Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબીની ઘટનાથી યૂપીએ લીધો બોધપાઠ, તમામ પુલોના નિરિક્ષણ માટે CM યોગીનો આદેશ

મોરબી ઝૂલતા પુલ દુર્ધટના પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ,ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે  દુઃખ વ્યક્ત કર્યું છે. અને સાથે જ આ ઘટનામાંથી બોધપાઠ લઈને ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યના તમામ પુલોનું નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટે એક પત્ર જારી કરીને રાજ્યના તમામ પુલોનું તાત્કાલિક નિરીક્ષણ કરવા અને તેની માહિતી વિભà
મોરબીની ઘટનાથી યૂપીએ લીધો બોધપાઠ  તમામ પુલોના નિરિક્ષણ માટે cm યોગીનો આદેશ
મોરબી ઝૂલતા પુલ દુર્ધટના પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ,ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે  દુઃખ વ્યક્ત કર્યું છે. અને સાથે જ આ ઘટનામાંથી બોધપાઠ લઈને ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યના તમામ પુલોનું નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટે એક પત્ર જારી કરીને રાજ્યના તમામ પુલોનું તાત્કાલિક નિરીક્ષણ કરવા અને તેની માહિતી વિભાગને ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે.
યુપીમાં તમામ પુલોનું નિરીક્ષણ કરવામાં આવશે
ઉત્તર પ્રદેશ સરકારના જાહેર બાંધકામ વિભાગે સંબંધિત અધિકારીઓને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે તમામ પ્રકારના પુલોની સલામતી સુનિશ્ચિત કરવા માટે, ગુજરાત જેવા અકસ્માતોનું પુનરાવર્તન ટાળવા માટે, તેનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવે અને તેના વિશે માહિતી આપવામાં આવે. આદેશમાં વિભાગને વહેલી તકે તમામ બ્રિજનું નિરીક્ષણ કરવા અને સંબંધિત અધિકારીઓને તેનો અહેવાલ સુપરત કરવા સૂચના આપવામાં આવી છે.
અગાઉ અકસ્માત અંગે શોક વ્યક્ત કરતા યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ગુજરાતના મોરબીમાં પુલ તૂટી પડવાના કારણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું અને  અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરુ છુ.
Advertisement
Tags :
Advertisement

.