Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુશર્રફે અટલજી સાથે શેક હેન્ડનું નાટક કર્યું પણ વાજપેયીએ આપ્યો હતો જડબાતોડ જવાબ

વર્ષ 2002... નેપાળમાં સાર્ક સંમેલન (SAARC Convention) થઈ રહ્યું હતું.... પાકિસ્તાન (Pakistan)ના રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ (Pervez Musharraf) બોલવા માટે ઉભા થયા અને તેમના સંબોધનમાં ભારત સાથે સારા સંબંધોની હાકલ કરી. પછી અચાનક મંચ પર બેઠેલા ભારતના તત્કાલીન વડા પ્રધાન અટલ વિહારી વાજપેયી પાસે પહોંચ્યા અને તેમનો હાથ લંબાવી હેન્ડ શેક કર્યો..આ જોઈને બધા ચોંકી ગયા.  મુશર્રફ પાકિસ્તાન આર્મીના એ જ જનરલ હતા જેમણે 1999માં કા
મુશર્રફે અટલજી સાથે શેક હેન્ડનું નાટક કર્યું પણ વાજપેયીએ  આપ્યો હતો જડબાતોડ જવાબ
વર્ષ 2002... નેપાળમાં સાર્ક સંમેલન (SAARC Convention) થઈ રહ્યું હતું.... પાકિસ્તાન (Pakistan)ના રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ (Pervez Musharraf) બોલવા માટે ઉભા થયા અને તેમના સંબોધનમાં ભારત સાથે સારા સંબંધોની હાકલ કરી. પછી અચાનક મંચ પર બેઠેલા ભારતના તત્કાલીન વડા પ્રધાન અટલ વિહારી વાજપેયી પાસે પહોંચ્યા અને તેમનો હાથ લંબાવી હેન્ડ શેક કર્યો..આ જોઈને બધા ચોંકી ગયા.  મુશર્રફ પાકિસ્તાન આર્મીના એ જ જનરલ હતા જેમણે 1999માં કારગીલની સ્ટોરી લખી હતી અને પછી કરારી હારનો સામનો કર્યો હતો.
અટલજી સાથે હાથ મિલાવીને ભારત સાથે સારા સંબંધોની વાત કરી
1999માં જ કંદહાર પ્લેન હાઇજેકની ઘટના મુશર્રફના સમયમાં બની હતી. પરંતુ આ બધા પછી પણ મુશર્રફે અચાનક મંચ પર જ અટલજી સાથે હાથ મિલાવીને ભારત સાથે સારા સંબંધોની વાત કરી હતી. એ અલગ વાત છે કે અટલજીએ પણ આગળ વધીને તેમની સાથે હાથ મિલાવ્યો, પરંતુ એવો જડબેસલાક જવાબ આપ્યો કે મુશર્રફ આ જવાબને લાંબા સમય સુધી ભૂલી શક્યા નહીં.
જાણો મુશર્રફે 2002ની સાર્ક સમિટમાં ભારત માટે શું કહ્યું હતું
1947માં ભાગલા બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા હતા. 4 થી 6 જાન્યુઆરી 2002 દરમિયાન નેપાળની રાજધાની કાઠમંડુમાં 11મી સાર્ક સમિટ યોજાઈ હતી. આ સાર્ક સમિટ ભારતની સંસદ પર હુમલા, કારગિલ યુદ્ધ અને ઐતિહાસિક આગ્રા સંમેલન બાદ થઈ રહી હતી. મુશર્રફ આ કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્યા હતા. મુશર્રફે પોતાના ભાષણમાં કહ્યું કે તેમનો દેશ ભારત સાથેના તમામ મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માંગે છે. તે ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે. આ પછી, તેમણે જાહેરાત કરી કે આ કોન્ફરન્સ દ્વારા તેઓ ભારતના વડા પ્રધાન વાજપેયી તરફ મિત્રતાનો હાથ લંબાવે છે.
મુશર્રફે હાથ મિલાવીને દુનિયાને ચોંકાવી દીધી
મુશર્રફ સાર્ક સંમેલન દરમિયાન પોતાનું ભાષણ આપ્યા બાદ પોડિયમ પરથી નીચે આવી રહ્યા હતા. મુશર્રફે વાજપેયી સાથે હાથ મિલાવીને સૌને ચોંકાવી દીધા હતા. પરંતુ આ પછી વાજપેયીએ જે કર્યું તેની ખુદ મુશર્રફને અપેક્ષા નહોતી. 
વાજપેયીએ પણ મુશર્રફને જડબાતોડ જવાબ આપ્યો
વાજપેયીએ પણ થોડીવાર પછી મુશર્રફને જડબાતોડ જવાબ આપ્યો. વાજપેયીએ આ સંમેલનમાં કહ્યું હતું કે, 'મને ખુશી છે કે રાષ્ટ્રપતિ મુશર્રફે મારી તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. મેં તમારા બધાની હાજરીમાં તેની સાથે હાથ મિલાવ્યા. હવે મુશર્રફે આ ભાવનાને આગળ વધારવી પડશે. વાજપેયીએ કહ્યું હતું કે, 'મુશર્રફે વચન આપવું પડશે કે તેઓ એવી આતંકવાદી ગતિવિધિઓને જે ભારત વિરુદ્ધ છે તેને પાકિસ્તાન અથવા તેની સરહદોમાં ખીલવા દેશે નહીં.'

વાજપેયીએ મુશર્રફને આ વિશે યાદ અપાવ્યું હતું
વાજપેયીએ કડક સ્વરમાં કહ્યું કે લાહોર બાદ ભારતને કારગિલ યુદ્ધની ભેટ મળી છે. ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન કાઠમંડુથી હાઈજેક કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટનાના એક મહિના પછી એટલે કે ફેબ્રુઆરી 2002માં જ્યારે મુશર્રફે એક જાપાની મીડિયાને ઈન્ટરવ્યુ આપ્યો ત્યારે તેઓ સહમત થયા કે વાજપેયી સાથે હાથ મિલાવવો તેમના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.