સુરતમાં યોજાઇ તિરંગા પદયાત્રા, શહેરીજનોમાં ભારે ઉત્સાહ
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગ અંતર્ગત સુરતમાં ગુરુવારે તિરંગા પદયાત્રા યોજાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે હર ઘર તિરંગા અભિયાનનું લોન્ચિંગ કર્યું હતું. સુરતમાં હર ઘર તિરંગા અભિયાન માટેની ગુરુવારે તિરંગા યાત્રા અને પદયાત્રા યોજાઇ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગ અંતર્ગત સુરતમાં ગુરુવારે તિરંગા પદયાત્રા યોજાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે હર ઘર તિરંગા અભિયાનનું લોન્ચિંગ કર્યું હતું.
સુરતમાં હર ઘર તિરંગા અભિયાન માટેની ગુરુવારે તિરંગા યાત્રા અને પદયાત્રા યોજાઇ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
પીપલોદના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી પીપલોદના કારગિલ ચોક સુધી 2 કિલોમીટરની લાંબી તિરંગા પદયાત્રા યોજાઇ હતી. આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની જાગૃતિ માટે આ પદયાત્રા યોજાઇ હતી.
દેશભક્તિ ભર્યા માહોલમાં મોટી સંખ્યામાં તિરંગા પદયાત્રામાં સુરતીઓ પણ જોડાયા હતા. મુખ્યમંત્રી અને અન્ય આગેવાનો પણ પદયાત્રામાં સહભાગી થયા હતા અને રસ્તા પર ચાલ્યા હતા અને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.
પદયાત્રાના રૂટ પર લોકોએ મોટીસંખ્યામાં હાજર રહીને તિરંગો લહેરાવ્યો હતો અને મુખ્યમંત્રી સહિતના આગેવાનોનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે હર ઘર તિરંગા અભિયાનનું મુખ્યમંત્રી દ્વારા લોન્ચિંગ કરાયુ હતું.
તિરંગા પદયાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો, વિદ્યાર્થીઓ, એક્સ આર્મી જવાન, NCC જવાનો સહિત અનેક સંગઠનો જોડાયા હતા. મોટીસંખ્યામાં બાળકો અને યુવાનો પદયાત્રામાં જોવા મળ્યા હતા.
Advertisement