Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેરોજગારીના મુદ્દે પોતાના જ પક્ષની સરકારને ઘેરતા વરુણ ગાંધી

ભાજપના પીલીભીતના સાંસદ વરુણ ગાંધીએ એક વાર ફરી પોતાની જ સરકાર પર નિશાન સાધ્યું છે. આ વખતે વરુણ ગાંધીએ બેરોજગારીના મુદ્દે પોતાની સરકાર પર સવાલ ઉભા કર્યા છે. દેશમાં મોંઘવારી બાદ બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે અને તેના પર વરુણ ગાંધીએ પોતાના જ પક્ષની સરકારને ઘેરી હતી અને સરકારને સવાલો કર્યા હતા. ભાજપ સાંસદ વરુણ ગાંધીએ કેન્દ્રના વિભીન્ન વિભાગો સહિત સેના, પોલીસ, આરોગ્ય સહિતના વિભાગોમા
બેરોજગારીના મુદ્દે પોતાના જ પક્ષની સરકારને ઘેરતા વરુણ ગાંધી
ભાજપના પીલીભીતના સાંસદ વરુણ ગાંધીએ એક વાર ફરી પોતાની જ સરકાર પર નિશાન સાધ્યું છે. આ વખતે વરુણ ગાંધીએ બેરોજગારીના મુદ્દે પોતાની સરકાર પર સવાલ ઉભા કર્યા છે. દેશમાં મોંઘવારી બાદ બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે અને તેના પર વરુણ ગાંધીએ પોતાના જ પક્ષની સરકારને ઘેરી હતી અને સરકારને સવાલો કર્યા હતા. 
ભાજપ સાંસદ વરુણ ગાંધીએ કેન્દ્રના વિભીન્ન વિભાગો સહિત સેના, પોલીસ, આરોગ્ય સહિતના વિભાગોમાં ખાલી પડેલા પદોની સંખ્યાને લઇને ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે બેરોજગારી 3 દાયકાની સર્વોચ્ચ પર છે ત્યારે આ આંકડા ચોંકાવનારા છે. જયારે ભરતી ના થતી હોય ત્યારે કરોડો યુવા હતાશ અને નિરાશ છે, અને સરકારી આંકડો જોઇએ તો દેશમાં 60 લાખ જગ્યા ખાલી છે. કયા ગયું બજેટ જે આ પદ માટે ફાળવાયું હતું. આ જાણવું દરેક યુવાનનો હક છે. 
Advertisement

ભાજપ સાંસદ વરુણ ગાંધી સરકારની ખોટી નીતિનો હંમેશા વિરોધ કરતાં રહ્યા છે. આ વખતે તેમણે કેન્દ્રની પોતાની જ ભાજપ સરકાર પર દેશમાં સરકારી પદો પર રહેલી ખાલ જગ્યા અંગે સવાલ ઉભા કર્યા છે. ખાલી જગ્યાઓ પર તેમણે મોદી સરકાર પર સીધો હુમલો કર્યો છે. તેમણે ટ્વિટમાં દેશમાં અલગ અલગ સરકારી વિભાગોમાં ખાલી પડેલા પદોના આંકડા પણ જાહેર કર્યા છે અને હજારો સ્વીકૃત પદ ખાલી હોવાનો દાવો કર્યો હતો.
થોડા સમય પહેલાં પણ વરુણ ગાંધીએ યુપીની યોગી સરકાર તરફથી રાશનકાર્ડ ધારકો માટે નક્કી કરાયેલી પાત્રતાના મુદ્દે સવાલો ઉભા કર્યા હતા. તેમણે યોગી સરકાર પર સવાલો કર્યા હતા કે સામાન્ય લોકોના જીવન પ્રભાવિત કરનારા સારા માપદંડો જો ચૂંટણીને અનુંલક્ષીને નક્કી કરાશે તો સરકારો પોતાની વિશ્વસનીયતા ગુમાવી દેશે, 
Tags :
Advertisement

.