Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મિતાલી રાજે ભાવનાત્મક સંદેશ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય ક્રિકેટમાં સૌથી વધુ સમય સુધી યોગદાન આપનાર અને ભારતીય મહિલા ક્રિકેટની દિગ્ગજ મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા બુધવારે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી છે.મિતાલીના અચાનક નિવૃત્તિથી સૌ કોઇ ચોંકી ગયા છે. 39 વર્ષીય મિતાલીએ ટેસ્ટ, ODI, T20 એમ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે. પરંતુ લેડી સà
09:09 AM Jun 08, 2022 IST | Vipul Pandya
ભારતીય ક્રિકેટમાં સૌથી વધુ સમય સુધી યોગદાન આપનાર અને ભારતીય મહિલા ક્રિકેટની દિગ્ગજ મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા બુધવારે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી છે.
મિતાલીના અચાનક નિવૃત્તિથી સૌ કોઇ ચોંકી ગયા છે. 39 વર્ષીય મિતાલીએ ટેસ્ટ, ODI, T20 એમ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે. પરંતુ લેડી સચિન તેંડુલકર તરીકે જાણીતી મિતાલી રાજનું વર્લ્ડકપ જીતવાનું સપનું અધૂરું રહી ગયું છે. મહત્વનું છે કે, મિતાલી રાજ મહિલા વનડે મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 232 મેચમાં 50.68ની એવરેજથી 7805 રન બનાવ્યા છે. મિતાલીએ ટ્વિટ પર ભાવનાત્મક સંદેશ આપતા ક્રિકેટને અલવિદા કહ્યું છે. જમણા હાથની બેટર મિતાલી રાજ છેલ્લા વખત ન્યૂઝીલેન્ડમાં રમાયેલા ODI વર્લ્ડ કપનો ભાગ હતી, પરંતુ તેની કપ્તાની હેઠળ ટીમ સેમિફાઇનલ પહેલા જ બહાર થઈ ગઈ હતી. આ તેની કારકિર્દીનો છેલ્લો વર્લ્ડ કપ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું અને તેવું જ કઇંક હાલમાં જોવા મળી રહ્યું છે, કારણ કે હવે તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 

મહત્વનું છે કે, થોડા વર્ષો પહેલા તેણે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ પણ લઈ લીધી હતી. વર્ષ 1999માં ભારત માટે ડેબ્યૂ કરીને, મિતાલી તમામ સમયની સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંની એક બની અને ત્રણેય ફોર્મેટમાં મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની. છેલ્લા 23 વર્ષોને સૌથી પડકારજનક અને આનંદપ્રદ ગણાવતા, મિતાલીએ એક પ્રખ્યાત કારકિર્દીને અલવિદા કહ્યું છે. 37 વર્ષીય મિતાલી છેલ્લે 2022 મહિલા વર્લ્ડ કપમાં ભારત માટે રમી હતી, જ્યાં તેણે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું, જોકે, ટીમ સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકી ન હતી.
23 વર્ષના આ લાંબા કરિયરમાં તેણે 12 ટેસ્ટ, 232 વન ડે અને 89 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. 12 ટેસ્ટ મેચોમાં તે 1 સદી અને 4 અડધી સદી સાથે 699 રન બનાવવામાં સફળ રહી હતી, જ્યારે ODIમાં તેણે 7 સદી અને 64 અડધી સદી સાથે 7805 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે T20 ક્રિકેટમાં 17 અડધી સદીના આધારે 2364 રન બનાવ્યા છે.
આ પણ વાંચો - મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તોડ્યો
Tags :
AnnouncedAnnouncedRetirementcaptainCricketEmotionalMessageGoodbyeGujaratFirstinternationalcricketMithaliRajretirementSportsWorldCup
Next Article