Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરાના યુવાને બે ઘોડા પર ઉભા રહીને તિરંગો લહેરાવ્યો, જુઓ વિડીયો

આજે દેશ 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે. દેશવાસીઓ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આહ્વાહનથી શરુ થયેલા હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થઇ રહ્યા છે ત્યારે વડોદરાના યુવાને અનોખી રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આહ્વાહનથી હર ઘર તિરંગા અભિયાનમાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઇ રહ્યા છે. વડોદàª
વડોદરાના યુવાને બે ઘોડા પર ઉભા રહીને તિરંગો લહેરાવ્યો  જુઓ વિડીયો
આજે દેશ 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે. દેશવાસીઓ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આહ્વાહનથી શરુ થયેલા હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થઇ રહ્યા છે ત્યારે વડોદરાના યુવાને અનોખી રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. 
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આહ્વાહનથી હર ઘર તિરંગા અભિયાનમાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઇ રહ્યા છે. વડોદરામાં કલાલી ગામમાં રહેતા મેઘ જયેશભાઇ રાય નામના યુવકે સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. મેઘ રાયે બે ઘોડા પર સવારી કરી તિરંગો લહેરાવ્યો હતો. 
કલાલી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી બાળમુકુંદજીની વાડીમાં રખાયેલા ઘોડાઓની મેઘ રાય નામનો યુવક દેખભાળ કરે છે. રાષ્ટ્રપ્રેમની ભાવનાથી તરબતર રહેલા 18 વર્ષના મેઘ રાયે સોમવારે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. 
18 વર્ષના મેઘ રાયે સ્વાતંત્ર્ય પર્વની સવારે બે ઘોડા પર ઉભા રહીને તિરંગો લહેરાવ્યો હતો. મેઘ રાયે માણકી અને હીર નામના ઘોડાની સવારી કરી હતી. મેઘ બંને ઘોડા પર ઉભો રહ્યો હતો અને તિરંગો લહેરાવ્યો હતો. તેણે એક ઘોડા પર પણ ઉભા રહીને તિરંગો લહેરાવ્યો હતો. રસ્તા પર સડસડાટ દોડી રહેલા ઘોડાઓ પર ઉભા રહીને તેણે તિરંગો લહેરાવ્યો હતો. આ લોકો આ દ્રષ્ય જોઇને દંગ થઇ ગયા હતા અને તિરંગાને સલામી આપી હતી.
Advertisement
Tags :
Advertisement

.