Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તરાખંડ સરકારે જબરજસ્તી ધર્માંતરણ વિરોધી કાયદો કડક બનાવ્યો, 10 વર્ષ સુધીની કેદની જોગવાઇ

ઉત્તરાખંડ સરકારની કેબિનેટ બેઠકમાં જબરજસ્તી ધર્માંતરણ પર લગામ કસવા માટે એક મોટો નિર્ણય લેવાયો છે.. કેબિનેટ બેઠકમાં ધર્માંતરણના કાયદામાં સખત સંશોધન કરવામાં આવ્યા છે, જે અંતર્ગત જબરજસ્તી ધર્મપરિવર્તન એક સંગીન અપરાધ ગણાશે. આ અંતર્ગત સજાની પણ જોગવાઇ કરવામાં આવી છે. નવા કાયદામાં જબરજસ્તી ધર્માંતરણ કરવા પર 10 વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે. કે જેથી ધર્માંતરણ અને લવ જેહાજ જેવા માàª
ઉત્તરાખંડ સરકારે જબરજસ્તી ધર્માંતરણ વિરોધી કાયદો કડક બનાવ્યો  10 વર્ષ સુધીની કેદની જોગવાઇ
ઉત્તરાખંડ સરકારની કેબિનેટ બેઠકમાં જબરજસ્તી ધર્માંતરણ પર લગામ કસવા માટે એક મોટો નિર્ણય લેવાયો છે.. કેબિનેટ બેઠકમાં ધર્માંતરણના કાયદામાં સખત સંશોધન કરવામાં આવ્યા છે, જે અંતર્ગત જબરજસ્તી ધર્મપરિવર્તન એક સંગીન અપરાધ ગણાશે. આ અંતર્ગત સજાની પણ જોગવાઇ કરવામાં આવી છે. નવા કાયદામાં જબરજસ્તી ધર્માંતરણ કરવા પર 10 વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે. કે જેથી ધર્માંતરણ અને લવ જેહાજ જેવા મામલાઓ પર રોક લગાવી શકાય 
 
10 વર્ષ સુધીની સજાની જોગવાઇ 
ઉત્તરાખંડ સરકારની કેબિનેટ બેઠકમાં 29 પ્રસ્તાવ લાવવામાં આવ્યા. જે અંતર્ગત હવે ઉત્તરાખંડમાં ધર્માંતરણ વિરોધી  કાયદો ઉત્તરપ્રદેશ કરતા પણ વધુ કડક થઇ ગયો છે. આનો ઉદ્દેશ જબરજસ્તી ધર્માંતરણ પર રોક લગાવાનો છે. આ કાયદા અંતર્ગત જબરજસ્તી ધર્માંતરણ કરાવવાના મામલામાં દોષી ઠરનારને 10 વર્ષસુધીની સખત કેદની સજા થઇ શકશે. કેબિનેટમાં આના પર મહોર વાગી ગઇ છે. ટુંક સમયમાં આ વિધેયક વિધાનસભામાં લાવવામાં આવશે 
 
નૈનીતાલ હાઇકોર્ટને શિફ્ટ કરવામાં આવશે 
આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં એ વાત ઉપર પણ મહોર લગાવાઇ કે નૈનિતાલ હાઇકોર્ટને હલદ્વાનીમાં શિફ્ટ કરવામાં આવે.. આ વાતની છેલ્લા લાંબા સમયથી માંગ થઇ રહી હતી.. આ ઉપરાંત ધામી કેબિનેટમાં અન્ય ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં કેદારનાથ ધામમાં ઓમ મૂર્તિની સ્થાપના સહિતના નિર્ણયો શામેલ છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચાર(news)માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.