Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દાંતાના વસી ગામમાં પાણીને લઈને મહિલાઓ વિફરી, રસ્તા રોકવામાં આવ્યા, ગ્રામ પંચાયતમાં હલ્લાબોલ

બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો સરહદી જીલ્લો તરીકે ઓળખાય છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે. આ 14 તાલુકાઓ પૈકી દાંતા (Danta) તાલુકો ગુજરાતનો સૌથી પછાત અને પહાડી વિસ્તાર ધરાવતો તાલુકા તરીકે ઓળખ ધરાવે છે. દાંતા તાલુકામાં નાના મોટા 200 કરતાં વધુ ગામો આવેલા છે. દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો આ તાલુકામાં સાક્ષરતા પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળી રહી છે. આ પહાડી અને અંતરિયાળ વિસ્તારમાં આ
દાંતાના વસી ગામમાં પાણીને લઈને મહિલાઓ વિફરી  રસ્તા રોકવામાં આવ્યા  ગ્રામ પંચાયતમાં હલ્લાબોલ
Advertisement
બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો સરહદી જીલ્લો તરીકે ઓળખાય છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે. આ 14 તાલુકાઓ પૈકી દાંતા (Danta) તાલુકો ગુજરાતનો સૌથી પછાત અને પહાડી વિસ્તાર ધરાવતો તાલુકા તરીકે ઓળખ ધરાવે છે. દાંતા તાલુકામાં નાના મોટા 200 કરતાં વધુ ગામો આવેલા છે. દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો આ તાલુકામાં સાક્ષરતા પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળી રહી છે. આ પહાડી અને અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે.
12 દિવસથી પાણી નહી આવતા આંદોલન
ગુજરાત સરકાર દ્વારા દાંતા તાલુકાના નાના મોટા ગામોમાં ગ્રામ પંચાયત બનાવવામાં આવેલી છે. અમુક ગામોમાં નાના ગામડાઓ વચ્ચે ગ્રુપ ગ્રામ પંચાયત આવેલી છે. દાંતા તાલુકામાં પહાડોની વચ્ચે આવેલી વસી ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા 12 દિવસથી પાણી ન આવતા ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે.
વિરોધ પ્રદર્શન
આજે ગ્રામજનો ગ્રામ પંચાયતમાં જઈને ચીમકી આપવામાં આવી હતી કે સાંજ સુધીમાં પાણી નહીં આવે તો ગ્રામ પંચાયતને તાળાબંધી કરવામાં આવશે તો બીજી તરફ ગામની મહિલાઓ દાંતાથી અંબાજી તરફનો છે માર્ગ છે તે વસી ગામના બસ સ્ટેન્ડ પર માર્ગ રોકીને પાણી આપો, પાણી આપોના નારા લગાવ્યા હતા અને વાહન વ્યવહાર થોડા સમય માટે અહી રોકાઈ ગયો હતો. વશી ગામના સરપંચ પાણીની સમસ્યાનો નિકાલ ન લાવતા ગ્રામજનો લડી લેવાના મૂડમાં આજે જોવા મળ્યા હતા.
400થી વધારે ઘર
દાંતા તાલુકામાં ઘણી બધી ગ્રામ પંચાયતો આવેલી છે જેમાં કોઈને કોઈ બાબતમાં આવી પંચાયતો વિવાદ માં રહેતી હોય છે. છેલ્લા કેટલાય સમયથી દાંતા તાલુકામાં અગાઉ શાળાના પ્રશ્નોને લઈને, હેલ્થ સેન્ટરોને લઈને અને પાણીના પ્રશ્નોને લઈને પંચાયતો વિવાદમાં આવતી જોવા મળી રહી છે ત્યારે હવે દાંતા તાલુકામાં પહાડોની વચ્ચે અંતરિયાળ વિસ્તારમાં આવેલી વશી ગ્રુપ ગ્રામ પંચાયત પણ ફરીથી વિવાદમાં આવી છે અને આ વિવાદમાં આવવાનું મુખ્ય કારણ એ છે કે આ ગામમાં 400 કરતાં વધુ ઘર આવેલા છે અને વશી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સાત જેટલા અલગ ગામો પણ આવેલા છે.
સરપંચની ખાત્રી
પરંતુ છેલ્લા 12 દિવસથી પાણી ન આવતા ગ્રામજનો આજે લડાયક મૂડમાં અને ગ્રામ પંચાયતમાં આવીને ઉગ્ર રજૂઆત કરતા જોવા મળ્યા હતા અને ગ્રામ પંચાયતમાં આવીને ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો આજ સાંજ સુધીમાં પાણી નહીં આપવામાં આવે તો અમે ગ્રામ પંચાયતને તાળાબંધી કરીશું. વસી ગામના બે પૂર્વ સરપંચ અને હાલના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં વસી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવ્યા હતા અને પાણીના પ્રશ્નનો નિકાલ ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની માંગ કરી હતી તો બીજી તરફ જે હાલના સરપંચ છે તેમને પાણીનો પ્રશ્ન સાંજ સુધીમાં નિકાલ આવી જશે તેવી ખાતરી આપી હતી.

ગ્રામજનોને ભારે હેરાનગતિ
દાંતાથી અંબાજી તરફનો જે બીજો માર્ગ છે જે વાયા વસી થઈને અંબાજી જાય છે તે વસી બસ સ્ટેન્ડ પર વસી ગામની મહિલાઓ પાણીના ખાલી વાસણો લઈને રોડ પર ચક્કાજામ કર્યું હતું અને વાહન વ્યવહાર થોડા સમય માટે અહિ રોકાયેલો જોવા મળ્યો હતો મહિલાઓએ જે માંગ કરી હતી કે અમને પાણી આપો, પાણી આપો તેવા નારા બસ સ્ટેન્ડ પર સાંભળવા મળ્યા હતા. 15મું નાણાપંચ 22-23 વસી ગ્રુપ ગ્રામ પંચાયત નીચે સાત ગામ આવેલા છે, પરંતુ આ પંચાયતમાં કામ કરતાં કોન્ટ્રાક્ટરોના લીધે આ ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રાન્ટ વશી ગામમાં વાપરવાને બદલે બાજુના દીવડી - 2 ગામમાં જતી રહી છે, જે કારણે ગ્રામજનોને ભારે હેરાનગતિ થઈ રહી છે તેવું પૂર્વ સરપંચ સરદાર ભાઈએ જણાવ્યું હતું.
વસી બસ સ્ટેન્ડ પર મહિલાઓ દ્વારા રસ્તા રોકવામાં આવ્યા
દાંતા તાલુકામાં આવેલા વસી ગ્રુપ ગ્રામ પંચાયતમાં પાણીના પ્રશ્નને લઈને મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને મહિલાઓ જણાવ્યું હતું કે છેલ્લા 12 દિવસથી અમારા ગામમાં પાણી આવતું નથી તો અમને પાણી આપવામાં આવે આ કારણે વસી બસ સ્ટેન્ડ પર મહિલાઓ દ્વારા ખાલી વાસણો લઈને રસ્તા રોકવામાં આવ્યા હતા, અંબાજી થી વાયા વસી થઈને દાંતા તરફનો જે માર્ગ છે તે વસી બસ સ્ટેન્ડ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
વસી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સાત ગામ આવેલા છે
વસી ગ્રુપ ગ્રામ પંચાયત 7 ગામો આવેલા છે જે પૈકી વસી, દીવડી, પીપળાવાળી વાવ, હરીવાવ, સિયાવાડા, ઘરેડા અને ખેરોજ ગામનો સમાવેશ થઈ રહ્યો છે. વસી ગામના સરપંચ વસી ગામના સરપંચ હાલમાં મોટર દ્વારા ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. આજે વશી ગામમાં પાણીના પ્રશ્નને લઈને પુરુષો અને મહિલાઓ લડાયક મૂડમાં જોવા મળ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×