Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરાની સિટી બસ અચાનક મુસાફરોથી ઉભરાઇ, જાણો કેમ

કોરોના કાળથી જ આર્થિક બોજો સહન કરતી વડોદરાની  સિટિબસ સેવાની આવકમાં અચાનક વધારો નોંધાયો છે.અચાનક મુસાફરોની સંખ્યા વધવા પાછળનું મુખ્ય કારણ પેટ્રોલ ડીઝલ નો ભાવ વધારો છે.સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ ના કારણે લોકો હવે પોતાના ખાનગી વ્હીકલનો ઉપયોગ ટાળી રહ્યા છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે.લોકો પોતાના વાહનનો ઉપયોગ ટાળી રહ્યા છેદેશમાં àª
વડોદરાની સિટી બસ અચાનક  મુસાફરોથી ઉભરાઇ  જાણો કેમ

કોરોના કાળથી જ આર્થિક બોજો સહન કરતી વડોદરાની  સિટિબસ સેવાની આવકમાં અચાનક વધારો નોંધાયો છે.અચાનક મુસાફરોની સંખ્યા વધવા પાછળનું મુખ્ય કારણ પેટ્રોલ ડીઝલ નો ભાવ વધારો છે.સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ ના કારણે લોકો હવે પોતાના ખાનગી વ્હીકલનો ઉપયોગ ટાળી રહ્યા છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

Advertisement

લોકો પોતાના વાહનનો ઉપયોગ ટાળી રહ્યા છે

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય નાગરિક પરેશાન છે. તેમાંય પેટ્રોલ ડીઝલની કિંમતમાં ધરખમ વધારો થતાં વિદ્યાર્થીઓ સહિત નોકરિયાત વર્ગ મુશ્કેલી માં મુકાયો છે.મર્યાદિક આવક માં ગુજરાન કેવી રીતે ચલાવવુ તે સૌથી મોટો સવાલ છે ત્યારે હવે નાગરિકોને પેટ્રોલના ભાવ ન પોસાતા પોતાના વ્હીકલ ભૂલી પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ તરફ વળ્યાં છે જેના કારણે સીટી બસ સેવામાં પેસેન્જરો ની સંખ્યા વધતા સંચાલકોની આવક માં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે.

Advertisement

સિટી બસ સેવામાં પણ આવકમાં વધારો 

તો બીજી તરફ સીટી બસ ના સંચાલક નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે કોરોનાના કારણે સીટી બસમાં પેસેન્જરોની સંખ્યા ઘટી ને માત્ર દસ હજાર થઈ ગઈ હતી.સાથે જ પેસેન્જર ન હોવાના કારણે કેટલાક રુટ પણ રદ્દ કરવામાં આવ્યા હતા.હાલ સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલ ના ભાવ ના કારણે ખાનગી વ્હીકલ નાગરિકોને પોસાય તેમ નથી.જેના કારણે છેલ્લા દસ દિવસથી સીટી બસમાં પેસેન્જરોની સંખ્યામાં અચાનક વધારો નોંધાયો છે. પેસેન્જરોની સંખ્યા દસ હજાર થી વધી 80 થી 90 હજારે પહોંચી છે.હાલ સી.એન.જી ગેસની કિંમતમાં પણ વધારો થયો છે જેથી સીટી બસ સેવાના માથે બોજો વધ્યો છે પરંતુ નાગરિકોની આર્થિક સ્થિતિને જોતા સંચાલકો દ્વારા બસના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.

Advertisement

Tags :
Advertisement

.