Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો બાઇડેન પહોંચ્યા યુક્રેન, 500 મિલીયન ડોલરના પેકેજની જાહેરાત

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન (US President Joe Biden) યુક્રેન યુદ્ધ (Ukraine War)ની વર્ષગાંઠ પહેલા કિવ  પહોંચ્યા છે. બાઇડેન યુક્રેનની રાજધાનીમાં ઝેલેન્સકીને મળ્યા હતા અને કેટલાક મહત્વના ક્ષેત્રોની સમીક્ષા પણ કરી હતી. દરમિયાન, બાઇડેને યુક્રેનને યુદ્ધમાં મદદ કરવા માટે $500 મિલિયનના નવા સંરક્ષણ પેકેજની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યા બાદ તેમણે કહ્યું કે યુક્રેનને ટૂંક સમયમાં નવા હથિયારો
જો બાઇડેન પહોંચ્યા યુક્રેન   500 મિલીયન ડોલરના પેકેજની જાહેરાત
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન (US President Joe Biden) યુક્રેન યુદ્ધ (Ukraine War)ની વર્ષગાંઠ પહેલા કિવ  પહોંચ્યા છે. બાઇડેન યુક્રેનની રાજધાનીમાં ઝેલેન્સકીને મળ્યા હતા અને કેટલાક મહત્વના ક્ષેત્રોની સમીક્ષા પણ કરી હતી. દરમિયાન, બાઇડેને યુક્રેનને યુદ્ધમાં મદદ કરવા માટે $500 મિલિયનના નવા સંરક્ષણ પેકેજની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યા બાદ તેમણે કહ્યું કે યુક્રેનને ટૂંક સમયમાં નવા હથિયારોની સપ્લાય કરવામાં આવશે. અમે પુતિનને ખોટા સાબિત કરતા રહીશું.
યુક્રેનને મદદ ચાલુ રહેશે તેવી વાત કરી
તમને જણાવી દઈએ કે બાઇડેન એવા સમયે યુક્રેન પહોંચ્યા છે જ્યારે પુતિને ઝેલેન્સકીની મદદ કરનારા તમામ દેશોને તબાહ  કરવાની ધમકી આપી છે. પરંતુ છતાં બાઇડેન કિવ પહોંચી ગયા છે અને યુક્રેનને મદદ ચાલુ રહેશે તેવી વાત કરી હતી. બાઇડેનના આગમન દરમિયાન પણ યુક્રેનમાં યુદ્ધના સાયરન વાગતા રહ્યા હતા.  કડક સુરક્ષા વચ્ચે બાઇડેને ઝેલેન્સકી સાથે બેઠક યોજી હતી. ઝેલેન્સકીને મળ્યા બાદ બાઇડેને પોતે ટ્વિટ કરીને યુક્રેનને મદદની જાહેરાત કરી હતી.
Advertisement


પુતિન યુક્રેનને નબળું માનતા હતા
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે હું આજે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરવા અને યુક્રેનની લોકશાહી, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યે અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવા માટે કિવમાં છું. અમે યુક્રેન પર રશિયાના ઘાતકી આક્રમણની વર્ષગાંઠની નજીક છીએ. વર્ષ 2022માં 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર પહેલો હુમલો કર્યો હતો. બાઇડેને કહ્યું કે જ્યારે પુતિને પોતાનું આક્રમણ શરૂ કર્યું ત્યારે તેમને લાગ્યું કે યુક્રેન નબળું છે અને પશ્ચિમ વિભાજિત છે. રશિયાએ વિચાર્યું કે તે આપણાથી આગળ નીકળી શકે છે, પરંતુ તે ખોટું હતું. બાઇડેને કહ્યું કે છેલ્લા એક વર્ષમાં, યુનાઇટેડ સ્ટેટ્સે અભૂતપૂર્વ લશ્કરી, આર્થિક અને માનવતાવાદી સમર્થન સાથે યુક્રેનને બચાવવામાં મદદ કરવા એટલાન્ટિકથી પેસિફિક મહાસાગર સુધીના રાષ્ટ્રોનું ગઠબંધન બનાવ્યું છે અને તે સમર્થન ચાલુ રહેશે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે પુતિનને ખોટા સાબિત કરતા રહીશું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.