Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકાને પાકિસ્તાનમાં સૈન્ય મથક બનાવવું હતું, ના પાડી એટલે સરકાર પડી, ઈમરાન ખાનનો ચોંકાવનારો દાવો

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓને સંબોધિત કરતા કહ્યું કે અમેરિકાએ તેમને કેમ પદભ્રષ્ટ કર્યા છે. ઈમરાન ખાન ભૂતકાળમાં અમેરિકા પર તેમની સરકારને તોડી પાડવાનો આરોપ લગાવતા રહ્યા છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે ઈમરાન ખાને કહ્યું કે તેમની સરકારને તોડવાનું ષડયંત્ર ક્યારે શરૂ થઈ. ઈમરાન ખાનના કહેવા પ્રમાણે અમેરિકા પાકિસ્તાનમાં એરબેઝ બનાવવા માંગતું હતું, જ
અમેરિકાને પાકિસ્તાનમાં સૈન્ય મથક બનાવવું હતું  ના પાડી એટલે
સરકાર પડી  ઈમરાન ખાનનો ચોંકાવનારો દાવો

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓને
સંબોધિત કરતા કહ્યું કે અમેરિકાએ તેમને કેમ પદભ્રષ્ટ કર્યા છે. ઈમરાન ખાન
ભૂતકાળમાં અમેરિકા પર તેમની સરકારને તોડી પાડવાનો આરોપ લગાવતા રહ્યા છે
, પરંતુ આ પહેલીવાર છે જ્યારે ઈમરાન ખાને કહ્યું કે તેમની સરકારને
તોડવાનું ષડયંત્ર ક્યારે શરૂ થઈ. ઈમરાન ખાનના કહેવા પ્રમાણે
અમેરિકા પાકિસ્તાનમાં એરબેઝ બનાવવા માંગતું હતું, જે તેમને મંજૂર નહોતું. ઈમરાન ખાનના જણાવ્યા અનુસાર અમેરિકા ઈચ્છતું હતું કે અફઘાનિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓ બાદ તેને
બદલો લેવા માટે પાકિસ્તાનમાં એરબેઝ બનાવવાની મંજૂરી આપવામાં આવે. ઈમરાન ખાનના
જણાવ્યા અનુસાર
તેણે આ માટે સ્પષ્ટપણે ના પાડી દીધી. ત્યારબાદ અમેરિકાએ તેમને પીએમ પદ પરથી હટાવવાની યોજના શરૂ કરી.

Advertisement


પાકિસ્તાની અખબાર ધ ડોન અનુસાર, ઈમરાન ખાને NRI પાકિસ્તાનીઓને સંબોધિત કરતા એમ પણ કહ્યું કે અમેરિકા ક્યારેય
પાકિસ્તાનમાં સ્વતંત્ર સરકાર નથી ઈચ્છતું.
 પરંતુ તે એવી સરકાર ઈચ્છે છે જે તેની હા સાથે સહમત થઈ શકે. ઇમરાને
એમ પણ કહ્યું કે અમેરિકા દ્વારા આતંકવાદ વિરુદ્ધ ચલાવવામાં આવેલા યુદ્ધમાં
પાકિસ્તાનના
80 હજાર લોકોના મોત થયા છે. તેમ છતાં અમેરિકા આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાનને જવાબદાર માને
છે. 
ઇમરાને કહ્યું કે અમેરિકા અમારા પર આરોપ લગાવે છે, આતંકવાદ વિરુદ્ધ અમારા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો ઉલ્લેખ પણ
નથી કરતું
. અમારા આદિવાસી વિસ્તારોમાં બોમ્બ
ધડાકા કરીને તેમને બરબાદ કરે છે.
 તેમ છતાં તે ઇચ્છે છે કે અમે તેને તેમના દેશમાં એરબેઝ તરીકે બદલીએ.
જ્યારે હું તેના માટે તૈયાર નહોતો
, ત્યારે અમારી વચ્ચે સમસ્યાઓ વધવા લાગી.

Advertisement

Tags :
Advertisement

.