Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિનોદ મહેરા ત્રણ લગ્ન પછી પણ એકલા રહ્યા, નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું

દિવંગત અભિનેતા વિનોદ મહેરા (Vinod Mehra)ની આજે જન્મજયંતિ છે. તેઓ બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સમાંના એક હતા. આજે અલબત્ત તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમને તેમના અભિનય માટે આજે પણ યાદ કરવામાં આવે છે. તેમણે 'અમર પ્રેમ', 'અનુરાગ કુંવારા બાપ', 'લાલ પથ્થર', 'સાજન બિના સુહાગન' જેવી ઘણી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. ફિલ્મો સિવાય વિનોદ મહેરા પોતાની અંગત જિંદગીને લઈને પણ ખૂબ ચર્ચામાં હતા. તેમનું અંગત જીવન ઉ
વિનોદ મહેરા ત્રણ લગ્ન પછી પણ એકલા રહ્યા  નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું
દિવંગત અભિનેતા વિનોદ મહેરા (Vinod Mehra)ની આજે જન્મજયંતિ છે. તેઓ બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સમાંના એક હતા. આજે અલબત્ત તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમને તેમના અભિનય માટે આજે પણ યાદ કરવામાં આવે છે. તેમણે 'અમર પ્રેમ', 'અનુરાગ કુંવારા બાપ', 'લાલ પથ્થર', 'સાજન બિના સુહાગન' જેવી ઘણી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. ફિલ્મો સિવાય વિનોદ મહેરા પોતાની અંગત જિંદગીને લઈને પણ ખૂબ ચર્ચામાં હતા. તેમનું અંગત જીવન ઉથલપાથલથી ભરેલું હતું. વિનોદ મહેરાએ ત્રણ લગ્ન કર્યા હતા, પરંતુ તે પછી પણ તેમને એકલવાયું જીવન જીવવાનો શ્રાપ મળ્યો હતો. આવો જાણીએ તેમના વિશે...વિનોદ મહેરાનો જન્મ 13 ફેબ્રુઆરી 1945ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. વિનોદ મહેરાએ ફિલ્મ 'રાગિણી' (1958) માં બાળ કલાકાર તરીકે તેમની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે કિશોર કુમારના બાળપણનો રોલ કર્યો હતો. કેટલીક વધુ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યા પછી, તેણે 1971માં આવેલી ફિલ્મ 'એક થી રીટા'થી ડેબ્યૂ કર્યું. આ પછી તેમણે પડદા પાછળ, લાલ પથ્થર, અમર પ્રેમ, અનુરાગ, રાની મેરા નામ, બીસ સાલ પી, બંદગી, અર્જુન પંડિત, દો ખિલાડી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું.વિનોદ મહેરાને તેમની લવ લાઈફ માટે પણ યાદ કરવામાં આવે છે. વિનોદ મહેરાની વાત કરવામાં આવે તો અભિનેત્રી રેખાનું નામ ચોક્કસ આવે છે. અહેવાલો અનુસાર, વિનોદ મહેરા અને રેખાએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. બંનેનું લગ્નજીવન લગભગ બે મહિના જ ચાલ્યું. 1973 માં, આ જોડીના સમાચાર મીડિયામાં હેડલાઇન્સ બનાવતા હતા. ક્યારેક અફેર તો ક્યારેક લગ્નના સમાચાર છપાતા. એવો પણ દાવો કરવામાં આવે છે કે વિનોદ મહેરાની માતા રેખાને પસંદ નહોતી કરતી. જેના કારણે વિનોદ મહેરા અને રેખાના સંબંધો બગડ્યા હતા. તમને જણાવી દઈએ કે એક શોમાં રેખાએ વિનોદ મેહરા સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.રેખા સિવાય વિનોદ મહેરાએ ત્રણ લગ્ન કર્યા. વિનોદ મહેરાના પ્રથમ લગ્ન તેમની માતાએ 1974માં મીના સાથે ગોઠવ્યા હતા, પરંતુ આ સંબંધ સફળ ન થયો અને 1978માં બંનેના છૂટાછેડા થઈ ગયા. આ પછી વિનોદનું બિંદિયા ગોસ્વામી સાથે અફેર હતું. પરિણીત વિનોદ બિંદિયા સાથે સેટલ ન થઈ શક્યા અને આ લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં. આ પછી વિનોદ મહેરાના જીવનમાં કિરણ નામની છોકરીનો પ્રવેશ થયો. તેમના ચોથા લગ્ન પછી વિનોદ મહેરાએ જીવનને સ્વીકારવાનો પ્રયાસ કર્યો. કિરણ અને વિનોદ મહેરાના લગ્ન 1987માં થયા હતા. બંનેને બે બાળકો પણ હતા. અભિનેતાની જીંદગી પાછી પાટા પર આવી જ હતી કે 30 ઓક્ટોબર 1990ના રોજ હાર્ટ એટેકને કારણે 45 વર્ષની વયે તેમનું અવસાન થયું.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.