Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવા 'આપ'ના કે કોંગ્રેસના ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષો હવે સક્રિય બની ગયા છે. શુક્રવારે થયેલા એક મોટા ડેવલપમેન્ટમાં દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવા કોંગ્રેસ અને 'આપ'માં જોડાય તે માટે બંને પક્ષો ઓપરેશન કરી રહ્યા હોવાની વાત બહાર આવી છે.જેનાથી ગુજરાતના રાજકારણમાં અનેક તર્ક વિતર્ક શરુ થયા છે. 'આપ' અને કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી ?એક તરફ રાજયના રાજકારણમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલના
દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવા  આપ ના કે કોંગ્રેસના
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષો હવે સક્રિય બની ગયા છે. શુક્રવારે થયેલા એક મોટા ડેવલપમેન્ટમાં દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવા કોંગ્રેસ અને 'આપ'માં જોડાય તે માટે બંને પક્ષો ઓપરેશન કરી રહ્યા હોવાની વાત બહાર આવી છે.જેનાથી ગુજરાતના રાજકારણમાં અનેક તર્ક વિતર્ક શરુ થયા છે. 
'આપ' અને કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી ?
એક તરફ રાજયના રાજકારણમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલના પ્રવેશ અંગે અનેક  અટકળો ચાલી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવે તેવું અંડર ટેબલ ઓપરેશન શરુ થયું છે. શુક્રવારે કોંગ્રેસ આયોજીત એક રેલીમાં બીટીપીના નેતા અને અગ્રણી આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા જોવા મળ્યા હતા તો ગોપાલ ઇટાલીયા અને  છોટુ વસાવા વચ્ચે બેઠક પણ થઇ હોવાની ચર્ચા શરુ થઇ હતી. 'આપ' દ્વારા છોટુભાઇ માટે પણ લાલ જાજમ તૈયાર કરાઇ છે તેમ આપના સુત્રોએ જણાવ્યું હતું. 
છોટુ વસાવાએ હજું પત્તા ખોલ્યા નથી. 
છોટુ વસાવા કોંગ્રેસમાં જોડાશે કે આમ આદમી પાર્ટીમાં જોડાશે તે હજું નક્કી નથી પરંતુ હાલ જે રીતે રાજકીય ગતિવિધી ચાલી રહે છે તે જોતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. છોટુ વસાવા સાથે કોંગ્રેસ અને આપના મોટા નેતાઓએ બંધ બારણે બેઠક કરી હોવાનું પણ  ચર્ચાઇ રહ્યું છે. છોટુ વસાવા સાથે સંકળાયેલા સુત્રોએ કહ્યું હતું કે છોટુ વસાવાને  કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે પણ બેઠક થઇ હતી. તો સાથે સાથે 'આપ'ના નેતા અને રણનિતીકારોને પણ તેઓ મળ્યા હતા. જો કે બંને પક્ષના નેતાઓ સાથે વાત થયા પછી પણ છોટુ વસાવા પોતે કોની  તરફેણમાં છે તેના પત્તા ખોલ્યા નથી. 
Advertisement
Tags :
Advertisement

.