દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ચૂંટણી પહેલા ફરી સક્રિય, સમાજની સભામાં બળાપો ઠાલવ્યો
મહેસાણા જિલ્લાના પામોલ ગામે ચૌધરી સમાજની સંગઠન મહાસભા યોજવામાં આવી હતી. પામોલ ગામમાં આવેલી ચૌધરી સમાજની વાડીમાં આ સભા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યા માં યુવાઓ, મહિલાઓ અને વડીલો હાજર રહ્યા હતા. ખઆસ તો 20,000 જેટલા યુવાનો સમાજની અર્બુદા સેનામાં જોડાયા છે. સમાજના વિકાસ, શિક્ષણ અને રાજકીય ક્ષેત્રે પ્રદાપર્ણ માટે યુવાનો અર્બુદા સેનામાં જોડાયા છે. ચૌધરી સેનાની અર્બુદા સેનાનો ઉદ્દેશ્ય સમા
મહેસાણા જિલ્લાના પામોલ ગામે ચૌધરી સમાજની સંગઠન મહાસભા યોજવામાં આવી હતી. પામોલ ગામમાં આવેલી ચૌધરી સમાજની વાડીમાં આ સભા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યા માં યુવાઓ, મહિલાઓ અને વડીલો હાજર રહ્યા હતા. ખઆસ તો 20,000 જેટલા યુવાનો સમાજની અર્બુદા સેનામાં જોડાયા છે. સમાજના વિકાસ, શિક્ષણ અને રાજકીય ક્ષેત્રે પ્રદાપર્ણ માટે યુવાનો અર્બુદા સેનામાં જોડાયા છે. ચૌધરી સેનાની અર્બુદા સેનાનો ઉદ્દેશ્ય સમાજને સંગઠિત કરવાનો છે. સમાજને સંગઠિત કરીને તેની શક્તિ વધારી શકાય, તેની વાત સરકારમાં રજૂ કરી શકાશે અને સમાજ સંગઠિત હશે તો તેની વાત સાંભળવામાં આવશે. આ સિવાય આ સંગઠન સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ માટે અનેસ્પર્ધાતમક પરીક્ષાની તૈયારી માટે કામ કરતું હોવાની વાત કરવામાં આવી હતી.
સમાજને એક થવા હાંકલ
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંમેલનની અંદર દૂધ સાગર ડેરીના પૂર્વ નાયબ ચેરમેન મોંઘજી ચૌધરી પણ હાજર રહ્યા હતા. તેમણે સમાજન એક થવા માટેની હાંકલ કરી હતી. ત્યારબાદ વિપુલ ચૌધરીએ પોતાના સંબોધન દરમિયાન સમાજના સંગઠનને વધારે મજબૂત બનાવવાની વાત કરી હતી. તેમણે સમાજના લોકોને જુઠ્ઠાણા અને અપપ્રચાર બંધ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે સમાજે આગળ આવી સાચી વાત કરવી જોઈએ. તેમણે પોતાના ગામની વાત કરતા કહ્યું કે ચરાડા ગામની દૂધ મંડળી પ્રથમ નંબરે રહી છે. આમ છતા જે લોકોને પશુપાલનમાં ખબર નથી પડતી તેઓ આ મંડળીના વિભાનમાં લાગ્યા છે.
વિપુલ ચૌધરીએ આગળ કહ્યું કે છેલ્લા 60 વર્ષથી દૂધ સાગર ડેરી સારા વહીવટ અને પરંપરાથી ચાલી છે. ગુજરાતમાં 60% દુધ ઉત્તર ગુજરાતનું છે અને એમાં પણ 60%જેટલું દૂધ આજણા-ચૌધરી સમાજનું છે. મેં હંમેશા પશુપાલકનું હિત જોયું છે. વિપુલ ચૌધરીએ હંમેશા દૂધ સાગર ડેરી માટે જ કામ કર્યું છે. ખાસ રાજકીય પક્ષોનો દૂધ સાગર ડેરીમાં પ્રવેશ અટકાવવા માટે અર્બુદા સેનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમાજને એક કરવા માટે સમાજને નેક કરવો પડશે. અપ પ્રચારથી ક્યારેય કોઈ સારું કામ નહીં કરી શકીએ.
વિપુલ ચૌધરીએ પોતાનો બળાપો ઠાલવ્યો
વિપુલ ચૌધરીએ પોતાનો બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે 80 વર્ષના માણસે 3 દાયકા સુધી સેવા કરી હોય એમના સાથે પણ ગદ્દારી કરાઇ છે. સાધારણ સભામાં વિપુલ ચૌધરી પ્રવેશ ન કરી શકે તેવી પ્રવૃત્તિઓ કરાય છે. જ્યારે પાટીદાર સમાજ સરકારનો વિરોધ કરતો હતો, ત્યારે ડેરીમાં 3 - 3 દિવસ પક્ષની કારોબારી યોજવામાં આવતી. જેનો આભાર માનવાની જગ્યાએ અમને જેલ બતાવવામાં આવી. દૂધનું સંચાલન કરવાનો અધિકાર તો આપવો નથી અને પ્રવૃત્તિ શું કરવી છે ! સહકારી ક્ષેત્રમાં તમે નવી પ્રવૃત્તિ કરી નથી શકતા. દૂધ સાગર ડેરીમાં વિપુલ ચૌધરીએ સમરસતાથી કામ કર્યું છે, છતાં વિપુલ ચૌધરી સાથે ગદ્દારી કેમ ? તેવા સવાલો તેમણે પુછ્યા હતા.
આ સાથે જ તેમણે સમાજના અન્ય લોકો ઉપર પણ આક્રોશ ઠાલવ્યો હતો. સાથે જ કહ્યું કે આવા લોકો માટે જ અર્બુદા સેના બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે એક થઈ, નેક થઈને ચાલશું તો આપણા ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ આપણે કરી શકીશું. અર્બુદા સેનામાં શરૂઆતમાં 108 સભ્યોની નોંધણી થઈ હતી. જે સતત ચાલુ રહે એવો પ્રયાસ રહેશે. સંગઠિત થઈશું તો જ આગળ ચાલી શકીશું. સત્યના માર્ગે ચાલીશું તો સંઘર્ષમાં પણ સફળ થઈશું.
Advertisement