ટીમમાં હશે, તો પણ હું વર્લ્ડ કપ જીતી જઇશ: રાશિદ લતીફ
વર્લ્ડ ક્રિકેટમાં આજે બે બેટ્સમેનોના વખાણ ખૂબ કરવામાં આવે છે. અહીં નવાઇની વાત એ છે કે, જેમા એક ભારતીય બેટ્સમેન છે તો બીજો પાકિસ્તાની છે. જીહા, અમે અહીં વિરાટ કોહલી અને બાબર આઝમની વાત કરી રહ્યા છીએ. આ બંને બેટ્સમેન આજે વર્લ્ડ ક્રિકેટમાં ખૂબ નામ કમાવ્યું છે. વિરાટ કોહલી અને બાબર આઝમ બંને ખેલાડીઓની સરખામણી દરરોજ થતી રહે છે. ત્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન રાશિદ લતીફà«
10:17 AM Apr 07, 2022 IST
|
Vipul Pandya
વર્લ્ડ ક્રિકેટમાં આજે બે બેટ્સમેનોના વખાણ ખૂબ કરવામાં આવે છે. અહીં નવાઇની વાત એ છે કે, જેમા એક ભારતીય બેટ્સમેન છે તો બીજો પાકિસ્તાની છે. જીહા, અમે અહીં વિરાટ કોહલી અને બાબર આઝમની વાત કરી રહ્યા છીએ. આ બંને બેટ્સમેન આજે વર્લ્ડ ક્રિકેટમાં ખૂબ નામ કમાવ્યું છે.
વિરાટ કોહલી અને બાબર આઝમ બંને ખેલાડીઓની સરખામણી દરરોજ થતી રહે છે. ત્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન રાશિદ લતીફે આ બંને વિશે એવી ટિપ્પણી કરી છે જે કદાચ જ કોઈ પૂર્વ ક્રિકેટરે કરી હોય. રાશિદે કહ્યું કે, જો હું વિરાટ કોહલી અને બાબર આઝમને મારી ટીમમાં લઈ લઉ અને બાકીની માત્ર નવ લાકડાના ટુકડા હોય તો પણ હું વર્લ્ડ કપ જીતી શકીશ. લતીફના નિવેદને માન્ચેસ્ટર યુનાઈટેડના ભૂતપૂર્વ મેનેજર સર એલેક્સ ફર્ગ્યુસનને પણ યાદ કરાવ્યા, જે કહેતા હતા કે મને લાકડાના 10 ટુકડા આપો અને ઝિનેદીન ઝિદાન આપી દો અને હું ટીમને ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીતીને બતાવીશ.
બાબરે 2016માં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેણે પાકિસ્તાન માટે કુલ 40 ટેસ્ટ, 86 ODI અને 74 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે ત્રણેય ફોર્મેટમાં અનુક્રમે 2851, 4261 અને 2686 રન બનાવ્યા છે. બીજી તરફ વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. વિરાટે ભારત માટે 101 ટેસ્ટ, 260 ODI અને 97 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ત્રણેય ફોર્મેટમાં, વિરાટે અનુક્રમે 8043, 12311 અને 3296 રન બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બાબર અને વિરાટનો અત્યાર સુધી પોતપોતાના દેશો માટે ક્રિકેટર તરીકે ઘણો સફળ કાર્યકાળ રહ્યો છે. જ્યારે કોહલીએ હવે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે, ત્યારે આઝમની ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનના સુકાની તરીકે નિમણૂક કરવામાં આવી છે.
Next Article