Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જોશીમઠ પાસે 700 મીટર ઉંડી ખાઈમાં ગાડી ખાબકી, 12ના મોત

ઉત્તરાખંડના (Uttarakhand) જોશીઠમાં ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે જેમાં 12 લોકોના મોત થયાં છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જોશીમઠ (Joshimath) બ્લોકની ઉર્ગમ-પલ્લા જખોલા મોટર માર્ગ પર ગાડીએ અચાનક કાબુ ગુમાવ્યો અને ખાઈમાં ખાબકી. 10 પુરૂષો અને 2 મહિલા મળી કુલ 12 લોકોના મોત થયાં છે.મળતી વિગતો પ્રમાણે બોલેરો ગાડીમાં 16 લોકો સવાર હàª
02:06 PM Nov 18, 2022 IST | Vipul Pandya
ઉત્તરાખંડના (Uttarakhand) જોશીઠમાં ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે જેમાં 12 લોકોના મોત થયાં છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જોશીમઠ (Joshimath) બ્લોકની ઉર્ગમ-પલ્લા જખોલા મોટર માર્ગ પર ગાડીએ અચાનક કાબુ ગુમાવ્યો અને ખાઈમાં ખાબકી. 10 પુરૂષો અને 2 મહિલા મળી કુલ 12 લોકોના મોત થયાં છે.
મળતી વિગતો પ્રમાણે બોલેરો ગાડીમાં 16 લોકો સવાર હતા, ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચુક્યો હતો.
12ના મોત, 3 ઘાયલ
જિલ્લા અધિકારી હિમાંશુ ખુરાના, પોલીસ અધિક્ષક પ્રમેન્દ્ર ડોબલ સહિત SDRF, NDRF, પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. અત્યાર સુધીમાં 12 મૃતદેહો મળી આવ્યા છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત છે જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલી રહી છે.
500 થી 700 મીટર ઉંડી ખાઈ
દુર્ઘટના પર SDRFના પ્રવક્તાએ જણાવ્યું કે, ચમોલીના પલ્લા જાખોલા ગામમાં દુમકા રોડથી એક વાહન 500 થી 700 મીટર ઊંડી ખાઈમાં ખાબક્યું હતું, જેમાં 12 થી 13 લોકો સવાર હતા. બચાવ કામગીરી ચાલી રહી છે. પાંડુકેશ્વર પોસ્ટથી SDRFની વધુ એક ટીમ મોકલવામાં આવી છે.
આ પણ વાંચો - ગૂગલમાં કામ કરતી મહિલાકર્મી સાથે અમદાવાદમાં આચરવામાં આવ્યું દુષ્કર્મ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AccidentChamoliAccidentsGujaratFirstJoshimathNDRFSDRFUttarakhand
Next Article