ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમેરિકાએ પોતાના ફાઇટર જેટ પર ચીનનો ઝંડો લગાવી રશિયા પર બોમ્બ ફેંકવો જોઇએ : ટ્રમ્પ

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત વધાારે આક્રમક તઇ રહ્યું છે. દર કલાકે આ યુદ્ધ સાથે જોડાયેલા નવા નવા દાવાઓ થઇ રહ્યા છે. દુનિયાના અનેક નેતાઓ અને સંગઠનો યુદ્ધ રોકવાના પ્રયાસોમાં છે. ત્યારે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રશિયાને લઇને અમેરિકન સરકારે શું કરવું જોઇએ તેની સલાહ આપી છે. તેમની આ સલાહ અત્યારે ચર્ચાનો અથવા તો મજાકનો વિષય પણ બની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ
04:37 PM Mar 06, 2022 IST | Vipul Pandya
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત વધાારે આક્રમક તઇ રહ્યું છે. દર કલાકે આ યુદ્ધ સાથે જોડાયેલા નવા નવા દાવાઓ થઇ રહ્યા છે. દુનિયાના અનેક નેતાઓ અને સંગઠનો યુદ્ધ રોકવાના પ્રયાસોમાં છે. ત્યારે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રશિયાને લઇને અમેરિકન સરકારે શું કરવું જોઇએ તેની સલાહ આપી છે. તેમની આ સલાહ અત્યારે ચર્ચાનો અથવા તો મજાકનો વિષય પણ બની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ટ્રમ્પ એવો દાવો કરી ચુક્યા છે કે જો તેઓ અત્યારે રાષ્ટ્રપતિ હોત તો રશિયા યુક્રેન પર હુમલો ના કરત.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એક કાર્યક્રમમાં કહ્યું કે ‘અમેરિકાએ પોતાના ફાઇટર પ્લેન એફ-22 પર ચીનનો ઝંડો લગાવીને રશિયાને બોમ્બ વડે ઉડાાવી દેવું જોઇએ. ત્યારબાદ આપણે એવું કહેવાનું કે આ હુમલો ચીને કર્યો છે. ત્યારબાદ તેઓ બંને એકબીજા સાથે લડત અને આપણે ફરી બેસીને તેની મજા લેવાની’ કાર્યક્રમમાં ટ્રમ્પે જ્યારે આવી મજાક કરી ત્યારે ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા અને તાળીઓ પણ વગાડી.
ટ્રમ્પે નાટોને કાગળનો સિંહ કહ્યો હતો
આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે નાટોને કાગળનો સિંહ ગણાવીને તેની આલોચના કરી હતી.  તેમણે કહ્યું કે ‘તેઓ ક્યા પોઇન્ટ પર આવીને એવું કહે છે કે બસ હવે અમે માનવતા સામેનો આવડો મોટો અપરાધ સહન નહીં કરીએ? અમે આવું નહીં થવા દઇએ’ તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે બાઇડેન અને નાટો બંને મુર્ખતાપૂર્ણ કામ કરે છે. 
રશિયાએ મારા કાર્યકાળ દરમિયાન કોઈ દેશ પર હુમલો કર્યો નથી
આ પહેલા એક અન્ય કાર્યક્રમમાં ટ્રમ્પે કહ્યું હતું કે 21મી સદીમાં તેઓ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ રહ્યા છે, જેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ કોઈ દેશ પર હુમલો કર્યો નથી. ટ્રમ્પે કહ્યું, બુશના કાર્યકાળમાં રશિયાએ જ્યોર્જિયા પર હુમલો કર્યો હતો. ઓબામાના કાર્યકાળ દરમિયાન રશિયાએ ક્રિમીઆ પર કબજો કર્યો હતો. તો ત્યારે બાઇડેનના શાસનમાં યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો. 
Tags :
ChinaDonaldTrumpGujaratFirstrussiaTrumpUS
Next Article