બજારોમાં મોદી, યોગી, પુષ્પા-કેજીએફ અને મેસ્સીની પ્રિન્ટવાળી પતંગની વેરાયટીઓએ મચાવી ધૂમ
પોરબંદરના પતંગ રસીકો માટે બજારોમાં અવનવી પ્રિન્ટવારી પતંગો આવી ગઇ છે. પરંતુ કોટન-કાગળના 25 થી 30 ટકાભાવ વધારાને લીધે આ વર્ષે પતંગ-દોરા મોંઘા થયા છે. બજારોમાં મોદી, યોગી, પુષ્પા, કેજીએફ ફેમની પ્રિન્ટવારી પતંગોએ ધૂમ મચાવી છે. તો ઓટોમેટીક દોરા વીંટાળી લે તેવી ફીરકીઓ પણ બજારમાં આ વર્ષે જોવા મળી રહી છે. આ ઉપરાંત બાળકો માટે અલગ અલગ પ્રાણીઓના માસ્ક, બ્યૂગલ, લાઇટવાળા ફાનસ, સોલારવારી કેપ જેવી à
પોરબંદરના પતંગ રસીકો માટે બજારોમાં અવનવી પ્રિન્ટવારી પતંગો આવી ગઇ છે. પરંતુ કોટન-કાગળના 25 થી 30 ટકાભાવ વધારાને લીધે આ વર્ષે પતંગ-દોરા મોંઘા થયા છે. બજારોમાં મોદી, યોગી, પુષ્પા, કેજીએફ ફેમની પ્રિન્ટવારી પતંગોએ ધૂમ મચાવી છે. તો ઓટોમેટીક દોરા વીંટાળી લે તેવી ફીરકીઓ પણ બજારમાં આ વર્ષે જોવા મળી રહી છે. આ ઉપરાંત બાળકો માટે અલગ અલગ પ્રાણીઓના માસ્ક, બ્યૂગલ, લાઇટવાળા ફાનસ, સોલારવારી કેપ જેવી અનેક અનવની વેરાયટીઓનું બજારમાં વેચાણ.
મકર સંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પોરબંદરની બજારોમાં ફિલ્મી તથા રાજકીય નેતાઓની પ્રિન્ટવારી પતંગો બજારમાં આવી ચુકી છે. સોશ્યલ મીડિયાના ક્રેશને લીધે હવે પતંગોમાં પણ અવનવી પ્રિન્ટ જોવા મળી રહી છે. ઉપરાંત ઓટોમેટીક ફિરકી તેમજ અવનવી બાળકો માટે પતંગો તેમજ ખાસ મંદિરોમાં ગોલ્ડન-ચાંદીની ડેમવાળી નાની પતંગોનું વેચાણ પણ જોવા મળી રહ્યું છે.
આ વર્ષે પતંગ-દોરામાં 25 થી 30ટકાના ભાવ વધારાને લીધે પતંગરસીકોને આ વર્ષે પતંગ-દોરા મોંઘા ખરીદવા પડશે. મોંઘવારીનો માર હવે તહેવારોમાં પણ નડી રહ્યો છે. વેપારીઓ પાસેથી મળતી વિગતો અનુસાર ગત વર્ષે જે પતંગના 100 નંગના ભાવ 320 હતા તેજ પતંગના આ વર્ષે 450 રૂપિયા ભાવ જોવા મળે છે. ઉતરાયણ નજીક આવી રહી છે ત્યારે પતંગ-દોરાના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોટનમાં રપ ટકા આવેલા ભાવ વધારાની અસર કાચા દોરામાં પણ જોવા મળે છે. મુખ્ય બજારમાં તેમજ નાની-મોટા ધંધાર્થીઓને ત્યાં પતંગનું વેચાણ થઇ રહ્યું છે. પરંતુ હાલ કોઇ ખાસ ગ્રાહકી જોવા મળતી નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement