Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શાકભાજી વેચતા દંપત્તિનું 11 હજારની રોકડ અને દાગીના સાથેનું પર્સ પડી ગયું, મહિલા બેંક કર્મચારીની પ્રમાણિકતાથી પરત મળ્યું

અમદાવાદના ખોખરા સર્કલ પાસે આવેલા રાધે મોલ  શાખા ની SBI બેંક ની મહિલા કર્મચારીની પ્રમાણિકતા અને સતર્કતા સામે આવી છે. જેને સાબિત કર્યું છે કે આજના સમયમાં પણ માનવતા અકબંધ છે. પોતાનું પર્સ ખોવાતા ઘરેણા અને રોકડ પરત મળશે તેવી આશા ગુમાવી બેઠેલ શાકભાજીની લારી ચલાવનાર સામાન્ય ઘરના દંપત્તિ ને ધનલક્ષ્મી બહેનની માનવતા અને ઈમાનદારી ને કારણે તેમના દાગીના અને રોકડ પરત મળી હતી.6 ફેબ્રુઆરી સાંજà«
શાકભાજી વેચતા દંપત્તિનું 11 હજારની રોકડ અને દાગીના સાથેનું પર્સ પડી ગયું   મહિલા બેંક કર્મચારીની  પ્રમાણિકતાથી પરત મળ્યું
અમદાવાદના ખોખરા સર્કલ પાસે આવેલા રાધે મોલ  શાખા ની SBI બેંક ની મહિલા કર્મચારીની પ્રમાણિકતા અને સતર્કતા સામે આવી છે. જેને સાબિત કર્યું છે કે આજના સમયમાં પણ માનવતા અકબંધ છે. પોતાનું પર્સ ખોવાતા ઘરેણા અને રોકડ પરત મળશે તેવી આશા ગુમાવી બેઠેલ શાકભાજીની લારી ચલાવનાર સામાન્ય ઘરના દંપત્તિ ને ધનલક્ષ્મી બહેનની માનવતા અને ઈમાનદારી ને કારણે તેમના દાગીના અને રોકડ પરત મળી હતી.

6 ફેબ્રુઆરી સાંજે 5:30 વાગ્યે ખોખરા સર્કલ પાસે રીક્ષામાંથી પર્સ નીચે પડ્યું 
આજના સમયમાં માનવતા અને ઈમાનદારીની મિસાલ કાયમ કરતી એક ઘટના ખોખરા વિસ્તારમાં સામે આવી છે. ઘટના એમ બની કે તારીખ 6 ફેબ્રુઆરી સાંજે 5:30 વાગ્યાનો સમય હતો અને SBI બેંક ની ખોખરા ખાતે ફરજ બજાવતી કર્મચારી ધનલક્ષ્મી સિંગલ નામ ની મહિલા પોતાની ફરજ પૂરી કરી  બેંક ની બહાર પોતાના ઘર તરફ જઈ રહ્યી હતી ત્યારે ખોખરા સર્કલ પાસે રોડ પરથી પૂર ઝડપે જઈ રહેલી ચાલુ રિક્ષામાથી એક મહિલા નું પર્સ તેમણે નીચે પડતા જોયું.. જે તેમણે પોતાના કબજામાં લીધું અને એક કલાક સુધી તેના માલિક આવશે તેની રાહ જોઈ ત્યાં બેસી રહી. પરંતુ કોઈ ના આવતા સ્થાનિક પોલીસની પ સી ટીમની મદદથી અંતે ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસની મદદથી તેના મૂળ માલિક સુધી તે પર્સને પહોંચાડવાની તેમને જાણે કે પ્રતિજ્ઞા કરી હતી અને તેને લઈને તેઓ પોલીસ સ્ટેશનમાં સાડા પાંચ કલાકથી વધુ સમય તેઓ બેસી રહ્યા.  અંતે રોકડ અને ઘરેણા સાથેનું પર્સ તેના મૂળ માલિક સુધી પહોંચાડીને ધનલક્ષ્મી બહેન ખરા અર્થમાં માનવતાની મહેક પ્રસરાવી..

પર્સમાં 11,000 થી વધુની રોકડ અને ચાંદીના દાગીના હતા 
ઘટના અતિ રોમાંચક ત્યારે બની કે જ્યારે ખબર પડી કે તે પર્સમાં 11,000 થી વધુ ની રોકડની કડકડતી નોટો હતી અને સાથે જ ચાંદીના ઘરેણા પણ હતા. અને ધનલક્ષ્મી બહેને તે પોતાની પાસે ન રાખતા તેના મૂળ માલિક સુધી પહોંચાડવાની નેમ લીધી હતી. અને તેના મૂળ માલિક પણ સાવ સામાન્ય એવી શાકભાજીની લારી ચલાવતા દંપતી હતા કે જેઓ રોજ કમાઈને રોજ પોતાનું ગુજરાત ચલાવે છે. અને તેમની આ મુદ્દલ તેમને જ્યારે પરત મળી ત્યારે તેઓ ધન લક્ષ્મીબેન ની આગળ હાથ જોડીને વારંવાર તેમનો આભાર વ્યક્ત કરતા હતા. તેમનું પર્સ તેમને પરત મળતા તેમનો હરખ સમાતો ન હતો તેવું ધનલક્ષ્મી બહેને જણાવ્યું હતું. ધનલક્ષ્મી ને કહ્યું કે તેમનો આનંદ પર્સ પરત મળતા સમાતો ન હતો. અને મને તેમની ખુશીએ એટલો બધો સંતોષ આપ્યો હતો કે જીવનમાં માનવ સેવા જ પ્રભુ સેવા છે તે સ્પષ્ટ થઈ રહ્યું હતું..
પોલીસે ધનલક્ષ્મી બહેનની માનવતાને બિરદાવી
ધન લક્ષ્મીબેન તે પર્સ રોડ પરથી લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસે તે પર્સ તેના મૂળ માલિક સુધી પહોંચાડવા મધ્યસ્થી બની, સફળ સાબિત થઈ હતી. ખોખરા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ જી. ડી. પરમારે જણાવ્યું હતું કે ખોખરાની એસબીઆઇ બેન્કમાં નોકરી કરતા કર્મચારી ધનલક્ષ્મીબેન જેવો નોકરીથી છૂટીને ઘરે જતા હતા તે સમયે પક્ષ મળ્યો પર્સમાં તેમને જોયું તો દાગીના અને રોકડ રૂપિયા હતા તમને જાગૃત નાગરિકની જેમ એ પર્સ અમારી ગાડી ત્યાં ઉભી હતી તેમને ગાડીમાં રહેલા ચંદ્રિકાબેન ને તે પર બતાવ્યું ત્યારે ચંદ્રિકાબેન તેમને લઈ અને પોલીસ સ્ટેશન આવ્યા અમારા પોલિસ ઇન્સ્પેક્ટર સાથે તેમને મળાવ્યા ત્યાર બાદ બેગની તપાસ કરતા તેમાંથી એક જ્વેલર્સ ની ચીઠ્ઠી મળી હતી અને તેમનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે એક શાકભાજી વેચવા વાળા દંપતી હતા. જેમના  આ દાગીના અને રોકડ હતી તેથી અમે તમને પરત કરી શક્યા. પોલીસે પણ ધનલક્ષ્મીબહેન ની ઈમાનદારીને બિરદાવી હતી અને તેમનું સ્વાગત કર્યું હતું. પીએસઆઇ પરમારે વધુમાં જણાવ્યું કે તેમને જે ઈમાનદારી બતાવી છે તેટલી ઈમાનદારી દરેક નાગરિક બતાવશે તો કોઈને પોતાનો હક ગુમાવો નહીં પડે. પોતાની ગુમાવેલી મિલકત પરત મળી શકશે. શાકભાજી નો ધંધો કરનાર દંપતીને જે આનંદ મળ્યો છે તે અમે તાદ્રશ્ય નિહાળ્યો છે અમે અનુભવ કર્યો છે.
જ્વેલર્સના કોન્ટેક્ટ નંબરે મૂળ માલિક સુધી પહોંચવામાં મદદ કરી 
એક તરફ ધન લક્ષ્મીબેન મૂળ માલિકોને શોધી રહ્યા હતા બીજી તરફ મૂળ માલિકો પોતાની મિલકતને શોધી રહ્યા હતા..
એક તરફ ધન લક્ષ્મીબેન આ પર્સના મૂળ માલિકોને શોધી રહ્યા હતા તો બીજી તરફ શાકભાજીનો ધંધો કરતા મૂળ માલિક એવા દીપકભાઈ અને સંગીતાબેન પણ પોતાના પર્સને શોધી રહ્યા હતા. આકાશ પાતાળ એક કરી રહ્યા હતા અને આશા કોઈ બેઠા હતા કે તેમનું પર્સ તેમને કદી પરત મળશે..  પરંતુ તેમને એટલો ખ્યાલ હતો કે તેમના પર્સમાં જે જ્વેલર્સના દાગીના પડ્યા છે તેની ચિઠ્ઠી અને તેમાં જ્વેલર્સનો કોન્ટેક નંબર  છે તેથી દીપકભાઈ પહેલેથી જ્વેલર્સ ના માલિકને મળી આવ્યા હતા કે તમારી પાસે કોઈ આવે તો મને જાણ કરજો.. અને તેવામાં જ તે પર્સને ચેક કરતા પોલીસને પણ જ્વેલર્સના માલિક નો નંબર મળ્યો હતો અને તેમણે માલિકને ફોન કરતા મૂળ માલિક એવા દીપકભાઈ અને ધન લક્ષ્મીબેનનો મેળાપ પોલીસે કરાવ્યો હતો. અંતે મૂળ માલિકને તેમના દાગીના અને રોકડ પરત મળી હતી. તો ધનલક્ષ્મી બહેનને ઈમાનદારી અને મહેનત રંગ લાવી હતી. સાંભળો શાકભાજીનો સામાન્ય વ્યવસાય કરતાં દીપકભાઈ અને તેમના પત્ની સંગીતા બહેનને..
ધનલક્ષ્મીબેનની માનવતા અને પ્રમાણિકતા 
બેંક કર્મચારી ધનલક્ષ્મીબેન અને પોલીસની ટીમ ની પાંચ કલાકના અંતે હાટકેશ્રવર જોગેશ્ર્વરી માગઁ પર ના વઢિયારી નગર મા રહેતી શ્રમજીવી વર્ગના  શાકભાજી વેચતા પરિવાર ની મહિલા વણકર સંગીતા અને તેમના પતિ દિપકભાઈ ને તેમની મુદ્દલ અને પર્સ તેઓ પરત કરી શક્યા હતા.  તો પોલીસે પણ ધનલક્ષ્મી બહેનની માનવતા અને ઈમાનદારીની પ્રશંસા કરતા તેમનું સન્માન કર્યું હતું.. ધનલક્ષ્મી બહેન પણ જણાવે છે કે જીવનમાં રૂપિયા ની વધુ અગત્યતા નથી પરંતુ માનવતા વધુ અગત્યની છે અને હું સમાજને પણ એ જ સંદેશ આપવા માગું છું.
ધનલક્ષ્મી બહેનની જુબાની આખી કહાની તેમણે કહ્યું કે..
6 તારીખે સાંજે સાડા પાંચ વાગે આ ઘટના બની હતી મારા sbi બેન્ક માંથી છૂટવાનો ટાઈમ હોય છે. સાંજે  સાડા પાંચ વાગે હું બ્રાંચ માંથી બહાર આવી ત્યારે મેં જોયું એક ફાસ્ટ રીક્ષા જતી હતી રોડ પરથી અને ફાસ્ટ રીક્ષા પરથી એક લેડીસનું પર્સ રોડ ઉપર પડ્યું હતું.. ટ્રાફિક સિગ્નલ ઓપન હોવાને કારણે કોઈનું ધ્યાન પર્સ પર ગયું ન હતું મેં તેને જોયું મારું ધ્યાન ગયું ત્યારે પર્સ પરથી ઘણા બધા વ્હીકલ પસાર થઈ રહ્યા હતા. બેગ હેવી હતું મેં બેગ હાથમાં લીધુ અને તે બેગ લઈને એક કલાક સુધી રાહ જોઈ કે કોઈ તેનું માલિક આવશે પરંતુ કોઈ આવ્યું નહીં. પછી મેં મારા બ્રાન્ચના કર્મચારી પ્રવીણભાઈનો સંપર્ક કર્યો તેમણે મને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનું કહ્યું મારો આશય હતો કે તે પર્સ હું તેના મૂળ માલિક સુધી પહોંચાડુ.
હું પર્સ લઇ પોલીસ સ્ટેશન પહોંચી તો પોલીસે મને બિરદાવીઃ ધનલક્ષ્મી બહેન 
ધનલક્ષ્મીબેન એક કલાક રોડ પર મૂળ માલિકની રાહ જોયા બાદ અંતે પહોંચ્યા ખોખરા પોલીસ સ્ટેશન અને પછી તપાસમાં પોલીસ પણ જોડાઈ..ધનલક્ષ્મીબહેને જણાવ્યું કે હું ખોખરા પોલીસ સ્ટેશન ગઈ ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટરને મળી તેમને તમામ ડીટેલ મેં જણાવી મેં કહ્યું કે મારે આ પર્સ તેના મૂળ માલિકને પહોંચાડવું છે. પર્સ ચેક કરતા તેમાંથી ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા હતા 11,000 થી વધુને કડકટથી નોટ હતી. તેમણે મને બિરદાવી હતી. તેમણે મારી કામગીરી બદલ મને બિરદાવી હતી મારું સન્માન પણ કર્યું હતું.. અને પોલીસની મદદથી મૂળ માલિક સુધી અમે પહોંચી શક્યા તેમની રોકડ-દાગીના પરત કરી શક્યા..

પૈસો અગત્યનો નથી પરંતુ માનવતા વધુ અગત્યનીઃ ધનલક્ષ્મીબેન 
ધનલક્ષ્મી બહેનનું કહેવું છે કે જીવનમાં પૈસો અગત્યનો નથી પરંતુ માનવતા વધુ અગત્યની છે. મારા પપ્પાએ પણ મને કહ્યું કે બેટા મહેનતનું ખાવું હરામનું ન ખાવું તે બે દિવસ ચાર દિવસ ચાલશે લાઈફ ટાઈમ સાથ નહીં આપે.
મારા પપ્પાના કહ્યા પ્રમાણે મારે પણ મારી ઈમેજ બનાવી છે હું સાંજે 5:30 થી રાત્રે પોણા અગિયાર વાગ્યા સુધી પોલીસ સ્ટેશન બેસી હતી મેં મારો કીમતી સમય ફાળવ્યો પરંતુ અંતે મારી માનવતા રંગ લાવી અને હું તેના મૂળ માલિક સુધી તે પર્સ પહોંચાડી શકી તેનો મને ખૂબ આનંદ છે. લોકોને પણ કહેવા માગું છું કે લોકોને મદદ હંમેશા કરતા રહો. પૈસા આજે કે કાલે વપરાઈ જશે પરંતુ તમારી જે ઈમેજ છે તે તમારી સાથે આજીવન રહેશે.
આ રીતે પર્સ મૂળ માલિક સુધી પહોંચ્યું 
શાકભાજીની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવનાર દંપતી દીપકભાઈ વણકર અને સંગીતાબેન વણકર જણાવે છે કે અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ. એ દિવસે અમે એસટી બસ સ્ટેન્ડ ગીતામંદિર થી ઘરે આવતા હતા તે સમયે રિક્ષામાંથી ખોખરા ચાર રસ્તા ઉપર પર્સ  પડી ગયું ઘણું શોધ્યું પણ મળ્યું નહીં. પણ એક ગવર્મેન્ટ જોબ વાળા ધનલક્ષ્મીબેન ને મળ્યું તેમને પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યું તે પર્સમાં મારા દાગીના હતા જેમાં ચામુંડા જ્વેલર્સ વાળા વિજયભાઈનું કાર્ડ હતું મેં પણ જ્વેલર્સનો સંપર્ક કરી રાખ્યો હતો અને પોલીસે જ્વેલર્સમાં સંપર્ક કર્યો અને તે મને મારું બેગ પાછું મળ્યું. બેગમાં 11,500 રોકડ અને ચાંદીની પાયલ હતી. મારું કહેવું છે કે આજે પણ ઈમાનદારી જાગૃત છે બીજા કોઈના હાથમાં આવ્યું હોત તો પરત ન મળત. ધનલક્ષ્મી બેન નો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.