Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચીનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને અમેરિકાનું સમર્થન, કહ્યું સૌને શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવવાનો અધિકાર

ચીનમાં લોકડાઉન સામે ચાલી રહેલા વિરોધને અમેરિકાનું સમર્થન મળ્યું છે. અમેરિકાએ આ વિરોધને સમર્થન આપતા કહ્યું કે ચીનની 'ઝીરો કોવિડ પોલિસી' કામ કરી રહી નથી. અમે સમજીએ છીએ કે ચીન માટે ઝીરો કોવિડ  રણનીતિ દ્વારા આ વાયરસને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ હશે. અમે વિશ્વમાં ગમે ત્યાં શાંતિપૂર્ણ વિરોધને સમર્થન આપીએ છીએ. અમેરિકાએ કહ્યું છે કે ચીનના ઘણા ભાગોમાં 'ઝીરો કોવિડ પોલિસી' વિરુદ્ધ વિરોધ પ
ચીનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને અમેરિકાનું સમર્થન  કહ્યું સૌને શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવવાનો અધિકાર
Advertisement
ચીનમાં લોકડાઉન સામે ચાલી રહેલા વિરોધને અમેરિકાનું સમર્થન મળ્યું છે. અમેરિકાએ આ વિરોધને સમર્થન આપતા કહ્યું કે ચીનની 'ઝીરો કોવિડ પોલિસી' કામ કરી રહી નથી. અમે સમજીએ છીએ કે ચીન માટે ઝીરો કોવિડ  રણનીતિ દ્વારા આ વાયરસને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ હશે. અમે વિશ્વમાં ગમે ત્યાં શાંતિપૂર્ણ વિરોધને સમર્થન આપીએ છીએ. અમેરિકાએ કહ્યું છે કે ચીનના ઘણા ભાગોમાં 'ઝીરો કોવિડ પોલિસી' વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ નીતિ હેઠળ, એકવાર કોઈ બિલ્ડિંગ અથવા વિસ્તારમાં કોરોના વાયરસનો કેસ મળી આવે, તો ચીન તેને સંપૂર્ણ રીતે સીલ કરી દે છે, જેના કારણે લોકોને અસુવિધા થાય છે.
અમે કોવિડ રસીના વિશ્વમાં સૌથી મોટા સપ્લાયરઃ અમેરિકા 
વ્હાઇટ હાઉસના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ ફોર સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સના કોઓર્ડિનેટર જ્હોન કિર્બીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ચીનના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. કિર્બીએ કહ્યું કે અમેરિકાએ હાલમાં ચીનને કોઈ મદદની ઓફર કરી નથી. તેમણે કહ્યું કે અમે વિશ્વભરમાં કોવિડ રસીના સૌથી મોટા સપ્લાયર છીએ. અમને અમારી રસીઓ મેળવવા માટે ચીન તરફથી કોઈ વિનંતી કે કોઈ રસ મળ્યો નથી.
લોકોને શાંતિપૂર્ણ દેખાવો કરવાનો છે અધિકાર 
કિર્બીએ કહ્યું કે વિશ્વભરના શાંતિપૂર્ણ વિરોધીઓ માટે અમારો સંદેશ સામાન્ય અને સુસંગત છે. લોકોને શાંતિપૂર્ણ રીતે નીતિઓ અથવા કાયદાઓ સામે ભેગા થવાનો અને વિરોધ કરવાનો અધિકાર આપવો જોઈએ. તેમણે કહ્યું કે શાંતિપૂર્ણ વિરોધ સમસ્યાનો ઉકેલ લાવે છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×